'રશિયા બીજા વિશ્વ યુદ્ધ પછી યુરોપમાં સૌથી મોટા યુદ્ધની તૈયારી કરી રહ્યું છે' - બ્રિટિશ પીએમ બોરિસ જોન્સન
રશિયા યુરોપમાં 1945 બાદ સૌથી મોટા યુદ્ધની તૈયારી કરી રહ્યું છે આ વાત બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને બીબીસીને કહી છે.
બીબીસી સાથે વાત કરતાં બ્રિટનના વડા પ્રધાને કહ્યું કે રશિયા બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપમાં સૌથી મોટા જંગની તૈયારી કરી રહ્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી સંવાદદાતા સોફી રાવર્થને આપેલા ઇન્ટરવ્યૂમાં બોરિસ જોન્સને કહ્યું કે એવા સંકેત છે કે અમુક રીતે રશિયાએ પોતાની તૈયારીને અંજામ આપવાનું પણ શરૂ કરી દીધું છે.
યુકેના વડા પ્રધાન જોન્સને કહ્યું કે, "ગુપ્ત માહિતી પ્રમાણે રશિયાનો ઇરાદો યુક્રેન પર એવી રીતે હુમલો કરવાનો છે, તે રાજધાની કિવની ઘેરાબંધી કરી લે."
મ્યુનિખમાં દુનિયાભરના ટોચના નેતાઓની વાર્ષિક સુરક્ષા કૉન્ફરન્સમાં વડા પ્રધાને કહ્યું, 'લોકોએ સમજવું પડશે કે આનાથી માનવ જીવનને ભારે નુકસાન થઈ શકે છે.'

'બીજા વિશ્વયુદ્ધ પછીના સૌથી મોટા યુદ્ધની તૈયારી'
બોરિસ જોન્સને કહ્યું, "જે તૈયારીઓ અમે જોઈ રહ્યા છીએ, એ કંઈક એવી છે જે 1945 બાદ યુરોપમાં સૌથી મોટું યુદ્ધ થઈ શકે છે. માત્ર પૂર્વના માર્ગ, ડોનબાસ ક્ષેત્ર તરફથી હુમલાની સંભાવના દેખાઈ રહી છે. અમને મળેલી ગુપ્ત માહિતી પ્રમાણે બેલારુસના રસ્તે પણ થઈ શકે છે."
"જેથી રાજધાની કીવને ઘેરી શકાય. મને લાગે છે કે લોકોએ એ સમજવાની જરૂર છે કે આમાં ના માત્ર યુક્રેન પરંતુ રશિયાને પણ મોટી સંખ્યામાં પોતાના લોકોના જીવ ગુમાવવા પડી શકે છે. '
પશ્ચિમના દેશના અધિકારીઓએ તાજેતરમાં જ જાણકારી આપી હતી કે રશિયા કોઈ પણ સમયે યુક્રેન પર હુમલો કરી શકે છે. જોકે, રશિયાએ આ દાવાનું ખંડન કર્યું હતું. તેણે કહ્યું હતું કે તેમના સૈનિક આ ક્ષેત્રમાં સૈન્ય અભ્યાસ કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુક્રેન પર રશિયાના હુમલાનો ખતરો હજી પણ તોળાઈ રહ્યો છે કે નહીં. આ સવાલના જવાબમાં જોન્સને કહ્યું, 'મને ડર છે કે સંકેત આવા જ કંઈક છે. સત્ય એ છે કે તમામ સંકેતો એવા છે કે રશિયાએ યુદ્ધની તૈયારીઓને કંઈક રીતે આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે.'
તેમણે કહ્યું, "મને જે યોજના દેખાઈ રહી છે તે કંઈક એવી છે કે યુરોપમાં 1945 બાદ સૌથી મોટું યુદ્ધ થઈ શકે છે. લોકોએ માત્ર યુક્રેનમાં સંભવિત મોત વિશે નહીં પરંતુ યુવા રશિયન લોકોના જીવ વિશે પણ વિચારવાની જરૂરિયાત છે."
બોરિસ જોન્સને દુનિયાના નેતાઓને કહ્યું કે, "જો રશિયા યુક્રેન પર હુમલો કરશે તો તેની અસર સમગ્ર દુનિયા પર થઈ શકે છે."
યુક્રેનની સરહદે કેટલા સૈનિકો છે?
અમેરિકાની સરકાર તરફથી જારી કરવામાં આવેલા હાલના અનુમાન મુજબ યુક્રેનની સરહદ પર લગભગ 1 લાખ 69 હજારથી 1 લાખ 90 હજારની વચ્ચે રશિયન સૈનિકો તહેનાત છે. આ સૈનિકો રશિયા અને પાડોશી દેશ બેલારુસમાં છે. જેમાં પૂર્વ યુરોપના વિદ્રોહી ગ્રૂપના કેટલાક લોકો પણ સામેલ છે.




આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
























