ઑસ્ટ્રેલિયાએ છઠ્ઠી વાર મહિલા ટી-20 વર્લ્ડકપ જીત્યો, દક્ષિણ આફ્રિકાને 19 રને હરાવ્યું

ઑસ્ટ્રેલિયા

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
લાઇન
  • ઑસ્ટ્રેલિયા છઠ્ઠી વાર મહિલા ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન બન્યું
  • ઑસ્ટ્રેલિયાએ 7 ફાઈનલ પૈકી 6માં જીત મેળવી
  • ઑસ્ટ્રેલિયાએ તેની છેલ્લી 20 ટી-20માંથી 19 જીતી હતી
  • 11 વખત સેમિફાઇનલ રમ્યા પછી દક્ષિણ આફ્રિકાએ ફાઈનલમાં પ્રવેશી નહીં શકવાનું મેણું ભાંગ્યું
  • આક્રમક બેટિંગ, બૉલિંગ અને ચપળ ફિલ્ડિંગ ઑસ્ટ્રેલિયાનું જમા પાસું રહ્યું, ટીમ એક-એક રન બચાવી જાણે છે અને એમ જ કર્યું
લાઇન

વધુ એક મહિલા ટી-20 વર્લ્ડકપ ટ્રૉફી ઑસ્ટ્રેલિયાના ખાતામાં ગઈ છે.

આ સાથે ઑસ્ટ્રેલિયા છઠ્ઠી વાર મહિલા ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે. આ પૂર્વે ઑસ્ટ્રેલિયાએ 6 ફાઇનલ પૈકી પાંચમાં જીત મેળવી હતી.

જ્યારે યજમાન દક્ષિણ આફ્રિકા માટે પુરુષ અને મહિલા ક્રિકેટ બંનેના ઇતિહાસમાં પ્રથમ વખત વર્લ્ડકપની ફાઇનલ રમવાનો અવસર હતો.

યજમાન દક્ષિણ આફ્રિકાના કેપટાઉનના ન્યૂલૅન્ડ્સ મેદાન રમાયેલી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી હતી.

ઑસ્ટ્રેલિયાએ 6 વિકેટ ગુમાવીને 156 રન બનાવ્યા હતા.

line

બેથ મૂનીની આક્રમક રમત

મૂની

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મૂની

ઑસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને જીત માટે 157 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં દક્ષિણ આફ્રિકા 6 વિકેટે માત્ર 137 રન બનાવી શક્યું હતું.

દક્ષિણ આફ્રિકાએ ઑસ્ટ્રેલિયાની નિયમિત અંતરે વિકેટ ખેરવી હતી. જોકે બેથ મૂની પોતાની વિકેટ બચાવામાં સફળ રહ્યાં હતાં. મૂનીએ 53 બૉલમાં અણનમ 74 રન ફટકાર્યા હતા.

ઑસ્ટ્રેલિયા તરફથી ઓપનર એલિસા હેલીએ 20 બૉલમાં 18 રન, આક્રમક બૅટર અને ઊંચા શૉટ મારવા માટે જાણીતાં ગાર્ડનરે 21 બૉલમાં 29 રન, ગ્રેસ હૅરિસે 9 બૉલમાં 10 રન બનાવ્યા હતા.

દક્ષિણ આફ્રિકા તરફથી બૉલર શબનીમે અને મેરીઝાનેએ 2-2 વિકેટ ઝડપી હતી.

દક્ષિણ આફ્રિકા તરફથી તઝમીને 17 બૉલમાં 10 રન, મેરીઝાને 11 બૉલમાં 11 રન કર્યા હતા, જ્યારે કપ્તાન સુને લૂસ 5 બૉલમાં માત્ર 2 રન બનાવીને રન આઉટ થયાં હતાં.

એક તબક્કે આફ્રિકાએ 10.4 ઓવરમાં માત્ર 54 રન બનાવીને 3 વિકેટ ગુમાવી દીધી હતી. લૉરા વુલવર્ટે એક છેડો સાચવીને 43 બૉલમાં અર્ધશતક પૂરું કર્યું હતું અને મૅચનો રોમાંચ જાળવી રાખ્યો હતો.

લૉરા વુલવર્ટે 48 બૉલમાં 61 રન બનાવ્યાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લૉરા વુલવર્ટે 48 બૉલમાં 61 રન બનાવ્યાં

પરંતુ તેઓ 48 બૉલમાં 61 રન બનાવીને આઉટ થઈ ગયાં હતાં.

ક્લૉ ટ્રિયોને 23 બૉલમાં 25 રન કર્યા હતા. અન્ય કોઈ દક્ષિણ આફ્રિકી બૅટર ઑસ્ટ્રેલિયન બૉલરનો સામનો કરીને ઝડપી રન બનાવવામાં નિષ્ફળ નીવડ્યાં હતાં.

ઑસ્ટ્રેલિયાએ ચુસ્ત ફિલ્ડિંગનો પણ પરિચય આપ્યો હતો.

line

12 સેમિફાઇનલ પછી ફાઇનલ પ્રવેશ

મૅચ

ઇમેજ સ્રોત, Getty Images

જોકે 11 વખત સેમિફાઇનલ રમ્યા પછી દક્ષિણ આફ્રિકાના કપ્તાન સુને લુસે ફાઈનલમાં પ્રવેશી નહીં શકવાનું મેણું ભાંગ્યું હતું.

ઑસ્ટ્રેલિયા ભારત સામે સેમિફાઇનલમાં સહેજ માટે હારતા બચી ગયું હતું, જ્યારે સારી રનરેટના સહારે માંડ સેમિફાઇનલમાં પ્રવેશેલી દક્ષિણ આફ્રિકાએ ઇંગ્લૅન્ડ સામેની મૅચ છેલ્લી ઓવરમાં જીતી હતી.

ઑસ્ટ્રેલિયાનો પક્ષ મજબૂત મનાઈ રહ્યો હતો. તેમની પાસે ડઝન જેટલી વર્લ્ડકપ ફાઇનલ રમવાનો અનુભવ અને મજબૂત બૅટર-બૉલર છે.

દક્ષિણ આફ્રિકાની ટીમે અપેક્ષા કરતાં વધારે સારું પ્રદર્શન કર્યું હોવાથી તેની ઉપર ભારણ નહોતું. ટીમ મુક્તમને રમી શકે તેમ હતી.

દક્ષિણ આફ્રિકા સેમિફાઇનલમાં ઈંગ્લૅન્ડને પછાડીને અપસેટ સર્જી ચૂક્યું હતું. વધુ એક અપસેટ સર્જીને ઇતિહાસ સર્જવાની અપેક્ષા હતી.

ઑસ્ટ્રેલિયાએ ગ્રૂપ સ્ટેજમાં દક્ષિણ આફ્રિકાને આરામથી હરાવી દીધું હતું. જોકે લુસે કહ્યું હતું કે તેમની ટીમે હારમાંથી શીખ મેળવી હતી.

દક્ષિણ આફ્રિકાનું મજબૂત પાસું તેમની પાસે મેરિઝેન કેપ, શબનીમ ઈસ્માઈલ અને અયાબોંગા ખાકા જેવાં વિશ્વ શ્રેષ્ઠ ફાસ્ટ બૉલર છે.

જ્યારે ઑસ્ટ્રેલિયાનું સૌથી મોટું જમા પાસું એ છે કે ઑસ્ટ્રેલિયાએ તેમની છેલ્લી 20 ટી-20માંથી 19 જીતી હતી.

ચપળ ફિલ્ડિંગ પણ ઑસ્ટ્રેલિયાનું જમા પાસું છે, તેઓ બાઉન્ડરી બચાવે છે, એક-એક રન બચાવી જાણે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન