વિશ્વબજારમાંથી નાણાં ઊભા કરાશે
જીડીપીની સરખામણીએ વૈશ્વિક દેવું પાંચ ટકા કરતાં પણ ઓછું છે, જે વિશ્વમાં શ્રેષ્ઠ છે. આથી, બાહ્યા બજારમાંથી નાણાં ઊભા કરવા પ્રયાસ હાથ ધરાશે.
રૂ. 2,5,10,20ના નવા સિક્કા બહાર પડાશે.
નવું બજેટ કેવું છે, તે અંગે વિસ્તૃત માહિતી અને વિશ્લેષણ મેળવવા માટે અહીં ક્લિક કરો.
જીડીપીની સરખામણીએ વૈશ્વિક દેવું પાંચ ટકા કરતાં પણ ઓછું છે, જે વિશ્વમાં શ્રેષ્ઠ છે. આથી, બાહ્યા બજારમાંથી નાણાં ઊભા કરવા પ્રયાસ હાથ ધરાશે.
રૂ. 2,5,10,20ના નવા સિક્કા બહાર પડાશે.
ચાર વર્ષ દરમિયાન IBC રૂ. ચાર લાખ કરોડ છૂટા કરાયા. છ સરકારી બૅન્કોને ગંભીર સ્થિતિમાંથી ઉગારી. જાહેરસાહસોને રૂ. 70 હજાર કરોડની ફાળવણી કરાશે. નૉન-બૅન્કિંગ ફાઇનાન્સિયલ કૉર્પોરેશનને ઉગારવા માટે જાહેર સાહસની બૅન્કોને આર્થિક પ્રોત્સાહન અપાશે.
પાંચ વર્ષ દરમિયાન માળખાકીય સુવિધા માટે રૂ. 100 લાખ કરોડની ફાળવણી કરાશે. માળખાકીય વિકાસ સંસ્થાઓની સ્થાપના ચકાસવા માટે સમિતિ નિમાશે.
વ્યૂહાત્મક રીતે સરકારી સાહસોમાં સરકારનો હિસ્સો ઘટાડાશે. ઍર-ઇંડિયામાં હિસ્સો ઘટાડવા માટે તજવીજ હાથ ધરાશે.
ચાલુ નાણાકીય વર્ષ માટે રૂ. એક લાખ પાંચ હજાર કરોડ ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા ઊભા કરાશે.

ઇમેજ સ્રોત, DOORDARSHAN
વિદેશમાં વસતા ભારતીય પાસપોર્ટધારી NRIને માટે આધારકાર્ડ આપવા વિચારણા કરાશે. અગાઉ માટે 180ની મર્યાદા હતા.
અલગ-અલગ શ્રમ કાયદાઓને એકત્રિત કરીને ચાર કાયદામાં સમાવી લેવાશે.
સ્ટાર્ટ-અપને માટે વિશેષ ચેનલ ચાલુ કરાશે. તેની ડિઝાઇનિંગ અને ચાલુ કરવાની કામગીરી સ્ટાર્ટ-અપ દ્વારા કરાશે.
શાળા તથા કૉલેજ અને ઉચ્ચ શિક્ષણમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે દેશની શિક્ષણનીતિમાં ફેરફાર કરાશે.
નેશનલ રિસર્ચ ગ્રાન્ટ દ્વારા સંશોધન પ્રવૃત્તિને પ્રોત્સાહન અપાશે. ઑપન ઑનલાઇન કોર્ષ દ્વારા તેમનું જ્ઞાન વર્ધન કરાશે.
'સ્ટડી ઇન ઇંડિયા' દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને ભારતમાં ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહન અપાશે.
'ખેલો ઇંડિયા' દ્વારા સ્પૉર્ટ્સ યુનિવર્સિટીની સ્થાપના કરાશે. ભારતનો યુવા વિદેશમાં જઈને કામ કરી શકે તે માટે એક કરોડ યુવાને તૈયાર કરાશે.
આર્ટિફિશિય ઇન્ટેલિજન્સ, રૉબોટિક્સ, થ્રી-ડી પ્રિન્ટિંગ અને બિગ-ડેટા જેવા ક્ષેત્રમાં રોજગાર માટે તૈયાર કરાશે.
મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી પૂર્વે દેશને 'ખુલ્લામાં શૌચાલય મુક્ત' કરાશે.
ગાંધીપીડિયા તૈયાર કરાશે.
સ્વચ્છ ભારત યોજના હેઠળ નવ કરોડ 60 લાખ ટૉઇલેટ્સનું નિર્માણ કરવામાં આવ્યું. તેને દરેક ગ્રામ સુધી પહોંચાડવામાં આવશે અને તેના દ્વારા ઊર્જા ઉત્પન્ન કરવામાં આવશે.
બે કરોડ ગ્રામીણ ભારતીયોને ડિજિટલ સાક્ષરતા આપવામાં આવી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
વાઇબ્રન્ટ ગુજરાતની તર્જ ઉપર રાષ્ટ્રીય સ્તરે વિદેશી મૂડીરોકારણને આકર્ષવા માટે કાર્યક્રમ યોજાશે.
125 લાખ કિલોમીટરના પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાને લાગુ કરાશે, જેના માટે રૂ. 80 હજાર કરોડ ખર્ચાશે.
એક કરોડ 95 લાખ ઘરોનું નિર્માણ કરાશે.
વારાણસીથી હલ્દિયા વચ્ચેનો જળમાર્ગ 2020 સુધીમા પૂર્ણ થશે. એક દેશ એક જળમાર્ગને માટે પ્રોત્સાહન આપવામાં આવશે આ માટે બ્લૂપ્રિન્ટ તૈયાર થઈ રહી છે.
વર્ષ 2030 સુધીમાં રેલવેને મૂળભૂત માળખાના વિકાસ માટે રૂ. 50 લાખ કરોડની જરૂર પડશે, જેને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મૉડલથી લાગુ કરાશે.
બિન-નિવાસી ભારતીયો દેશના નાણાબજારમાં રોકાણ કરી શકે તે માટે તેમના માટે ફોરેન પૉર્ટફોલિયોની જેમ જ ગણવામાં આવશે.
સામાજિક સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓને માટે સોશિયલ સ્ટોક ઍક્સચેન્જ શરૂ કરાશે, તેની ઉપર સિક્યૉરિટી ઍક્સચેન્જ બૉર્ડ ઑફ ઇંડિયાનું નિયંત્રણ રહેશે.
વાર્ષિક દોઢ કરોડ રિટેલ વેપારીઓને 'પ્રધાનમંત્રી કર્મયોગી સન્માન નિધિ' યોજના હેઠળ પેન્શન આપવામાં આવશે.
ભારતમાલા, સાગરમાલા તથા ઉડાન જેવી યોજનાઓ દ્વારા ગ્રામીણ અને શહેરી વિસ્તાર વચ્ચેની ઊંડી ખીણને ભરવાનો પ્રયાસ થયો. જેથી કરીને પરિવહન સરળ બન્યું.
વિદેશી રોકાણકારોને માટે 'તમારા ગ્રાહકને જાણો'ની વ્યવસ્થા લાગુ કરાશે.
વીજળીની તર્જ ઉપર આઈ-વે અને ગૅસની ગ્રીડ ઊભી કરવામાં આવશે. વીજ વિતરણ કંપનીઓને ઉગારવા માટે 'ઉજ્જવલ' યોજનાની સમીક્ષા કરવામાં આવશે.
ટૂંક સમયમાં વીજક્ષેત્ર માટે પેકેજની જાહેરાત કરવામાં આવશે. આ સિવાય ઘરને ભાડા આપવાની પ્રક્રિયાને સુગમ કરવા માટે મૉડલ કાયદો લવાશે.
સરકારી ખાતાઓ પાસે રહેલી વધારાની જમીનને વપરાશ માટે છૂટી કરાશે.
300 કિમીના મેટ્રો રેલ રૂટને 2018-19 દરમિયાન મંજૂરી આપવામાં આવી હતી. આ સિવાય 357 કિમીના મેટ્રો રેલ રૂટ ચાલુ થયા હતા. અલગ-અલગ ટ્રાન્સપોર્ટ ખર્ચ માટે એક જ કાર્ડ રજૂ કર્યું.
ત્રણ વર્ષ દરમિયાન રૂ. 10 હજાર કરોડની જોગવાઈ કરીને ઇલેક્ટ્રિક વાહનોના પ્રસાર માટે મદદ કરવામાં આવી.

ઇમેજ સ્રોત, Doordarshan
આશા, વિશ્વાસ અને આકાંક્ષાના સહારે અમે પાંચ વર્ષના કાર્યકાળમાં એક ટ્રિલિયન ડૉલર સુધી અર્થતંત્રને પહોંચાડ્યું.
હાલના ચૂંટણી પરિણામોએ સ્થિર સરકાર માટે ચુકાદો આપ્યો છે.
નિર્મલા સીતારમણે કહ્યું:
યકી હો તો કોઈ રાસ્તા નિકલતા હૈ,
હવા કી ઓટ ભી લેકર ચિરાગ જલતા હૈ
નાણામંત્રી નિર્મલા સીતારમણે અગ્યાર વાગ્યે લોકસભામાં બજેટ વાચવાનું શરૂ કર્યું. શરૂઆતની ભાષણમાં મોદી સરકારની સિદ્ધિઓ વર્ણવી.
આ પહેલાં મોદી કૅબિનેટે બજેટને મંજૂરી આપવાની ઔપચારિકતા પૂર્ણ કરી હતી.
ભારત સરકારે અર્થતંત્રને વેગવાન બનાવવા તથા ખેડૂતો માટે જરૂરી છે. જાણો વરિષ્ઠ અર્થશાસ્ત્રી ડૉ. જયનારાયણ વ્યાસ પાસેથી કે શા માટે જળશક્તિ મહત્ત્વપૂર્ણ છે. (અહીં ક્લિક કરો.)
સીલબંધ બૅગ્સમાં બજેટ સંસદભવન પહોંચ્યું હતું. સરકારી પ્રેસમાં છપાયેલી બજેટની પ્રતોની સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી હતી. નાણામંત્રી સીતારમણ બજેટ વાચવાનું શરૂ કરશે, તે દરમિયાન સંસદસભ્યોને તેનું વિતરણ કરવામાં આવશે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ