નેપાળમાં એવું ભયાનક પૂર આવ્યું કે ગામોનાં ગામ તબાહ થઈ ગયાં, તારાજીની તસવીરો
નેપાળના રસુવા જિલ્લાના ભોટે કોશી નદીમાં આવેલા પૂરને કારણે દેશના અલગ-અલગ જિલ્લામાં ઓછામાં ઓછા 95નાં મૃત્યુ થયાંની પુષ્ટિ થઈ છે.
નેપાળ પર્યટન બોર્ડે જણાવ્યું છે કે 291 વિદેશીઓ સહિત 384 પર્યટકો સાથે સંપર્ક નથી.
નેપાળ પર્યટન બોર્ડે જણાવ્યું, વિભિન્ન ટ્રાવેલ એજન્સીઓ દ્વારા આપવામાં આવેલી જાણકારીઓ અનુસાર આ પૂરને કારણે 291 વિદેશી પર્યટકો અને 93 નેપાળી નાગરિકો લાપતા છે અને તેમની સાથે સંપર્ક નથી થઈ રહ્યો. જેમાં 100થી વધુ પર્યટકો ભારતીય છે.

ઇમેજ સ્રોત, RSS
બુધવારે વહેલી સવારે નેપાળની રાજધાની કાઠમાંડૂના ઉત્તરમાં સ્થિત રસુવા વિસ્તારમાં ભયંકર પૂર આવ્યું છે. આ વિસ્તાર તિબેટથી લાગેલો છે અને ચીન સાથે નેપાળના મુખ્ય વ્યાપારના માર્ગમાં આવે છે.
અધિકારીઓનું માનવું છે કે તિબેટથી નેપાળ તરફ વહેનારી ભોટે કોશી નદીમાં પડેલો બરફ પિઘળવાને કારણે આ પૂર આવ્યું હતું. આ સાથે ત્રિશૂલી નદીમાં પણ પૂર આવ્યું છે.
નદીના વહેણના વિસ્તારમાં સ્થિત જિલ્લામાં હાઇ ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે. રસુવાના મુખ્ય જિલ્લા અધિકારી નરેન્દ્ર પરિયારે બીબીસી ન્યૂઝ નેપાળીને જણાવ્યું કે અધિકારીઓને ભારે નુકસાનની આશંકા છે.
હાલ નુકસાનનું આકલન કરવાનું બાકી છે.

ઇમેજ સ્રોત, Shaktimaya Tamang

ઇમેજ સ્રોત, RSS

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ સ્રોત, Lenin Ranjit

ઇમેજ સ્રોત, RSS

ઇમેજ સ્રોત, RSS

ઇમેજ સ્રોત, RSS
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર






















