US ઇન્ડિયાનાપોલીસ ગોળીબાર : સાક્ષીઓ અને પોલીસે જણાવ્યો આઠ લોકોનાં મૃત્યુનો ઘટનાક્રમ

અમેરિકી અધિકારી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, અમેરિકાના ઇન્ડિયાનાપોલીસમાં ફાયરિંગ બાદ 8 લોકોનાં મૃત્યુ થયાં છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

અમેરિકાના ઇન્ડિયાનાપોલીસમાં ગોળીબારની ઘટના સામે આવી છે, જેમાં આઠ લોકોનાં મૃત્યુની જાણકારી પોલીસે આપી છે.

ઘટનાના એક સાક્ષીએ ગોળીબારના અવાજ સાંભળ્યા હતા, અન્ય એક સાક્ષીનું કહેવું છે કે ફેડેક્સ ફૅસિલિટી પર એક વ્યક્તિએ ઑટોમેટિક હથિયારથી ફાયરિંગ કર્યું હતું.

જાણકારી અનુસાર હથિયારધારી વ્યક્તિ એક જ હતી જેણે ફાયરિંગ બાદ આત્મહત્યા કરી હોવાની આશંકા છે. તંત્રનું કહેવું છે કે નાગરિકોની સુરક્ષાને હવે કોઈ ખતરો નથી.

આ ઘટના એક ઍરપૉર્ટ નજીક ઘટી છે. જોકે, વિમાનોની અવરજવર પર કોઈ અસર પડી નથી.

શહેરના પોલીસ સ્પૉક્સવુમન જીનેઈ કૂકે કહ્યું, "જ્યારે અધિકારીઓ આવ્યા, ત્યારે શૂટિંગ ચાલી રહ્યું હતું."

"બંદૂકની ગોળીથી ઘવાયા હોય તેવા આઠ લોકોને અમે શોધ્યા, તેમને ત્યાં જ મૃત જાહેર કરવામાં આવ્યા હતા."

મીસ કૂકે વધુમાં કહ્યું, "બીજા જખમી લોકોને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે."

ફેડેક્સ કંપની દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તેમને શૂટિંગની જાણ થઈ છે અને ઑથોરિટીને તેઓ સહકાર આપી રહ્યા છે.

તેમાં લખ્યું છે, "સલામતી અમારી પ્રાથમિક્તા છે અને જે લોકો ભોગ બન્યા છે, તેમની સાથે અમારી સહાનુભૂતિ છે."

એએફપી ન્યૂઝ એજન્સીએ ફેડેક્સના વર્કર જેરેમિઆહ મિલરને ટાંકીને લખ્યું છે કે તેમણે ગનમૅનને ફાયરિંગ કરતો જોયો છે.

તેઓ કહે છે, "મેં એક વ્યક્તિને સબ-મશીનગન સાથે જોયો, તે એક ઑટોમેટિક રાઇફલ હતી અને તે બેફામ ફાયરિંગ કરી રહ્યો હતો. હું તરત જ નીચે ઝૂકી ગયો, ડરી ગયો હતો."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

કોરોના વાઇરસ ફર્નિચર

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો