ચીનના વુહાનમાં ફરી ફેલાયો કોરોના, સવા કરોડની વસતીનો ટેસ્ટ કરાશે

વુહાન શહેરથી સૌપ્રથમ કોરોના વાઇરસની મહામારીના સમાચાર આવવાની શરૂઆત થઈ હતી.

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, વુહાન શહેરથી સૌપ્રથમ કોરોના વાઇરસની મહામારીના સમાચાર આવવાની શરૂઆત થઈ હતી.
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

કોરોના વાઇરસના અમુક કેસ સામે આવતા ચીનના સત્તાધિકારીઓએ અંદાજે સવા કરોડની વસતી ધરાવનાર સમગ્ર વુહાન શહેરનું કોરોના ટેસ્ટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

કોરોના મહામારીની શરૂઆત થઈ હતી તે વુહાનમાં તાજેતરમાં કોરોનાના સાત કેસ સામે આવ્યા છે.

જુલાઈ મહિનામાં ચીનમાં સૌથી વધારે કેસ સામે આવ્યા હતા. ચીનમાં છેલ્લા 10 દિવસમાં 300 કોરોના કેસ સામે આવ્યા છે.

કોરોનાને કારણે 15 પ્રાંતોને અસર પહોંચી અને તેને કારણે સરકારે સામૂહિક ટેસ્ટિંગની કવાયત હાથ ધરી છે.

સત્તાધિકારીઓ હાલ ફેલાયેલા કોરોના વાઇરસને ડેલ્ટા વૅરિયન્ટ માને છે અને તે સ્થાનિક પ્રવાસનને કારણે ફેલાયો હોવાનું કહે છે.

ચીનમાં મંગળવારે 90 નવા કેસની જાહેરાત સાથે વુહાનમાં કોરોનાના કેસ અંગે માહિતી આપવામાં આવી છે.

ચીનમાં ફરી કોરોના વાઇરસના કેસ જોવા મળી રહ્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનમાં ફરી કોરોના વાઇરસના કેસ જોવા મળી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે ચીન પર અમેરિકા સહિત અનેક દેશો કોરોના ફેલાવવાનો આરોપ મૂકી ચૂક્યા છે, તો બીજી તરફ ચીને જે રીતે મહામારીને કાબૂમાં કરી તેની પણ નોંધ લેવાઈ રહી છે.

જોકે, નાનજિયાંગ ઍરપૉર્ટ પર નવેસરથી વાઇરસ જોવા મળ્યો તેથી તંત્ર હરકતમાં આવ્યું છે.

સરકારે નાનજિયાંગની 92 લાખની વસતીનું ત્રણ વાર ટેસ્ટિંગ કર્યું છે અને લૉકડાઉન પણ લાદવામાં આવ્યું છે.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આ દરમિયાન હુનાન પ્રાંતનું લોકપ્રિય પ્રવાસનસ્થળ હેંજિયાજીનું એક થિયેટર ચર્ચામાં આવ્યું છે.

અધિકારીઓ તેની મુલાકાત લઈ પોતાને ઘરે પરત ફરનારા 5000 લોકોને ટ્રેસ કરી રહ્યા છે. હેંજિયાજી કોરોના મહામારીમાં ચીનનું નવું ગ્રાઉન્ડ ઝીરો બન્યું છે એમ ચીનના સંક્રામક નિષ્ણાત હોંગ નાનશાને પત્રકારોને કહ્યું છે.

ચીનની રાજધાની બીજિંગમાં પણ સ્થાનિક સંક્રમણના કેસ સામે આવ્યા છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો