Election Result : મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણી : વડા પ્રધાન મોદીએ ફરી કહ્યું કે 'એક હૈ, તો સેફ હૈ'

મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા ગઠબંધન મહાયુતિને જંગી બહુમતી મળી છે અને ઝારખંડમાં કૉંગ્રેસ તથા જેએમએમએ પોતાનું પ્રદર્શન સુધાર્યું છે. ગુજરાતની વાવ વિધાનસભા બેઠક પર ભારે રસાકસી બાદ ભાજપના ઉમેદવારની જીત થઈ છે.

સારાંશ

  • મહારાષ્ટ્રમાં કુલ 288 બેઠકો પર મતગણતરી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકરોને સંબોધન કર્યું
  • ઝારખંડમાં 81 બેઠકો પર મતગણતરી, કૉંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચો સૌથી મોટી પાર્ટી બનીને ઊભર્યાં
  • મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપીનું અતિશય ખરાબ પ્રદર્શન
  • ગુજરાતમાં વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપની જીત

લાઇવ કવરેજ

આર્જવ પારેખ

  1. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : પરિણામોને ધ્યાનમાં રાખીને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, "એક હૈ તો સેફ હૈ"

    દેવેન્દ્ર ફડણવીસ

    ઇમેજ સ્રોત, ANI

    મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા મહાયુતિ ગઠબંધનને પૂર્ણ બહુમતી મળવાના સંકેત દેખાઈ રહ્યા છે. હવે ભાજપના નેતાઓએ પ્રતિક્રિયા પણ આપી છે.

    મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી અને ભાજપના મોટા નેતા દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે, "એક હૈ તો સેફ હૈ, મોદી હૈ તો મુમકિન હૈ."

    ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે, "મહાયુતિ ફરીથી તેણે કરેલાં વિકાસનાં કામો થકી સત્તામાં આવી રહી છે. મહારાષ્ટ્રની લડાઈ એ 'વિચારની વિરાસત' અને 'પરિવારની વિરાસત' વચ્ચેની લડાઈ હતી."

    ભાજપમાં મહારાષ્ટ્રની સંભવિત જીતની ઉજવણીનો માહોલ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. ઠેરઠેર ભાજપના કાર્યાલયોમાં ઉજવણીની તૈયારી થઈ રહી છે.

    દેવેન્દ્ર ફડણવીસ, બીબીસી ગુજરાતી
  2. મહારાષ્ટ્ર: આદિત્ય ઠાકરેની બેઠક પર રસાકસી, મોટા ચહેરાઓની શું છે સ્થિતિ?

    મહારાષ્ટ્ર ચૂંટણી, બીબીસી ગુજરાતી
    ઇમેજ કૅપ્શન, બપોરે 12:15ની સ્થિતિ

    બપોરે 12:15 સુધીનાં વલણો પ્રમાણે મહારાષ્ટ્રમાં મોટા ચહેરાઓની પરિસ્થિતિ આમ જોવા મળી હતી.

    અજિત પવાર: બારામતીથી 38252 મતે આગળ

    અમિત ઠાકરે: માહિમથી 11293 મતે પાછળ

    આદિત્ય ઠાકરે: વરલીથી 653 મતે આગળ

    દેવેન્દ્ર ફડણવીસ: નાગપુર દક્ષિણ પશ્ચિમથી 17906 મતે આગળ

    એકનાથ શિંદે: કોપરી પચપાખડીથી 41093 મતે આગળ

    ઝીશાન સિદ્દીકી: વાંદ્રે ઇસ્ટથી 5497 મતે પાછળ

    નવાબ મલિક: માનખુર્દ શિવાજીનગરથી 32697 મતે પાછળ

    ફહદ અહમદ: અણુશક્તિનગરથી 4653 મતે આગળ

    નાના પટોળે: સાકોલીથી 546 મતે આગળ

  3. પ્રિયંકા ગાંધી વાયનાડથી મોટી જીત તરફ, 2.98 લાખ મતે આગળ

    પ્રિયંકા ગાંધી વાડ્રા, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, Getty Images

    વાયનાડ લોકસભાની પેટાચૂંટણીની મતગણતરીમાં કૉંગ્રેસનાં ઉમેદવાર પ્રિયંકા ગાંધી વાડ્રા અત્યાર સુધીમાં 2.98 લાખ મતે આગળ છે.

    બીજા ક્રમે કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના સત્યાન મોકેરી છે જેમને 1.54 લાખ મત મળ્યા છે.

    ભાજપનાં ઉમેદવાર નવ્યા હરિદાસ છેક ત્રીજા ક્રમે છે અને તેમને માત્ર 82143 મત મળ્યા છે.

    વાયનાડમાં આ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી પણ 3.64 લાખ મતે જીત્યા હતા. તેમણે રાયબરેલી બેઠક પરથી પણ લોકસભાની ચૂંટણી જીતી હતી ત્યાર બાદ તેમણે વાયનાડની બેઠક છોડી હતી. વાયનાડની સીટ ખાલી થતાં પેટાચૂંટણીમાં કૉંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીને પાર્ટીએ ઉતાર્યાં હતાં. આ તેમની પ્રથમ ચૂંટણી છે.

  4. મહારાષ્ટ્ર: ભાજપના કાર્યકર્તાઓમાં જબરદસ્ત ઉત્સાહ, ઉજવણીનો માહોલ

    મહારાષ્ટ્ર ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી

    મહારાષ્ટ્રમાં બપોરે 12 વાગ્યા સુધીનાં વલણોમાં ભાજપના નેતૃત્વવાળું મહાયુતિ ગઠબંધન જબરદસ્ત બહુમતી સાથે સરકાર બનાવે તેવું દેખાઈ રહ્યું છે.

    મહાયુતિ અત્યાર સુધીમાં 220 બેઠકો પર આગળ છે.

    ભાજપના કાર્યાલય પર ઠેરઠેર ઉજવણીની તૈયારી શરૂ થઈ ગઈ છે.

    જુઓ મુંબઈમાં ભાજપ કાર્યાલયની અમુક તસવીરો

    મહારાષ્ટ્ર ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી
  5. મહારાષ્ટ્ર ચૂંટણીનાં પરિણામો વિશે સંજય રાઉતે કહ્યું, “આ પ્રજાનો ફેંસલો નથી”

    મહારાષ્ટ્ર ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી, સંંજય રાઉત

    મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં વલણોમાં ભાજપની આગેવાની હેઠળ મહાયુતિ ગઠબંધન 215 બેઠકો પર આગળ છે. જ્યારે કૉંગ્રેસના નેતૃત્વમાં મહાવિકાસ અઘાડી ગઠબંધન માત્ર 57 બેઠકો પર આગળ છે.

    આ ટ્રૅન્ડ પર શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નેતા સંજય રાઉતનું નિવેદન આવ્યું છે. તેમનું કહેવું છે કે આ પરિણામો કે વલણો મહારાષ્ટ્રની જનતાનો નિર્ણય હોઈ શકે નહીં.

    તેમણે કહ્યું, "આ મહારાષ્ટ્રના લોકોનો નિર્ણય હોઈ શકે નહીં. અમને ખબર છે કે મહારાષ્ટ્રના લોકો શું ઇચ્છે છે."

    સંજય રાઉતે કહ્યું કે, "જે પરિણામો આવ્યાં છે તેને પણ હું માનવા તૈયાર નથી. અમને ખબર હતી કે મહારાષ્ટ્રના લોકોના મત કઈ દિશામાં જઈ રહ્યા છે. પરંતુ બે દિવસ પહેલાં જ ગૌતમ અદાણી પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. તેમાં પણ ભાજપની પોલ ખૂલી હતી. તેના પરથી ધ્યાન હઠાવવા માટે ભાજપે આમ કર્યું છે.”

    તેમણે કહ્યું કે, "અમે વિરોધ કર્યો હતો કે મહારાષ્ટ્ર અને મુંબઈ ગૌતમ અદાણીના ખિસ્સામાં જઈ રહ્યાં છે. અમે તેનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે અદાણીરાષ્ટ્ર થવા નહીં દઈએ. એટલે આ પ્રકારનાં પરિણામો લાદી દેવામાં આવ્યાં. આવો નિર્ણય પ્રજાનો નિર્ણય ન હોઈ શકે."

  6. વાવ વિધાનસભા પેટાચૂંટણી: ગુલાબસિંહ રાજપૂત નવ રાઉન્ડના અંતે 13205 મતોથી આગળ

    વાવમાં અત્યાર સુધીમાં આઠ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે.

    બીબીસી સહયોગી પરેશ પઢિયારે આપેલી માહિતી અનુસાર, આઠ રાઉન્ડ પછી કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 13205 મતોથી આગળ છે.

    ભાજપના ઉમેદવારને અત્યાર સુધીમાં 31701 મતો મળ્યા છે. જ્યારે અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 8865 મત મળ્યા છે.

  7. ગુલાબસિંહ રાજપૂતે કહ્યું, 'એ જાતિવાદ પર ચૂંટણી લડ્યા, અમે સ્થાનિક મુદ્દાઓ પર લડ્યા'

    વાવ પેટાચૂંટણી, બીબીસી ગુજરાતી, ગુલાબસિંહ રાજપૂત

    વાવ પેટાચૂંટણીમાં અત્યાર સુધીમાં પાંચ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે અને કૉંગ્રેસના ઉમેદવારની સતત સરસાઈ મળી છે.

    ગુલાબસિંહ રાજપૂતે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે, “અત્યાર સુધી સારું ચાલી રહ્યું છે. જે રીતે પ્રચાર દરમિયાન પ્રજાએ અમને સમર્થન અને આશીર્વાદ આપ્યા હતા, એ જ રીતે મતદાનમાં પણ આશીર્વાદ આપ્યા હશે તેવું પ્રતીત થાય છે.”

    તેમણે કહ્યું હતું કે, “અમે કૉંગ્રેસના કાર્યકર્તાઓની તાકાત, ગેનીબહેનનાં કામ અને અમારા કામની તાકાત પર ચૂંટણી લડ્યા હતા. વાવના લોકોએ અમને સમર્થન આપ્યું છે. ગેનીબહેને કરેલા કામનો પણ અમને ફાયદો મળશે.”

    વાવમાં અત્યાર સુધીમાં છ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે. વાવમાં બીબીસી સહયોગી પરેશ પઢિયાર અનુસાર, છ રાઉન્ડ પછી કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 7610 મતથી આગળ છે.

  8. ઝારખંડ: હેમંત સોરેન આગળ, જ્યારે કલ્પના સોરેન પાછળ, મોટા ચહેરાઓની શું પરિસ્થિતિ?

    ઝારખંડ ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી

    ઝારખંડમાં મોટા ચહેરાઓમાંથી હેમંત સોરેનનાં પત્ની કલ્પના સોરેન પાછળ ચાલી રહ્યાં છે, જ્યારે ચંપાઈ સોરેનની બેઠક પર કસોકસની લડાઈ દેખાઈ રહી છે.

    હેમંત સોરેન: બરહાઇતથી 4921 મતે આગળ

    કલ્પના સોરેન: ગાંડેયથી 3910 મતે પાછળ

    ચંપાઈ સોરેન: સરાઇકેલાથી 856 મતે આગળ

    ડૉ. અજોય કુમાર: જમશેદપુર ઇસ્ટથી 8433 મતે પાછળ

    બાબુલાલ મરાંડી: ધનવારથી 1840 મતે આગળ

  9. મહારાષ્ટ્ર: એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ આગળ, મોટા ચહેરાઓની શું છે પરિસ્થિતિ?

    દેવેન્દ્ર ફડણવીસ, બીબીસી ગુજરાતી, મહારાષ્ટ્ર ચૂંટણી 2024

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, દેવેન્દ્ર ફડણવીસ

    અત્યાર સુધીનાં વલણો પ્રમાણે...

    અજિત પવાર: બારામતીથી 7111 મતે આગળ

    અમિત ઠાકરે: માહિમથી 2243 મતે પાછળ

    આદિત્ય ઠાકરે: વરલીથી 696 મતે આગળ

    દેવેન્દ્ર ફડણવીસ: નાગપુર દક્ષિણ પશ્ચિમથી 6811 મતે આગળ

    એકનાથ શિંદે: કોપરી પચપાખડીથી 14810 મતે આગળ

    ઝીશાન સિદ્દીકી: વાંદ્રે ઇસ્ટથી 2260 મતે પાછળ

    નવાબ મલિક: માનખુર્દ શિવાજીનગરથી 14632 મતે પાછળ

    મહારાષ્ટ્ર ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી
  10. મહારાષ્ટ્ર: ભાજપના નેતૃત્ત્વવાળા એનડીએને પ્રારંભિક વલણોમાં બમ્પર બહુમતીના સંકેત

    એકનાથ શિંદે, ભાજપ, બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, Getty Images

    ઇમેજ કૅપ્શન, એકનાથ શિંદેની શિવસેનાને શરૂઆતી વલણોમાં ફાયદો થતો દેખાય છે.

    મહારાષ્ટ્રમાં સવારના દસ વાગ્યા સુધીનાં વલણોમાં ભાજપના નેતૃત્ત્વવાળી મહાયુતિને જબરદસ્ત સરસાઈ મળી છે.

    દસ વાગ્યા સુધીમાં મહાયુતિ 201 બેઠકો પર આગળ છે જ્યારે મહાવિકાસ અઘાડી માત્ર 69 બેઠકો પર આગળ છે.

    ભાજપ એકલે હાથે 11 બેઠકો પર આગળ છે. જ્યારે કૉંગ્રેસ માત્ર 27 બેઠકો પર આગળ છે.

    શિવસેના(યુબીટી)ની સ્થિતિ પણ સારી નથી અને તે માત્ર 22 બેઠકો પર આગળ છે. શરદ પવારની એનસીપી માત્ર 17 બેઠકો પર આગળ છે.

    શિંદે જૂથની શિવસેના દસ વાગ્યા સુધીનાં વલણોમાં 54 બેઠકો પર તથા અજિત પવારની એનસીપી 36 બેઠકો પર આગળ છે.

    મહારાષ્ટ્ર ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી
  11. વાવ પેટાચૂંટણી: બીજા રાઉન્ડની મતગણતરી પછી પણ કૉંગ્રેસ આગળ

    વાવ પેટાચૂંટણી, બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, BBC/FB

    વાવ પેટાચૂંટણીમાં અત્યાર સુધીમાં બે રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે.

    બનાસકાંઠાથી બીબીસી સહયોગી પરેશ પઢિયાર અનુસાર, કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને અત્યાર સુધીમાં 7795 મત મળ્યા છે અને તેઓ 297 મતે આગળ ચાલી રહ્યા છે.

    જ્યારે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને 7498 મત મળ્યા છે.

    અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલને પણ અત્યાર સુધીમાં 4800 મત મળ્યા છે.

  12. LIVE: વાવ વિધાનસભાના પેટાચૂંટણી માટે મતગણતરી શરૂ, કેવો છે માહોલ?

    વાવ પેટાચૂંટણી

    લોકો સાથે વાત કરી રહ્યા છે બીબીસી સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા, કૅમેરા - પવન જયસ્વાલ

  13. ઝારખંડમાં સવારે નવ વાગ્યા સુધીના વલણોમાં કોણ આગળ?

    ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી

    ઝારખંડમાં પણ બૅલેટ પેપરની ગણતરી શરૂ છે. સવારના નવ વાગ્યા સુધીનાં વલણોમાં એનડીએ ગઠબંધન 45 બેઠકો પર અને જેએમએમ+ 22 બેઠકો પર આગળ છે.

    ઝારખંડમાં પણ ભાજપ સૌથી વધુ 38 બેઠકો પર આગળ છે.

  14. વાયનાડથી પ્રિયંકા ગાંધી 37301 મતે આગળ, મહારાષ્ટ્રમાં મોટા નેતાઓની શું સ્થિતિ છે?

    પ્રિયંકા ગાંધી, બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, Getty Images

    ચૂંટણીપંચની વેબસાઇટ અનુસાર, વાયનાડ પેટાચૂંટણીમાં પ્રિયંકા ગાંધી અત્યારે 37301 મતોથી આગળ ચાલી રહ્યા છે.

    તેમને અત્યાર સુધીમાં 51390 મતો મળ્યા છે. ભાજપના ઉમેદવાર અહીં ત્રીજા ક્રમે છે.

    બીબીસી મરાઠી અનુસાર, નાગપુર દક્ષિણ પશ્ચિમથી દેવેન્દ્ર ફડણવીસ તથા સાકોલી કૉંગ્રેસ પ્રમુખ નાના પટોળે આગળ ચાલી રહ્યા છે.

    શરૂઆતની મતગણતરીમાં અજિત પવાર પણ બારામતીથી ત્રણ હજાર કરતાં પણ વધુ મતે આગળ છે.

  15. વાવ વિધાનસભા પેટાચૂંટણી: પ્રથમ રાઉન્ડની મતગણતરી પછી 251 મતે કૉંગ્રેસ આગળ

    ગુલાબસિંહ રાજપૂત ,બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, FB

    ઇમેજ કૅપ્શન, ગુલાબસિંહ રાજપૂત

    વાવ પેટાચૂંટણીમાં પ્રથમ રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે.

    બનાસકાંઠાથી બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર પરેશ પઢિયાર અનુસાર પ્રથમ રાઉન્ડમાં કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 4190 મત મળ્યા છે અને તેઓ 251 મતે આગળ ચાલી રહ્યા છે.

    જ્યારે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને 3939 મત મળ્યા છે.

    અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલને પહેલા રાઉન્ડમાં 2119 મત મળ્યા છે.

  16. મહારાષ્ટ્રમાં સવારે નવ વાગ્યા સુધીનાં વલણોમાં કોણ આગળ?

    મહારાષ્ટ્ર ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી

    મહારાષ્ટ્રમાં બૅલેટ પેપરની ગણતરી શરૂ છે. સવારના નવ વાગ્યા સુધીનાં વલણોમાં ભાજપના નેતૃત્વવાળી મહાયુતિને સરસાઈ મળતી દેખાય છે.

    નવ વાગ્યા સુધીમાં મહાયુતિ 81 બેઠકો પર આગળ છે જ્યારે મહાવિકાસ અઘાડી માત્ર 37 બેઠકો પર આગળ છે.

    ભાજપ સૌથી વધુ 57 બેઠકો પર આગળ છે.

  17. વાવમાં મતગણતરી શરૂ, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં સુરક્ષાવ્યવસ્થાનો સઘન બંદોબસ્ત

    મહારાષ્ટ્ર ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી
    ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રમાં મતગણતરી કેન્દ્રની તસવીર

    મહારાષ્ટ્ર અને ઝારખંડમાં મતગણતરી શરૂ થઈ ચૂકી છે. સૌપ્રથમ બૅલેટ પેપરની ગણતરી થશે.

    ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક પર થયેલી પેટાચૂંટણીમાં પણ મતગણતરી શરૂ થઈ ગઈ છે.

    અનેક જગ્યાએ મતદાનકેન્દ્રો પર ચાંપતો સુરક્ષા બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

    મહારાષ્ટ્ર ચૂંટણી 2024, બીબીસી ગુજરાતી
    ઇમેજ કૅપ્શન, ભાંડુપ, મહારાષ્ટ્રમાં સુરક્ષાવ્યવસ્થા
    મહારાષ્ટ્ર ચૂંટણી, 2024
  18. વાયનાડ: પહેલી વાર ચૂંટણી લડી રહેલાં પ્રિયંકા ગાંધી કેટલી કમાલ કરી શકશે?

    પ્રિયંકા ગાંધી, કૉંગ્રેસ, બીબીસી ગુજરાતી

    ઇમેજ સ્રોત, Getty Images

    પ્રિયંકા ગાંધી વાડ્રા પ્રથમ વખત કેરળની બહુચર્ચિત બેઠક વાયનાડથી ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

    તેમના હરીફ ઉમેદવારોમાં ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટી (CPI)ના સત્યન મોકેરી અને ભાજપના નવ્યા હરિદાસનો સમાવેશ થાય છે.

    લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલી બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેમણે બંને બેઠકો જીતી હતી. બાદમાં તેમણે વાયનાડ બેઠક છોડી દીધી હતી. આથી, ત્યાં પેટાચૂંટણી થઈ હતી.

    મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ હતી. અહીં ભાજપના ડૉ.સંતુકરાવ હુંબરડે કૉંગ્રેસના રવીન્દ્ર ચવ્હાણ સામે ચૂંટણી લડી રહ્યા છે.

    ગત ચૂંટણીમાં કૉંગ્રેસના વસંતરાવ ચવ્હાણે ભાજપના ઉમેદવાર પ્રતાપરાવ ચીખલીકરને 56 હજાર 703 મતોથી હરાવ્યા હતા.

    વસંતરાવ ચવ્હાણનું 26 ઑગસ્ટ, 2024ના રોજ અવસાન થયું હતું. આ કારણોસર આ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી.