INDvsAuS : ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની સિડની ટેસ્ટ ડ્રૉ, સિરીઝમાં 1-1થી બરાબરી

ભારત ઑસ્ટ્રેલિયા

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાયેલી ટેસ્ટ મૅચ ડ્રૉ થઈ ગઈ છે.

સિડની ટેસ્ટના અંતિમ દિવસે ભારતે જીત માટે 407 રન કરવાના હતા. જોકે મૅચ પૂરી થઈ ત્યાં સુધીમાં ભારત પાંચ વિકેટ ગુમાવીને 334 રન જ કરી શક્યું હતું.

જોકે ભારત માટે આ મૅચ ડ્રૉ કરાવવાને એક મોટી સફળતા ગણવામાં આવે છે, કારણકે ભારતીય ટીમના અનેક ખેલાડીઓને ઈજા થઈ છે.

સિડનીમાં ચાલી રહેલી ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મૅચના પાંચમા દિવસે ભારતની શરૂઆત થોડી નબળી રહી હતી. બીજી ઑવર ફેંકવા આવેલા નાથન લિયોનના ચોથા બૉલમાં જ કૅપ્ટન અજિંક્ય રહાણે વિકેટ ગુમાવી બેઠા હતા.

રહાણે માત્ર ચાર રન બનાવીને આઉટ થઈ ગયા હતા. જોકે, રહાણે બાદ ઋષભ પંત મેદાનમાં આવ્યા, તેમણે અને પુજારાએ મળીને મૅચને પલટી નાખવાની કોશિશ કરી. જોકે લિયોનની ઓવરમાં પંતે 97 રન બનાવીને વિકેટ ગુમાવી દીધી હતી.

ઑસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સમાં કૅમરોન ગ્રીને 84, સ્ટીવ સ્મિથે 81, લાબુશેને 73 અને કૅપ્ટન ટિમ પેને અણનમ 39 રન ફટકારી ઑસ્ટ્રેલિયન ટીમને 6 વિકેટના ભોગે 312 રન સુધી પહોંચાડી દીધી હતી. ત્યારબાદ તેમણે ઇનિંગ્સ ડિક્લેર જાહેર કરી દીધી.

પુજારા અને પંત

ઇમેજ સ્રોત, Getty Images

કૅપ્ટન પેને બીજી ઇનિંગ્સના અંતિમ 20 ઓવરમાં ગ્રીન સાથે 104 રન બનાવ્યા. ઇનિંગ્સના અંતે ઑસ્ટ્રેલિયાએ ભારત સામે 407 રનનો સ્કોર કર્યો.

આ દિવસની મૅચના અંત સુધીમાં કૅપ્ટન રહાણે (4) અને પુજારા (9) રમી રહ્યા હતા.

line

ભારતની ખરાબ ફિલ્ડિંગ

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

ઑસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સમાં મોહમ્મદ સિરાજ વિરુદ્ધ દર્શકોના અપશબ્દોનો બનાવ ચર્ચામાં રહ્યો. આ સાથે જ ભારતની ખરાબ ફિલ્ડિંગ પણ નજરે પડી રહી હતી.

મૅચ દરમિયાન હનુમા વિહારી, રોહિત શર્મા અને રહાણે દ્વારા સરળ કૅચ છૂટી ગયા હતા, જેની પણ ચર્ચા રહી હતી.

ઉલ્લેખનીય છે કે ચાર ટેસ્ટ મૅચની સિરિઝમાં બન્ને ટીમ 1-1 મૅચ જીતી છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો