ટેક્સાસ હત્યાકાંડ: ગોળીબારમાં મૃત્યુ પામનારાં શિક્ષિકાનાં પતિનું હાર્ટ ઍટેકથી મૃત્યુ
અમેરિકાના ટેકસાસમાં થયેલા ગોળીબારમાં નવો વળાંક આવ્યો છે. હત્યાકાંડમાં મૃત શિક્ષિકાનાં પતિનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું છે.

ઇમેજ સ્રોત, Getty Images
મૃતકનું નામ જો ગ્રૅસિયા છે. તેમનાં પત્ની ઇરમા છેલ્લા 23 વર્ષથી રૉબ ઍલિમેન્ટ્રી સ્કૂલમાં ભણાવતાં હતાં. દંપતીનાં મૃત્યુથી 24 વર્ષના લગ્નજીવનથી જન્મેલાં ચાર સંતાનો નોધારા બની ગયા છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે 18 વર્ષીય યુવકે અંધાધુંધ ગોળીબાર કરીને 21 લોકોને મોતને ઘાટ ઉતારી દીધાં હતાં, જેમાં તેના બે શિક્ષિકાનો પણ સમાવેશ થતો હતો, જેમાંથી એક ઇરમા પણ હતાં. આ સિવાય 19 બાળકો મૃત્યુ પામ્યાં હતાં, જ્યારે 17 અન્ય ઘાયલ થયાં હતાં.

સહાયની સરવાણી

ગુરૂવારે રાત્રે ગ્રૅસિયા પરિવારને સહાય માટે 10 હજાર ડૉલર માટ ટહેલ નાખવામાં આવી હતી, પરંતુ ગણતરીની કલાકોમાં જ 16 લાખ ડૉલર જેટલી રકમ ઊભી થઈ ગઈ હતી, જે ભારતીય ચલણ મુજબ 12 કરોડ 41 લાખ જેટલી થવા જાય છે.
ઇરમા ગ્રૅસિયાના પિત્રાઈ ડેબરા ઑસ્ટિને પર મદદ માટે ટહેલ નાખી હતી. સાથે જ તેમણે લખ્યું, "હું ખરેખર માનું છું કે હૃદયભગ્ન થવાથી જો મૃત્યુ પામ્યાં."
ઇરમાનાં અન્ય એક સંબંધી જોન માર્ટિનેઝે ટ્વિટર ઉપર લખ્યું કે પત્નીની હત્યા બાદ "શોકને કારણે તેમનું મૃત્યુ થયું" તેમણે અખબાર 'ન્યૂ યૉર્ક ટાઇમ્સ'ને જણાવ્યું કે અધિકારીઓને ઇરમા ગ્રૅસિયા મૃતાવસ્થામાં મળ્યાં, "ત્યારે તેમણે બાળકોને છેલ્લા શ્વાસ સુધી પોતાની બાથમાં રાખ્યાં હતાં."
ફૉક્સ નેટવર્કના સ્થાનિક સહયોગીના રિપોર્ટ પ્રમાણે જો ગ્રૅસિયાનું હાર્ટઍટેકને કારણે મૃત્યુ થયું. મૃત દંપતીને બે પુત્ર તથા બે પુત્રી એમ ચાર સંતાન છે, તેમની ઉંમર 12થી 23 વર્ષની વચ્ચે છે.
ફંડ રેઇઝિંગ પેજ પર માર્ટિન્ઝે લખ્યું, "તેમણે વર્ગખંડનાં બાળકોને બચાવતાં-બચાવતાં પોતાના પ્રાણોની આહૂતિ આપી." સાથે જ ઉમેર્યું, "તે મારાં નાયક હતાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગોળીબારમાં ઇરમા ઉપરાંત ઇવા મિરેલ્સનું પણ અવસાન થયું હતું. બંને છેલ્લા પાંચ વર્ષથી આ શાળામાં એકસાથે ભણાવતાં હતાં અને સંયુક્ત રીતે તેમનો અનુભવ 40 વર્ષ જેટલો હતો.

' હત્યારાને કોઈએ અટકાવ્યો નહીં'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ટેક્સાસ પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે, હુમલાખોર વિદ્યાર્થી કોઈપણ પ્રકારની અડચણ વગર શાળામાં પ્રવેશી ગયો હતો. વળી, એ સમયે શાળાનો દરવાજો બંધ હતો કે નહીં, તે પણ અસ્પષ્ટ છે.
પોલીસ દ્વારા પ્રાથમિકસ્તરે જે માહિતી આપવામાં આવી હતી, તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંદૂકધારીએ ગાર્ડને ગોળી મારી હતી. હવે, અપાઈ રહેલી માહિતી મુજબ ત્યાં ગાર્ડ હતો જ નહીં.
બંદૂકધારી સ્કૂલમાં લગભગ સવારે 11 વાગ્યા અને 40 મિનિટ આસપાસ પહોંચ્યો અને પોલીસ ચારેક મિનિટમાં જ ત્યાં પહોંચી ગઈ હતી. જોકે, એક કલાક સુધી બંદૂકધારી મોત વરસાવતો રહ્યો હતો. યુએસ બૉર્ડર પોલીસની વિશેષ ટુકડીએ તેને ઠાર માર્યો હતો.
કેટલાંક પ્રત્યક્ષદર્શીઓનો આરોપ છે કે હુમલાખોરનો સામનો કરવામાં પોલીસ ગભરાઈ રહી હતી એટલે જ તે અંદર નહોતી પ્રવેશી રહી. વાઇરલ થઈ રહેલાં વીડિયોમાં જોઈ શકાય છે કે પરિવારજનો પોલીસને અંદર પ્રવેશવા આજીજી કરી રહ્યાં હતાં.
હુમલામાં મૃત એક વિદ્યાર્થીનાં પિતાએ ન્યૂઝ એજન્સી ઍસોસિયેટેડ પ્રેસને જણાવ્યું કે પ્રતિકાર કરવામાં પોલીસની ઢીલને જોતાં હાજર રહેલા અન્ય લોકોની સાથે તેમણે અંદર ધસી જવાનું વિચાર્યું હતું.
એંજેલી રોઝ ગોમેઝ નામનાં માતાએ 'વૉલ સ્ટ્રીટ જનરલ' સાથે વાત કરતાં આરોપ મૂક્યો હતો કે તેણે પોલીસને અંદર પ્રવેશવાની કાકલૂદી કરતાં પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરવાના આરોપ સબબ તેમને હાથકડી પહેરાવી દેવામાં આવી હતી. એક પિતાને પોલીસ દ્વારા જમીન ઉપર પટકી દેવામાં આવ્યા હતા, અન્ય એક પિતા ઉપર પેપર સ્પ્રૅનો છંટકાવ કરવામાં આવ્યો હતો, જ્યારે ત્રીજા પિતા પર ટેઝર ગનનો (વીજળીનો આંચકો આપતું સાધન) પ્રયોગ કરવામાં આવ્યો હતો.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો























