મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી : પરિણામોને ધ્યાનમાં રાખીને દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, "એક હૈ તો સેફ હૈ"
મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા મહાયુતિ ગઠબંધનને પૂર્ણ બહુમતી મળવાના સંકેત દેખાઈ રહ્યા છે. હવે ભાજપના નેતાઓએ પ્રતિક્રિયા પણ આપી છે.
મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી અને ભાજપના મોટા નેતા દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે, "એક હૈ તો સેફ હૈ, મોદી હૈ તો મુમકિન હૈ."
ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું હતું કે, "મહાયુતિ ફરીથી તેણે કરેલાં વિકાસનાં કામો થકી સત્તામાં આવી રહી છે. મહારાષ્ટ્રની લડાઈ એ 'વિચારની વિરાસત' અને 'પરિવારની વિરાસત' વચ્ચેની લડાઈ હતી."
ભાજપમાં મહારાષ્ટ્રની સંભવિત જીતની ઉજવણીનો માહોલ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. ઠેરઠેર ભાજપના કાર્યાલયોમાં ઉજવણીની તૈયારી થઈ રહી છે.