ન્યૂઝીલૅન્ડમાં ભૂકંપના આચકા બાદ સુનામીની ચેતવણી

ન્યૂઝીલૅન્ડ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ન્યૂઝીલૅન્ડમાં દરિયાકિનારે રહેતા લોકોને કાંઠાવિસ્તારથી દૂર જવા માટે કહેવાયું છે. અહીં એક બાદ એક ભૂકંપના ત્રણ શક્તિશાળી આચકા નોંધાયા છે અને એ બાદ સુનામીની ચેતવણી જાહેર કરી દેવાઈ છે.

રાષ્ટ્રીય આપાતકાલીન એજન્સીએ સુનામીના જોખમની ચેતવણી જાહેર કરી છે.

આ ક્રમમાં કેટલીક જગ્યાઓથી ઘર્ષણના સમાચાર પણ આવ્યા છે.

ઊંચાઈ ધરાવતા વિસ્તારો પર પહોંચવા માટે લોકોમાં ઘર્ષણ થયું હોવાના સમાચાર છે.

ન્યૂઝીલૅન્ડનાં વડાં પ્રધાન જૅસિંડા ઍર્ડને ઇસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું છે, "ત્યાં બધા સલામત હોય એવી આશા કરું છું."

બદલો Instagram કન્ટેન્ટ
Instagram કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

Instagram કન્ટેન્ટ પૂર્ણ

વહેલી સવારે અહીં ત્રણ ભૂકંપ આવ્યા છે અને ત્રણેય સાત કરતાં વધુ મૅગનિટ્યુડની તિવ્રતા ધરાવતા હતા.

સૌથી શક્તિશાળી ભૂકંપની તિવ્રતા 8.1 મૅગનિટ્યુડ આંકવામાં આવી છે.

પહેલાં અપાયેલી સુનામીની ચેતવણી પરત લઈ લેવાઈ હતી.

જોકે, ભૂકંપના ત્રીજા આચકા બાદ રાષ્ટ્રીય આપાતકાલીન એજન્સીએ નવી ચેતવણી જાહેર કરી હતી અને કેટલાક વિસ્તારોમાં સાયરનના અવાજો પણ સંભળાયા હતા.

એજન્સીએ જણાવ્યું હતું કે પ્રભાવિત વિસ્તારના લોકોએ તત્કાલ ઊંચાઈ પર કે કાંઠાવિસ્તારથી શક્ય હોય એટલી દૂર જતું રહેવું

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

આ દરમિયાન સ્થાનિક મીડિયામાં દરિયામાં ઊઠી રહેલાં મોજાંઓનાં દૃશ્યો પોસ્ટ કરવામાં આવી રહ્યાં છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

ન્યૂઝીલૅન્ડના સિવિલ ડિફેન્સ ડિપાર્ટમૅન્ટે લોકોને ટ્રાફિકથી બચવા માટે ચાલીને કે સાઇકલ દ્વારા દૂર જતા રહેવા જણાવ્યું ચે.

નોંધનીય છે કે ગત સપ્તાહે ન્યૂઝીલૅન્ડના ક્રાઇસ્ટચર્ચમાં આવેલા ભયાનક ભૂકંપને દસ વર્ષ થયાં. એ ભૂકંપમાં 185 લોકો માર્યા ગયા હતા.

સ્પૉર્ટ્સ ફૂટર ગ્રાફિક્સ
line

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો