કોરોના વાઇરસ : ઈરાનને અમેરિકા વૅક્સિનના પૈસા ખાઈ જશે એનો ખોફ

હસન રૂહાની

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, હસન રૂહાની
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહ્યું છે કે અમેરિકા ઇચ્છે છે કે ઈરાન કોરોના વાઇરસની વૅક્સિન માટે અમેરિકન બૅન્કોના માધ્યમથી જ ચૂકવણી કરે.

રૂહાનીએ એ આશંકા પણ વ્યક્ત કરી કે વૅક્સિન માટે આપવામાં આવેલા પૈસાને અમેરિકા જપ્ત પણ કરી શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2018માં પરમાણુ સંધિ તોડ્યા બાદ ઈરાન પર અને પ્રતિબંધો લાદેલા છે અને બેઉ દેશો વચ્ચે સંબંધો વણસેલા છે.

સમાચાર સંસ્થા એએફપીના એક અહેવાલ અનુસાર અમેરિકા સહિત અનેક મોટા દેશોમાં ઈરાનની સંપત્તિ પહેલાંથી જ જપ્ત કરાયેલી છે અને રાષ્ટ્રપતિ રૂહાનીનું આ નિવેદન આ બાબતે ઈરાનની ચિંતા સ્પષ્ટ કરે છે.

2018માં પરમાણુ સંધિ તૂટ્યા બાદ ટ્રમ્પે ઈરાન પર અનેક પ્રતિબંધો લાદ્યાં છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2018માં પરમાણુ સંધિ તૂટ્યા બાદ ટ્રમ્પે ઈરાન પર અનેક પ્રતિબંધો લાદ્યાં છે

રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ ઈરાનની કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સની એક બેઠકમાં કહ્યું કે "આપણે કોવિડ વૅક્સિન માટે એ દેશથી પૈસા મોકલવા માગીએ છીએ જ્યાં આપણા પૈસા છે. "

આ બેઠકમાં રૂહાનીએ કોઈ દેશનું નામ લીધા વિના કહ્યું કે "એ દેશને આ ટ્રાન્સફરથી કોઈ વાંધો નથી."

સિદ્ધાંતની રીતે દવાઓ પર કોઈ પ્રકારના પ્રતિબંધો નથી લાદવામાં આવતા પરંતુ હકીકત એ છે કે આંતરરાષ્ટ્રીય બૅન્કો સંભવિત કેસોથી બચવા માટે ઈરાન સાથે સંકળાયેલી લેવડદેવડ પર અમુક શરતો લાદે છે.

રૂહાનીએ એમ પણ કહ્યુ કે "અમેરિકાની ટ્રૅઝરી ઑફિસ ઑફ ફૉરન ઍસેટ્સ કંટ્રોલએ પહેલાં એવા સંકેત આપ્યા હતા કે આ પ્રકારની લેવડદેવડ સામે એમને કોઈ વાંધો નથી પરંતુ હવે અમેરિકન સરકારે તેનું વલણ બદલી દીધું છે."

રૂહાની અનુસાર હવે અમેરિકાનું કહેવું છે કે વૅક્સિનની ખરીદી માટે જે પણ પૈસા ટ્રાન્સફર થાય તે પહેલાં અમેરિકન બૅન્કોમાંથી પસાર થવા જોઈએ.

એપ્રિલમાં ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહ્યું હતું કે "જેને લાંબા સમયથી અમેરિકાના કહેવા પણ લક્ઝમબર્ગમાં જપ્ત કરીને રાખવામાં આવેલી છે તે પોતાની 1.6 અબજ ડૉલરથી વધારેની સંપત્તિની કાનૂની લડાઈ ઈરાને જીતી લીધી છે."

હાલની બેઠકમાં રૂહાનીએ કહ્યું "તમારા જેવા લોકો પર કોણ ભરોસો મૂકી શકે છે? તમે દરેક જગ્યાઓથી પૈસાની ચોરી કરી છે"

મધ્ય-પૂર્વના દેશોમાં ઈરાનને કોરોના વાઇરસની મહામારીની સૌથી વધારે અસર થઈ છે. ઈરાનમાં 12 લાખ જેટલા કેસ નોંધાયા છે તો 54 હજાર લોકો મૃત્યુ પામ્યા છે.

રૂહાનીએ કહ્યું કે આ કશ્મકશને કારણે વૅક્સિનની ખરીદીમાં થોડું મોડું થઈ શકે છે પણ તેઓ આમાં સફળ રહેશે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો