વિશ્વમાં મૃત્યુનો આંકડો 60 હજારને પાર, ભારતમાં ત્રણ હજારથી વધારે સંક્રમિત

ગુજરાત સહિત દેશ-વિદેશની કોરોના સંબંધિત માહિતી અહીં વાચો.

લાઇવ કવરેજ

  1. કોરોના વાઇરસ : ગુજરાત કમ્યુનિટી ટ્રાન્સમિશનના તબક્કામાં પ્રવેશી ગયું?

  2. બ્રેકિંગ, કોરોના વાઇરસ : ભારતમાં પૉઝિટિવ કેસોની સંખ્યા ત્રણ હજારને પાર, 75 લોકોનાં મૃત્યુ

    ભારતમાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસોની સંખ્યા ત્રણ હજારને વટાવી ચૂકી છે.

    સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પર પ્રકાશિત માહિતી પ્રમાણે ભારતમાં સંક્રમણના કેસ વધીને 3072 થઈ ગયા છે.

    જ્યારે કોરોના વાઇરસથી થયેલાં મૃત્યુની સંખ્યા 75 થઈ ગઈ છે.

    સૌથી વધારે પ્રભાવિત પાંચ રાજ્યો

    • મહારાષ્ટ્ર – 490 સંક્રમિત, 24નાં મૃત્યુ
    • દિલ્હી – 445 સંક્રમિત, 6નાં મૃત્યુ
    • તામિલનાડુ – 411 સંક્રમિત, બેનાં મૃત્યુ
    • કેરળ – 295 સંક્રમિત, બેનાં મૃત્યુ
    • રાજસ્થાન – 200 સંક્રમિત, કોઈ મૃત્યુ નહીં
  3. પોલીસ ઉપર થૂંકનાર આ વ્યક્તિ તબલીગી જમાત સાથે સંકળાયેલી?

  4. બ્રેકિંગ, કોરોના વાઇરસના સંક્રમણથી મૃત્યુનો આંકડો 60 હજારને પાર, ભારતમાં ત્રણ હજારથી વધારે સંક્રમિત

    દુનિયાભરમાં કોરોના વાઇરસના કારણે 60 હજાર કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયાં છે. જોહ્ન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા પ્રમાણે વિશ્વભરમાં મૃત્યુ પામનારાઓની કુલ સંખ્યા 60 હજાર 874 થઈ ગઈ છે.

    જ્યારે વૈશ્વિક સ્તરે કોરોના વાઇરસતી સંક્રમિતોની સંખ્યા 11 લાખ 39 હજાર થઈ ગઈ છે.

    આ ઉપરાંત ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા 3 હજારને પાર પહોંચી ગઈ છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  5. બ્રેકિંગ, ગુજરાતમાં નવા ત્રણ પૉઝિટિવ કેસ નોંધાતાં કુલ આંકડો 108એ પહોંચ્યો

    ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ જણાવે છે કે ગુજરાતમાં કોરોના વાઇરસના 84 ઍક્ટિવ કેસ છે. જેમની સ્થિતિ સ્થિર છે.

    તેમણે જણાવ્યું કે ગુજરાતમાં નવા ત્રણ પૉઝિટિવ કેસો નોંધાયા છે. જેથી કુલ પૉઝિટિવ કેસનો આંકડો 108એ પહોંચ્યો છે.

    104 હેલ્પલાઇન નંબર પર 33 હજાર જેટલા કૉલ આવ્યા હતા, 570 જેટલા નાગરિકોને તબીબી સહાય કરવામાં આવી છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  6. બ્રેકિંગ, ભારત-US પાર્ટનરશિપની પૂરી તાકાત કોરોના સામે લગાવાશે - નરેન્દ્ર મોદી

    સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેમણે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી છે.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે તેઓ અને ટ્રમ્પ ભારત-યુએસની પાર્ટનરશિપની પૂરી તાકાત કોરોના સામે લગાવી દેવા માટે સંમતિ સધાઈ છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  7. કોરોના વાઇરસના કેરને લીધે ક્રૂડઑઇલનો ભાવ 10 ડૉલર પ્રતિબેરલ પહોંચશે?

  8. બ્રેકિંગ, મરકઝમાંથી કાઢેલા 500 લોકોને કોરોનાનાં લક્ષણો દેખાયાં : મુખ્ય મંત્રી કેજરીવાલ

    દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, "મરકઝમાંથી 2300 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી 500 લોકોમાં આંશિક લક્ષણો દેખાયાં છેે. આ 500 લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે."

    "આ ઉપરાંત 1800 લોકો ક્વોરૅન્ટીન હેઠળ છે. અમે તમામ લોકોના ટેસ્ટ કરી રહ્યા છીએ. જેનાં પરિણામો 2-3 દિવસમાં આવી જશે."

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  9. બ્રેકિંગ, પાંચ એપ્રિલે કૉમ્પયૂટર, પંખા બંધ કરવાની જરૂર નથી : ઊર્જા મંત્રાલય

    કોરોના વાઇરસના સંક્રમણ વિરુદ્ધની લડાઈમાં સીધી રીતે સામેલ લોકોનો આભાર માનવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ એપ્રિલની રાત્રે નવ વાગ્યે લાઇટ ઑફ કરવાની અપીલ કરી હતી.

    વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ અપીલ બાદ વોલ્ટેજમાં ઉતાર-ચઢાવને લઈને ચિંતા વ્યક્ત કરાતી હતી.

    આ માલે ઊર્જા મંત્રાલયે સ્પષ્તા કરી છે અને કહ્યું છે, “વડા પ્રધાને પાંચ એપ્રિલે રાત્રે નવ વાગ્યે નવ મિનિટ માટે માત્ર લાઇટ બંધ કરવાની અપીલ કરી છે.”

    “સ્ટ્રીટ-લાઇટ, કૉમ્પ્યૂટર, ટીવી, પંખા, ફ્રીઝ અને એસી બંધ કરવાનું નથી કહ્યું.”

    આ ઉપરાંત એવું પણ કહ્યું, “હૉસ્પિટલ, પોલીસસ્ટેશન, મ્યુનિસિપલ સર્વિસ અને મૅન્યુફૅક્ચરિંગ સર્વિસમાં આ આપીલ લાગુ પડતી નથી. વડા પ્રધાનની અપીલ માત્ર ઘરોની લાઇટ બંધ કરવાની છે.”

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  10. રોજમદારોની મદદે આવ્યું બૉલીવુડ

    ‘હાથ મિલાવી ન શકીએ પણ સાથ તો નિભાવીએ’ સૂત્ર સાથે બૉલીવુડે કોરોના વાઇરસના સંક્રમણને કારણે લૉકડાઉનમાં મુશ્કેલી ભોગવી રહેલા રોજમદારો માટે અભિયાન શરૂ કર્યું છે.

    દેશભરના દસ લાખ રોજમદારો અને અન્ય જરૂરિયાતમંદોની વહારે પચાસ જેટલા ફિલ્મકાર અને કલાકાર આવ્યા છે.

    આ અભિયાનનું નેતૃત્વ ફિલ્મકાર રાજકુમાર હિરાણી કરી રહ્યા છે. આ અભિયાનને ‘આઈ સ્ટૅન્ડ વિથ હ્યુમૅનિટી’ નામ આપવામાં આવ્યું છે. જેમાં શ્રી શ્રી રવિશંકરનું આર્ટ ઑફ લિવિંગ ફાઉન્ડેશન પણ સામેલ છે.

  11. બ્રેકિંગ, રવિવારે રાત્રે સ્ટ્રીટ-લાઇટ્સ ચાલુ જ રહેશે - નીતિન પટેલ

    રાજ્યના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું, "રવિવારે રાત્રે મહાનગરપાલિકા, નગરપાલિકામાં સ્ટ્રીટ-લાઇટ્સ ચાલુ રહેશે; માત્ર લાઇટ્સ જ બંધ કરવાની છે અન્ય વીજઉપકરણો નહીં."

    ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે રાત્રે નવ વાગ્યે નવ મિનિટ માટે ઘરોની લાઇટો બંધ કરીને બાલ્કની અથવા બારી પાસે મીણબત્તી અથવા દીવો પ્રગટાવીને ઊભા રહેવાનું આહ્વાન કર્યું છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  12. ગુજરાતમાં સરકારી આંટીઘૂટીમાં અટવાયું ગરીબોનું રૅશન

  13. બ્રેકિંગ, મરકઝમાં ભાગ લેનાર નવસારીના સાત શખ્સોની ઓળખ થઈ, કુલ આંક 110 પર પહોંચ્યો

    ગુજરાતના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે દિલ્હીના નિઝામુદ્દીન મરકઝમાં ભાગ લેનાર નવસારીના વધુ સાત શખ્સની ઓળખ થઈ છે, જેની સાથે કુલ આંક 110 પર પહોંચ્યો છે અને 10 ઇસમો વિરુદ્ધ ચાર ફરિયાદ દાખલ કરાઈ છે.

    તેમણે જણાવ્યું છે કે આવશ્યક સેવાઓ માટે કેટલાંક વાહનોને પરવાના મળેલા છે, પરંતુ તેઓ મુસાફરોની હેરફેર કરતાં માલૂમ પડ્યાં છે. ઑટોમેટિક નંબરપ્લૅટ ડિટેક્શનની મદદથી બિનજરૂરી હરફર કરનારાં વાહનોની ઉપર નજર રખાઈ રહી છે.

    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  14. વિશ્વમાં મૃત્યુનો આંકડો 60 હજારને પાર, ભારતમાં ત્રણ હજારથી વધારે સંક્રમિત

  15. બ્રેકિંગ, સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં 809 લોકોનાં મૃત્યુ

    સ્પેનમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના કારણે 809 લોકોનાં મૃત્યુ થયાં છે. આ સાથે જ કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 11,744 થઈ ગઈ છે.

    સ્પેનમાં કોરોના વાઇરસથી સંક્રમિત લોકોની સંખ્યા ઇટાલી કરતાં વધારે થઈ ગઈ છે. અહીં સંક્રમિતોની કુલ સંખ્યા એક લાખ 24 હજાર 736 થઈ ગઈ છે.

    સ્પેન

    ઇમેજ સ્રોત, Getty Images

  16. બ્રેકિંગ, કોરોના વાઇરસ : અમદાવાદમાં પોલીસે કુલ ત્રણ હજાર કરતાં વધારે લોકોની અટક કરી

    કોરોના વાઇરસનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે, ત્યારે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    ગુજરાત સહિત દેશભરમાં લૉક-ડાઉન કરવામાં આવ્યું છે, આ ઉપરાંત કલમ 144 પણ લાગુ કરી દેવામાં આવી છે.

    આ દરમિયાન સરકારની સૂચનાઓનું પાલન નહીં કરનાર લોકો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

    અમદાવાદ શહેર પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં ચોથી એપ્રિલ સુધીમાં આ મામલે 1035 ગુના દાખલ કરવામાં આવ્યા છે અને 3091 લોકોની અટકાયત કરવામાં આવી છે.

    3091 પૈકી 2960 લોકોની અટકાયત આઈપીસી કલમ 144ના ભંગ બદલ કરવામાં આવી છે.

    અમદાવાદમાં હોમ ક્વોરૅન્ટીનમાં કુલ 2236 લોકો છે, જે પૈકી 1696 લોકોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે.

  17. બ્રેકિંગ, કોરોના વાઇરસ : જ્યારે ત્રણ મિનિટ માટે આખું ચીન થંભી ગયું

    ચીનમાં જે લોકોનાં કોરોના વાઇરસના સંક્રમણના કારણે મૃત્યુ થયાં છે, તેમની યાદમાં ત્રણ મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. ચીનના સ્થાનિક સમય પ્રમાણે સવારે દસ વાગ્યે આખો દેશ ત્રણ મિનિટ માટે થંભી ગયો હતો.

    કાર, ટ્રેન અને શિપ તમામને ત્રણ મિનિટ માટે રોકી દેવામાં આવ્યાં હતાં.

    ચીનના રાષ્ટ્રધ્વજને પણ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. ચીનનું વુહાન કોરોના વાઇરસના સંક્રમણનો ગઢ હતો. અહીં જ ડિસેમ્બર 2019માં કોરોના વાઇરસથી સંક્રમણનો પહેલો કેસ નોંધાયો હતો.

    શહેરી વિસ્તારોમાં તમામ ટ્રાફિક-લાઇટ્સને લાલ કરી દેવામાં આવી હતી અને જે ગાડીઓ જ્યાં હતી, તેને ત્યાં જ રોકી દેવાઈ હતી.

    ચીનમાં કોરોના વાઇરસથી કુલ 3,300 લોકોનાં મૃત્યુ થયાં છે. એમાંથી 14 મેડિકલ કર્મચારીઓ હતા. જોકે નિષ્ણાતો કહે છે કે મૃતકોની વાસ્તવિક સંખ્યા જુદી જ હશે.

    જ્યારે ચીન થંભી ગયું

    ઇમેજ સ્રોત, Getty Images

  18. કોરોના વાઇરસનો અંત કેવી રીતે આવશે અને જીવન સામાન્ય ક્યારે થશે?

    કોરોના વાઇરસના કારણે આખી દુનિયા પર જાણે શટર લાગી ગયું છે.

    જે સ્થળો પર એક સમયે લોકોની ભીડ જામેલી હતી, ત્યાં આજે સન્નાટો પ્રસરી ગયો છે.

    શહેરોમાં લૉક-ડાઉન છે, સ્કૂલો બંધ છે, યાત્રા કરવા પર પ્રતિબંધો લગાવી દેવાયા છે અને એક લોકોને એકત્રિત થવા પર મનાઈ ફરમાવી દેવાઈ છે. ત્યારે જાણો કોરોના વાઇરસનો અંત ક્યારે આવશે અને જીવન સામાન્ય ક્યારે થશે?

    બદલો YouTube કન્ટેન્ટ
    Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી. YouTube કન્ટેન્ટમાં જાહેરાત હોઈ શકે છે.

    YouTube કન્ટેન્ટ પૂર્ણ

  19. બ્રેકિંગ, ગુજરાતના 50 લાખ પરિવારોને નિઃશુલ્ક અનાજ મળ્યું : ગુજરાત સરકાર

    ગુજરાતના મુખ્ય મંત્રી કાર્યાલયના સેક્રેટરી અશ્વિની કુમારે રાજ્યમાં દૂધ, શાકભાજી અને ફળફળાદી સહિતની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની આવક અને વિતરણ નિયમિત હોવાનો દાવો કર્યો હતો.

    આ ઉપરાંત તેમણે આ વિગતો પણ આપી હતી.

    • ગુજરાતના લગભગ 50 લાખ પરિવારોને નિઃશુલ્ક અનાજ મળ્યું, કુલ 64.5 લાભાર્થી પરિવાર
    • 'અન્નમ્ બ્રહ્મમ્' યોજના હેઠળ પરપ્રાંતીય શ્રમિક પરિવારોને અનાજ અપાશે, સુરતમાં પાંચ હજાર પરિવારોએ લાભ લીધો.
    • જિલ્લા કક્ષાએ 1077 તથા રાજ્યસ્તરે 1070 ઉપર કોઈ સમસ્યા હોય તો કૉલ કરવા અપીલ કરાઈ.
    • અમદાવાદની જમાલપુર શાકમાર્કેટને જેતલપુર યાર્ડ ખાતે ખસેડવાની તજવીજ ચાલુ
    બદલો X કન્ટેન્ટ
    X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

    આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

    બીબીસી બહારની સાઇટ્સના કન્ટેન્ટ માટે જવાબદાર નથી.

    X કન્ટેન્ટ પૂર્ણ

  20. નિઝામુદ્દીન મરકઝના મૌલાના મોહમ્મદ સાદ કાંધલવી કોણ છે?