You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તાલિબાન મામલે આફ્રિદીએ એવું તો શું કહ્યું કે સ્પષ્ટીકરણ આપવું પડ્યું?
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન શાહિદ આફ્રિદી સોશિયલ મીડિયા પર ફરી એકવાર ચર્ચામાં છે.
શાહિદ આફ્રિદીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં તેઓ તાલિબાનની પ્રશંસા કરતા નજરે પડી રહ્યા છે.
વીડિયોમાં આફ્રિદી એમ કહેતા દેખાઈ રહ્યા છે કે તાલિબાન આ વખતે હકારાત્મક વિચાર સાથે પરત ફર્યું છે.
પાકિસ્તાની પત્રકાર નાઇલા ઇનાયતે એક વીડિયો ટ્વીટ કર્યો છે, જેમાં આફ્રિદી પત્રકારો સાથે વાત કરતાં કહે છે કે, "નિ:સંદેહ તાલિબાન આવ્યું છે અને ઘણા પૉઝિટિવ ફ્રેમ ઑફ માઇન્ડ(મગજના સકારાત્મક વિચાર) સાથે આવ્યું છે. આ વસ્તુ આપણને પહેલાં નજર આવી નહોતી. મહિલાઓને કામ કરવાની છૂટ છે, તેમને રાજનીતિમાં આવવાની મંજૂરી મળી રહી છે."
આફ્રિદીએ કહ્યું કે તાલિબાન ક્રિકેટને સમર્થન કરી રહ્યું છે. શ્રીલંકાની પરિસ્થિતિને કારણે આ વખતે સિરીઝ શક્ય ન બની, પરંતુ હું સમજુ છું કે તાલિબાન ક્રિકેટને ઘણું વધારે પસંદ કરે છે.
પત્રકાર નાઈલા ઇનાયતે વીડિયો ટ્વીટ કરતાં લખ્યું કે આફ્રિદી તાલિબાનના આગામી વડાપ્રધાન હોવા જોઈએ.
આફ્રિદીના આ નિવેદન પર લોકોએ તેમની ઘણી મજાક ઉડાવી.
કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ ટ્વિટર પર લખ્યું, " હા, તાલિબાન એ રીતે જ હકારાત્મકતા લઈને આવ્યું છે, જેમ દરેક વખતે આફ્રિદી બેટીંગ કરવા ઊતરે ત્યારે તેમના કૅપ્ટનને રહેતી. તેઓ ચમત્કારની આશા રાખતા હતા, પરંતુ દસમાંથી નવ વખત મગજ નિષ્ફળ રહેતું હતું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ક્રિકેટર આફ્રિદી
આફ્રિદીને તેમની આક્રમક બેટિંગ માટે ઓળખવામાં આવે છે. તેમણે 398 વન-ડે મૅચ રમી છે અને લગભગ 7000 જેટલા રન બનાવ્યા છે, પરંતુ તેમની બેટિંગ સરેરાશ 23 કરતાં થોડી વધારે રહી છે.
હૅન્ડલ @HKZ_506 એ લખ્યું, " બે વર્ષ પહેલાં તેમણે એક પુસ્તક લૉન્ચ કર્યું હતું અને બરખાને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે પોતાની પુત્રીઓને કોઈ રમત રમવા અથવા સંગીતની મંજૂરી આપશે નહીં. તે તાલિબાનથી અલગ નથી."
મનીષ મુંદ્રાએ લખ્યું,"સાચે જ. તેઓ ત્યાં પણ 20-20 લીગ શરૂ કરી શકે છે. તાલિબાન પ્રો લીગ."
મેજર પૂનિયાએ ટ્વીટ કર્યું કે, "મળો તાલિબાની પ્રેમી શાહિદ આફ્રિદીને, જેઓ ખુલ્લેઆમ તાલિબાનનું સમર્થન કરે છે. એક ખૂનખાર આતંકવાદી સંગઠન, જે સમગ્રપણે માનવતા અને મહિલાઓની આઝાદી વિરુદ્ધ છે."
પાકિસ્તાની મૂળના અને હવે કૅનેડામાં રહી રહેલા પત્રકાર અને લેખક તારક ફતહે ટ્વીટ કર્યું," જુઓ, પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદી કાબુલમાં તાલિબાનના આતંકી રાજનો બચાવ કરી રહ્યા છે. આફ્રિદી એટલા માટે તેમની પ્રશંસા કરી રહ્યા છે કારણ કે તેઓ તાલિબાનના ક્રિકેટ પ્રેમને એ વાતનો પુરાવો માને છે કે તેઓ મહિલાઓને કામ કરવાની મંજૂરી આપશે."
આફ્રિદી ઘણી વાર પોતાનાં નિવેદનો ને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ તેમણે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં આયોજિત થઈ રહેલી ક્રિકેટ પ્રીમિયર લીગને પણ સમર્થન આપ્યું હતું.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો