આર્યન ખાન સાથે તસવીર લેનાર કિરણ ગોસાવી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ - BBC TOP NEWS

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

શાહરુખ ખાનના દીકરા આર્યન ખાન સાથેની સેલ્ફી બાદ ચર્ચામાં આવેલા એનસીબીના સાક્ષી કિરણ ગોસાવી વિરુદ્ધ પાલઘરમાં પોલીસફરિયાદ નોંધાઈ છે.

ધ હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે કિરણ ગોસાવી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. તેમની પર આરોપ છે કે તેમણે પાલઘરના બે યુવકો સાથે વિદેશમાં નોકરી અપાવવાના બહાને ત્રણ વર્ષ પહેલાં છેતરપિંડી કરી હતી.

આર્યન ખાન સાથે તસવીર લેનાર કિરણ ગોસાવી વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ઇમેજ સ્રોત, Kiran Gosavi

ઇમેજ કૅપ્શન, આર્યન ખાન સાથે તસવીર લેનાર કિરણ ગોસાવી વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ડ્રગ કેસમાં આર્યન ખાનની એનસીબી દ્વારા અટકાયત થઈ એ વખતે સેલ્ફી લેનાર વ્યક્તિ એ આ કિરણ ગોસાવી છે, તેઓ પ્રાઇવેટ ડિટેક્ટિવ હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.

ગોસાવી વિરુદ્ધ 2019માં ફરિયાદ મળી હતી પણ એફઆઈઆર સોમવારે નોંધવામાં આવી હતી.

આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ભીમસેન ગાયકવાડે કહ્યું છે કે, "હું સ્વીકારું છું કે અમે તપાસ કરી રહ્યા હતા એટલે એફઆઈઆર નોંધવામાં મોડું થયું છે."

"હવે એફઆઈઆર નોંધાઈ ગઈ છે અને અમે ગોસાવીને પકડવા માટે ટીમ બનાવી છે, તે ભારતમાં જ ક્યાંક છુપાયેલા છે."

અન્ય મીડિયા સંસ્થાઓના અહેવાલો પ્રમાણ ગોસાવીનાં આસિસ્ટન્ટ શેરબાનો કુરૈશીની પુણે પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે.

line

સંપૂર્ણ રસીકરણ છતાં USના પૂર્વ સેક્રેટરી ઑફ સ્ટેટનું કોરોનાથી નિધન

કૉલિન પોવેલે 35 વર્ષ સુધી સૈનિક તરીકે ફરજ બજાવી હતી, તેમને ફોર-સ્ટાર રૅન્કના જનરલ બનાવાયા હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૉલીન પોવેલે 35 વર્ષ સુધી સૈનિક તરીકે ફરજ બજાવી હતી, તેમને ફોર-સ્ટાર રૅન્કના જનરલ બનાવાયા હતા

અમેરિકાના પૂર્વ સેક્રેટરી ઑફ સ્ટેટ કૉલીન પોવેલનું 84 વર્ષની વયે કોરોનાના કારણે મૃત્યુ થયું છે.

આ ટોચના મિલિટર ઑફિસરનું કોરોનાની સામે તેમનું સંપૂર્ણ રસીકરણ થયેલું હતું. તેમના પરિવારના જણાવ્યા પ્રમાણે સોમવારે સવારે તેમનું અવસાન થયું છે.

વર્ષ 2001મા અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના જ્યૉર્જ બુશ રાષ્ટ્રપતિ હતા, એ વખતે પોવેલ સેક્રેટરી ઑફ સ્ટેટ બનનારા પ્રથમ આફ્રિકન-અમેરિકન હતા.

અગાઉ તેમને પાર્કિન્સન્સ અને એક પ્રકારના બ્લડકૅન્સરનું નિદાન થયું હતું.

તેમના અવસાન બાદ વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડન અને પૂર્વ રાષ્ટ્રપતિ જ્યૉર્જ બુશ સહિતના નેતાઓએ અંજલિરૂપે સંદેશ પાઠવ્યા હતા.

કૉલીન પોવેલે ઇરાક યુદ્ધનું સમર્થન કર્યું હતું અને મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે ડેમૉક્રેટ ઉમેદવાર બરાક ઓબામા અને બાઇડનને પણ ટેકો આપ્યો હતો તો તાજેતરમાં કૅપિટલ હિંસામાં ડોનાલ્ડ ટ્રમ્પની આકરી ટીકા કરી હતી.

કૉલીન પોવેલને બે વાર અમેરિકાનો પ્રેસિડેન્ટ મેડલ એનાયત થયો હતો.

line

પુંછમાં હુમલાનો નવા સંગઠનનો દાવો, નવ દિવસથી સેનાનું અભિયાન જારી

કાશ્મીરના પુંછમાં સેનાનું નવ દિવસથી અભિયાન જારી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કાશ્મીરના પુંછમાં સેનાનું નવ દિવસથી અભિયાન જારી

જમ્મુ-કાશ્મીરના પુંછમાં LoC પાસે સુરક્ષાદળો અને ઉગ્રવાદીઓ વચ્ચે છેલ્લા નવ દિવસથી ઘર્ષણ ચાલી રહ્યું છે, જેની જવાબદારી એક નવા ઉગ્રવાદી સંગઠને લીધી છે.

અંગ્રેજી અખબાર ધ હિંદુ લખે છે કે પીપલ્સ ઍન્ટિ ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF) નામના સંગઠને આઠ મિનિટનો એક વીડિયો બહાર પાડ્યો છે.

ટેલિગ્રામ મોબાઇલ ઍપની પર રજૂ કરાયેલા વીડિયોમાં એક માણસ કાશ્મીરી ભાષામાં 11 ઑક્ટોબરથી શરૂ થયેલા ઘટનાક્રમ વિશે વાત કરતો જોવા મળે છે.

વીડિયોમાં દાવો કરાયો છે કે બે અજ્ઞાત ઉગ્રવાદીઓએ 10 કલાક સુધી એક આર્મી પેટ્રોલ પાર્ટીનો પીછો કર્યો અને બીજે દિવસે તેમના ટૅન્ટ પર હુમલો કર્યો.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો