'9/11 જેવું લાગ્યું', અમેરિકામાં બહુમાળી ઇમારત ધરાશાયી, એકનું મૃત્યુ, 99 લાપતા

ઇમેજ સ્રોત, Miami Dade Fire and Rescue
અમેરિકાના ફ્લોરિડા રાજ્યના મિયામી શહેર પાસે એક 12 માળની ઇમારત ધરાશાયી થઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. આ ઘટનામાં અત્યાર સુધી ઓછામાં ઓછી એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે અને 99 લોકો લાપતા હોવાનું જાણવા મળ્યું છે.
હાલ એ પણ સ્પષ્ટ નથી કે અકસ્માતના સમયે ઇમારતમાં કેટલા લોકો હાજર હતા.
મિયામીના ઉત્તરમાં સર્ફસાઇડ વિસ્તારમાં વર્ષ 1980માં આ ઇમારત બની હતી. તેમાં 230 ફ્લૅટ હતા જે પૈકી અડધા પર અસર પડી છે.
ફ્લોરિડાના ગવર્નર રૉન ડીસેન્ટિસે ચેતવણી આપી છે કે "જે પ્રકારની તબાહી થઈ છે, તે જોતાં આપણે ખરાબ સમાચાર માટે તૈયાર રહેવું જોઈએ."
એક પ્રત્યક્ષદર્શીએ સીબીએસ મયામી ચેનલને કહ્યું, "અમને મોટો અવાજ સંભળાયો, અમને લાગ્યું કે મોટરસાઇકલ છે, પરંતુ માથું ફેરવીને જોયું તો અમારી પાછળ ધૂળ જ ધૂળ હતી."
વધુ એક વ્યક્તિએ કહ્યું કે સ્થળ પરનો નજારો 9/11ના હુમલા જેવો હતો જ્યારે 2001માં ન્યૂયૉર્કમાં ટ્વિન ટાવર્સને ચરમપંથી હુમલોમાં ધ્વસ્ત કરી દેવાયા હતા.

'તે કંઈક 9/11 જેવું લાગ્યું'

ઇમેજ સ્રોત, Reuters
પોલીસે બિલ્ડિંગનું લૉકેશન 8777 કૉલિન્સ ઍવેન્યુ હોવાનું અને ધરાશાયી થયેલી ઇમારતનું નામ 'ચૅમ્પલેઇન ટાવર્સ' હોવાનું જણાવાયું હતું. દરિયાકિનારે આવેલા વિસ્તાર કૉલિન્સ ઍવેન્યુ સમાંતર પંક્તિબદ્ધ છે, જે મિયામી બીચ સિટી લિમિટના ઉત્તરે છે.
રૅસ્ક્યૂ કરનારા માણસોએ ક્રૅનની મદદથી નજીકના ઍપાર્ટમૅન્ટમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક વ્યક્તિ જેઓ પોતાના ભાઈ સાથે પોતાના શ્વાનને વૉકિંગ માટે લઈને નીકળ્યા હતા તેમણે કહ્યું કે તેમણે બિલ્ડિંગ ધરાશાયી થવાનો અવાજ સાંભળ્યો હતો.
તેમણે સીબીએસ મિયામીને કહ્યું કે, "અમે એક ધડાકો સાંભળ્યો અને અમને લાગ્યું કે તે એક મોટરસાઇકલ હશે, અને પાછું વળીને જોયું તો એક ધૂળની ડમરી અમારી તરફ આગળ વધી રહી હતી."
"પહેલા તો શું થઈ રહ્યું છે તેની અમને ખબર ન પડી. અમે એ અવાજ તરફ પોતાનાં મોઢાં પર શર્ટ રાખીને દોડ્યા. એટલામાં એક સિક્યૉરિટી ગાર્ડ દેખાયા. અમે તેમને જ્યારે પુછ્યું કે શું થયું તો તેમણે કહ્યું કે બિલ્ડિંગ પડી ગઈ છે."
ઇમારત ધરાશાયી થયા બાદની ઘટનાઓ અંગેના જાણકારે સીએનએનને કહ્યું કે, "આ થોડુંક 9/11ની ઘટના જેવું લાગ્યું," 9/11 એટલે એ ઘટના જેમાં ઉગ્રવાદી હુમલામાં વર્ષ 2001માં ન્યૂયૉર્કના ટ્વિન ટાવર તોડી પડાયા હતા.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















