સવારે સાડા દસ વાગ્યાની
સ્થિતિ પ્રમાણે, વારાણસીની બેઠક ઉપરથી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા રાયબરેલીની બેઠક ઉપરથી રાહુલ ગાંધી આગળ છે. રાહુલ
ગાંધી વાયનાડની બેઠક પરથી પણ આગળ છે. ગાંધીનગરની બેઠક પરથી કેન્દ્રીય ગૃહ મંત્રી
અમિત શાહ બે લાખ કરતાં વધુ મતની લીડથી આગળ છે.
હરિયાણાની કરનાલ બેઠક
ઉપરથી પૂર્વ મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટર તથા મધ્ય પ્રદેશની વિદિશા બેઠક પરથી
પૂર્વ મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આગળ છે.
હમીરપુર (હિમાચલ પ્રદેશ)
બેઠક પરથી કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર તથા મંડીની બેઠક ઉપરથી અભિનેત્રી કંગના
રણૌત આગળ છે. તિરૂવનંતપુરમની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રાજીવ ચંદ્રશેખર કૉંગ્રેસના
શશિ થરૂર કરતાં પાંચેક હજાર મતથી આગળ છે. અમેઠીની બેઠક ઉપરથી કેન્દ્રીય મંત્રી
સ્મૃતિ ઈરાની 19 હજાર જેટલા મતોથી પાછળ છે.
પંજાબની ખડુર સાહિબ બેઠક
પરથી અપક્ષ ઉમેદવાર અમરિતપાલસિંહ આગળ છે. તેઓ આસામની જેલમાં બંધ છે અને તેમણે
જેલમાંથી જ ઉમેદવારી કરી હતી. બાડમેરની બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર ભાટી
કૉંગ્રેસના ઉમદેવાર ઉમેદલાલ મીણા કરતાં પાછળ છે.
મહારાષ્ટ્રની મુંબઈ
(ઉત્તર) બેઠક ઉપરથી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ કૉંગ્રેસના ઉમેદવાર કરતાં આગળ છે.