ઓમિક્રૉનના કેસ વધતાં ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જેસિંડા અર્ડર્ને પોતાના લગ્ન બંધ રાખ્યાં - Top News

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જેસિંડા અર્ડર્ને દેશમાં નવા કોવિડ પ્રતિબંધોને કારણે તેમના લગ્ન બંધ રાખ્યાં છે.

દેશમાં ઓમિક્રૉનને કારણે નવા કોવિડ પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

આ પ્રતિબંધો હેઠળ કોઈ કાર્યક્રમમાં 100 વૅક્સિનેટેડ લોકોને જ સામેલ થવાની મંજૂરી છે. તેમજ દુકાનો અને સાર્વજનિક પરિવહનમાં માસ્ક પહેરવું અનિવાર્ય છે.

ન્યૂઝીલૅન્ડ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જેસિંડા અર્ડર્ન

ન્યૂઝીલૅન્ડમાં અત્યાર સુધીમાં કોરોના વાઇરસના 15,104 કેસ નોંધાયા છે અને 52 લોકો મૃત્યુ પામ્યાં છે.

અર્ડર્ને કહ્યું કે "હું અલગ નથી, ન્યૂઝીલૅન્ડમાં હજારો લોકો મહામારીથી પ્રભાવિત છે. પોતાના નજીકના લોકો સાથે કપરા સમયે સાથે ન રહી શકવું એ સૌથી દુખદાયક બાબત છે."

અધિકારીઓનું કહેવું છે કે કેટલાક કેસ આવ્યા બાદ કૉમ્યુનિટી ટ્રાન્સમિશનમાં ઝડપ જોવા મળી છે.

ન્યૂઝીલૅન્ડ હેરાલ્ડના રિપોર્ટ અનુસાર ઇનડોર સ્થળોએ કોઈ કાર્યક્રમમાં માત્ર 100 વૅક્સિનેટેડ કે 25 સામાન્ય લોકો ભાગ લઈ શકે છે. આ નિયમ લગ્ન અને જિમ પર પણ લાગુ થાય છે.

line

ભારતમાં કોરોનાના 3.33 લાખ નવા કેસ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, EPA

ભારતમાં રવિવારે ગત 24 કલાક દરમિયાન કોરોના વાઇરસ સંક્રમણના 3.33 લાખથી વધુ કેસ સામે આવ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર કોરોનાના દૈનિક નવા કેસમાં ઘટાડો થયો છે. રવિવારના સંક્રમણના 3,33,533 નવા કેસ સામે આવ્યા જે શનિવારની સરખામણીમાં 4,171 ઓછા છે.

આ સમય દરમિયાન 525 લોકો મૃત્યુ પામ્યાં છે, સાથે જ 2,59,168 લોકો આ રોગથી સાજા થયા છે.

દેશમાં આ સમયે કોરોના વાઇરસ સંક્રમણના કુલ સક્રિય કેસની સંખ્યા 21,87,205 થઈ ગઈ છે.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો