વિશ્વમાં મૃત્યુનો આંકડો 60 હજારને પાર, ભારતમાં ત્રણ હજારથી વધારે સંક્રમિત

ગુજરાત સહિત દેશ-વિદેશની કોરોના સંબંધિત માહિતી અહીં વાચો.

લાઇવ કવરેજ

  1. દિલ્હીમાં માત્ર 7થી 8 હજાર પી.પી.ઇ. કિટ બચી છે : આરોગ્ય પ્રધાન

    કોરોના વાઇરસના દરદીઓની સારવાર કરતી વખતે ડૉક્ટર અને મેડિકલ સ્ટાફ જે કપડાં પહેરેે છે તે પી.પી.ઇ (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમૅન્ટ) 7000-8000 જેટલાં જ બચ્યાં છે.

    દિલ્હી સરકારના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને સમાચાર સંસ્થા એ.એન.આઇ.ને જણાવ્યું કે અમારી પાસે માત્ર 7000-8000 જેટલી પી.પી.ઇ. કિટ બચી છે.

    જે માત્ર બે-ત્રણ દિવસ સુધી ચાલશે.

    સત્યેન્દ્ર જૈને કહ્યું અમે 50 હજાર કિટ્સ ઝડપી મળે તેવી માગ પણ કરી છે.

    તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં હાલ સુધી 386 કોરોના વાઇરસના દરદીઓ છે. જેમાંથી 259 દર્દીઓ નિઝામુદ્દીનની મરકઝ બિલ્ડિંગના છે.

    ઉલ્લેખનીય છે કે શુક્રવારે શાહરૂખ ખાને પણ 50 હજાર પી.પી.ઇ કિટ્સ મહારાષ્ટ્ર અને પશ્વિમ બંગાળ સરકારને આપવાની જાહેરાત કરી હતી.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  2. વડા પ્રધાને શૅર કરી અટલ બિહારી વાજપેયીની કવિતા 'આઓ દિયા જલાયે...' શૅર કરી

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની કવિતા શૅર કરી હતી.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દેશને સંબોધન કરીને કોરોના વાઇરસના સંકટને પડકારવા લોકોને પાંચ એપ્રિલે રાત્રે નવ વાગ્યે નવ મિનિટ માટે ઘરની લાઇટ્સ ઓફ કરીને દરવાજા કે બાલ્કનીમાં ઊભા રહીને મીણબત્તી પ્રગટાવીને કે મોબાઇલની ફ્લેશ લાઇટ કરીને આહ્વાન કર્યું હતું.

    વડા પ્રધાન મોદીએ આ કવિતા શૅર કરીને લખ્યું, 'આઓ દિયા જલાયે....'

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  3. ભારતમાં છેલ્લાં 24 કલાકમાં 478 નવા કેસ, કુલ સંખ્યા 2902એ પહોંચી

    આરોગ્ય વિભાગના અહેવાલ અનુસાર ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 2902એ પહોંચી ગઈ છે.

    આરોગ્ય વિભાગના અહેવાલ અનુસાર ભારતમાં કોવિડ-19ના કારણે 68 લોકોના મૃત્યુ થઈ ગયા છે. છેલ્લાં ત્રણ દિવસોમાં ભારતમાં કેસની સંખ્યામાં બે ગણો વધારો થયો છે.

    જેમાંથી અંદાજે 25 ટકા કેસ દિલ્હીમાં તબલીગી જમાતના ધાર્મિક કાર્યક્રમ સાથે જોડાયેલાં છે.

    આરોગ્ય વિભાગના કહેવા પ્રમાણે છેલ્લાં 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણના 478 નવા કેસ સામે આવ્યા છે. જે એક દિવમાં સૌથી મોટો વધારો છે.

    હાલ સુધી 183 દરદી સાજાં થયા છે.

  4. મહામારી બાદ હવે ભારત સહિત આ દેશોમાં આવશે મહામંદી?

    વિશ્વ બૅન્કે પોતાના અહેવાલમાં કહ્યું છે કે કોરોના વાઇરસની મહામારીને કારણે એશિયામાં ગરીબી વધી શકે છે. જાણો વિશ્વ બૅન્કે શું ચેતવણી આપી છે.

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  5. ગુજરાતમાં વધુ એક વ્યક્તિનું મૃત્યુ, કુલ કેસની સંખ્યા 105એ પહોંચી

    ગુજરાતમાં શનિવાર સવાર સુધીમાં કોરોના વાઇરસના કારણે વધુ એક દરદીનું મૃત્યુ થયું હતું. કોરોના વાઇરસના કારણે ગુજરાતમાં કુલ 10 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

    ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આ માહિતી આપી હતી.

    ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 105એ પહોંચી છે. જેમાંથી અડધોઅડધ કેસ બે જિલ્લામાં, અમદાવાદમાં 43 કેસ તથા સુરતમાં 12 કેસ છે.

    80 વર્ષની ઉંમરનાં મહિલા તથા સગર્ભા મહિલા સહિત કુલ વધુ ચાર પેશન્ટ 24 કલાક દરમિયાન ડિસ્ચાર્જ થયા.

    પોલીસ દ્વારા મળેલી માહિતીને આધારે નિઝામુદ્દીન ખાતેના ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેનારાઓની તપાસ હાથ ધરાઈ.

    ૩૩ કેસ આંતરરાષ્ટ્રીય પ્રવાસના, 10 કેસ આંતરરાજ્ય પ્રવાસના તથા 62 કેસ લોકલ ટ્રાન્સમિશનના છે.

    છેલ્લે ગુજરાત આરોગ્ય વિભાગના અગ્રચસિવ જયંતિ રવિએ લોકોને અપીલ કરી હતી કે ગુજરાતમાં જ્યાં-ક્યાંય સર્વે માટે આવતી ટીમની સાથે સંઘર્ષ ન કરતા તેમને સહકાર આપો.

    પ્રતિકાત્મક તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

  6. કોરોના વાઇરસથી કેમ નથી ડરી રહ્યો યુરોપનો આ દેશ?

    કોરોના વાઇરસને કારણે સમગ્ર વિશ્વમાં ભય ફેલાયેલો છે. પરંતુ યુરોપનો એક દેશ કોરોનાને રોકવાના પગલાં અન્ય દેશોની જેમ કેમ નથી લેતો?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  7. લોકડાઉનનો 10મો દિવસ કેવો રહ્યો

    • લૉકડાઉનના 10મા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કર્યું હતું.આ સંબોધનમાં તેમણે કોરોના વાઇરસના સંકટને પડકારવા લોકોને પાંચ એપ્રિલ રાત્રે નવ વાગ્યે નવ મિનિટ માટે ઘરની લાઇટ્સ ઓફ કરીને દરવાજા કે બાલ્કનીમાં ઊભા રહીને મીણબત્તી પ્રગટાવવા કે મોબાઇલની ફ્લેશ-લાઇટ ચાલુ કરવા આહ્વાન કર્યું હતું.ઉપરાંત તેમણે જનતાની શિસ્ત અને સેવાભાવની પ્રશંસા કરી હતી.
    • ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 95એ પહોંચી હતી અને મૃત્યુ પામનારની સંખ્યા 9 થઈ હતી. સાત વર્ષની બાળકી અને 17 વર્ષના સગીરને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો.
    • નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ આંતરરાષ્ટ્રીય અને ડૉમેસ્ટિક યાત્રી ફ્લાઇટ્સ પર 15 એપ્રિલ સુધી પ્રતિબંધ યથાવત્ રહેશે અને ફ્લાઇટ્સ શરૂ કરવા અંગે નિર્ણય પછી લેવામાં આવશે એમ કહ્યું.વધુમાં તેમણે કહ્યું, પરિસ્થિતિને જોતાં નિર્ણય કરવામાં આવશે કે કયા-કયા દેશોમાંથી ફ્લાઇટ્સને ભારત આવવા દેવી.
    • કોરોના વાઇરસ સામે લડવા વર્લ્ડ બૅન્કે ભારતને એક અબજ ડૉલરની મદદ આપવાની જાહેરાત કરી હતી.
    • શાહરૂખ ખાન પણ મદદ માટે આગળ આવ્યા હતા તેઓ મહારાષ્ટ્ર અને પશ્વિમ બંગાળમાં 50 હજાર જેટલી પીપીઇ કિટની વ્યવસ્થા કરશે.
    • પશ્વિમ રેલવે કોવિડ 90ના દર્દીઓ માટે ક્વોરૅન્ટીન અને આઇસોલેશન સુવિધા બનાવવા માટે 420 કોચ તૈયાર કરી રહ્યું છે. ગુજરાતમાં કાંકરિયા, અમદાવાદ, ગાંધીધામ અને ભૂજમાં કોચિંગ ડેપોમાં કોચ તૈયાર થઈ રહ્યા છે.
    • ભારતના પાડોશી દેશ પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાં સંપૂર્ણ લૉકડાઉન જાહેર કર્યું હતું.
    • યોગી સરકારે તબલીગી જમાતના સભ્યો પર એનએસએ લગાવ્યો હતો. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની એક હૉસ્પિટલમાં નર્સો સાથે અયોગ્ય વર્તન કરવાનો આરોપ તબલીગી જમાતના સભ્યો પર લાગ્યો હતો. આ મામલે ઉત્તર પ્રદેશ સરકારે આરોપીઓની સામે નેશનલ સિક્યૉરિટી ઍક્ટ લગાવ્યો હતો.
    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  8. ચીને કંઈ ટૅકનૉલૉજીની મદદથી કોરોના વાઇરસના ચેપને ફેલાતો અટકાવ્યો?

    જુઓ બીબીસી સમાચારમાં સમગ્ર વિશ્વ કેવી રીતે કોરોના વાઇરસ સંક્રમણના પ્રકોપથી લડી રહ્યું છે.

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  9. ગુજરાતમાં છ કરોડથી વધુ લોકોનો સર્વે પણ અનેક સવાલો ઊભા

  10. શનિવારની સ્થિતિ

    વિશ્વમાં કોરોના વાઇરસના કારણે 59 હજારથી વધારે લોકો મૃત્યુ પામ્યા છે.

    ગઈ કાલે ગુજરાતમાં પણ બે વ્યક્તિઓના મૃત્યુ થયા હતા.

    ગુજરાતમાં 95 પૉઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 10 દરદી સાજાં થઈ ગયાં છે, જ્યારે નવનાં મૃત્યુ થયાં છે.

    ભારતમાં ઍક્ટિવ કેસોની સંખ્યા 2322એ પહોંચી હતી, જ્યારે 62 મૃત્યુ થયાં છે અને 162 દરદી સાજા થયા છે.

    ગુજરાત તથા કેન્દ્ર સરકારના આંકડા સંબંધિત સરકારના આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલયના ડેશબૉર્ડ પરથી લેવામાં આવ્યા છે.

    વિશ્વની વાત કરીએ તો જોન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા મુજબ, વિશ્વભરમાં મરણાંક 59 હજારને પાર કરી ગયો છે. જેમાં સૌથી વધારે ઇટાલી (14,681) અને સ્પેનમાં 11,198 મૃત્યુ નોંધાયા છે. ત્યારે ફ્રાન્સમાં 6,507 મૃત્યુ થયાં છે.

    વિશ્વમાં કોરોનાના 10,97,909 કેસ નોંધાયેલા છે. સૌથી વધારે અમેરિકા (2,76,995), ઇટાલી (1,19,827) સ્પેન (1,19,199) અને જર્મનીમાં (91,159) કેસ નોંધાયેલા છે.

    કેસની સંખ્યા

    ઇમેજ સ્રોત, Getty Images

  11. કૂલ કેસ 11 લાખ

    જોન હૉપકિન્સ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા મુજબ વિશ્વમાં કૂલ કેસની સંખ્યા 11 લાખને સ્પર્શવા પર છે. જ્યારે 59 હજાર કરતાં વધુ મૃત્યુ થયાં છે.

    માસ્કધારી મહિલાની તસવીર

    ઇમેજ સ્રોત, Getty Images

  12. કોરોના સંબંધિત કવરેજ

    • કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ કઈ સપાટી પર કેટલો સમય જીવિત રહે છે?જાણવા માટે અહીં ક્લિક કરો.
    • કોરોના વાઇરસની રસી હાથવેંતમાં છે કે હજી વાર લાગશે?જાણવા માટે અહીં ક્લિક કરો.
    • ગુજરાત કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
    • કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો?જાણવા માટે અહીં ક્લિક કરો
    • કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે?જાણવા માટે અહીં ક્લિક કરો
    • 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશેજાણવા માટે અહીં ક્લિક કરો
    • ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં?જાણવા માટે અહીં ક્લિક કરો
    કોરોના વાઇરસ વિશે વધુ માહિતીની સ્ટ્રીપ