You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કોરોના વાઇરસના નવા સ્વરૂપે દેખા દેતા બ્રિટનમાં કડક લૉકડાઉન
બ્રિટનના અમુક વિસ્તારોમાં કોરોના વાઇરસનું એક નવું સ્વરૂપ સામે આવ્યું છે અને ખૂબ ઝડપથી જે બહુ ઝડપથી ફેલાઈ રહ્યું છે.
દેશના આરોગ્યમંત્રી મેટ હૈંકૉક અનુસાર ઓછામાં ઓછી 60 જગ્યાએ સ્થાનિક વહીવટીતંત્રને નવા પ્રકારના કોરોના વાઇરસ સંક્રમણના કેસો મળ્યા છે
તેમણે જણાવ્યું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને આ વિશે જાણ કરવામાં આવી છે અને બ્રિટનના વૈજ્ઞાનિકો આ વિશે વિસ્તૃત અભ્યાસ કરી રહ્યા છે.
મેટ હૈંકૉક અનુસાર આ બીમારી હજુ ગંભીર બની શકે છે અને શક્ય છે કે તેના પર વૅક્સિન અસર ન કરે.
તેમણે જણાવ્યું કે ગયા અઠવાડિયે લંડન, કેન્ટ, એસેક્સ અને હર્ટફોર્ડશાયરના વિસ્તારોમાં કોરોના વાઇરસ સંક્રમણના કેસોમાં ઝડપથી વધારો નોંધાયો છે.
આરોગ્યમંત્રીએ કહ્યું કે, "આ પ્રકારના વાઇરસના અત્યાર સુધી 1000થી વધુ કેસો સામે આવ્યા છે અને મોટાભાગના કેસો ઇંગ્લૅન્ડના દક્ષિણ વિસ્તારમાં નોંધાયા છે. આ કારણે અમારે ઝડપી અને પરિણામલક્ષી કાર્યવાહી કરવી પડશે, જે આ ઘાતક બીમારીને અટકાવવા માટે જરૂરી છે, પછી ભલે તે માટે વૅક્સિન આપવામાં આવી રહી હોય."
ઇંગ્લૅન્ડના મુખ્ય આરોગ્ય અધિકારી પ્રોફેસર વિટી કહે છે, "કોરોના વાઇરસ માટે જે સ્વેબ ટેસ્ટ કરવામાં આવ્યાં છે, તેમાં આ નવા પ્રકારના વાઇરસ વિશે માહિતી મળી છે, જે છેલ્લાં થોડા અઠવાડિયામાં ખાસ કરીને કેન્ટ અને તેના નજીકના વિસ્તારોમાં જોવા મળ્યો છે."
સૌથી સખત લૉકડાઉન
આ સંભવિત ખતરાને ધ્યાને લેતા ઇંગ્લૅન્ડમાં અત્યાર સુધીનું સૌથી કડક લૉકડાઉન લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લંડનમાં અને ખાસ કરીને એસેક્સ અને હર્ટફોર્ડશાયરના અમુક વિસ્તારોમાં બુધવારથી નવા નિયમો લાગુ કરવામાં આવશે.
નવા નિયમોમાં મોટા લેવલ પર હાઈ-ઍલર્ટ હશે. આમાં પબ અને રેસ્ટોરાં બંધ રહેશે અને માત્ર ટેક-અવે અને ડિલિવરી ચાલુ રહેશે. થિયેટર અને સિનેમાગૃહો પણ બંધ રહેશે.
જોકે અમુક લોકોએ સખત લૉકડાઉનને લઈને અસંતોષ વ્યક્ત કર્યો છે. હૉસ્પિટાલિટી ક્ષેત્રના પ્રતિનિધિઓએ ચેતવણી આપી છે કે લૉકડાઉનના કારણે હજારો નોકરીઓ પર જોખમ આવી શકે છે.
વાઇરસને સમજવાનો પ્રયાસ
વાઇરસમાં આવતાં ફેરફાર તેની અંદર હાજર સ્પાઇક પ્રોટીન સાથે સંકળાયલા હોય છે. આ વાઇરસનો તે ભાગ છે જે કોષોને સંક્રમિત કરવામાં મદદ કરે છે અને આ જ વાતને ધ્યાનમાં રાખીને કોરોના વાઇરસની વૅક્સિન તૈયાર કરવામાં આવી છે.
અત્યારે એ જાણવું અઘરું છે કે વાઇરસના ફેરફારને વૅક્સિન કઈ રીતે અસર કરશે.
નૉટિંઘમ યુનિવર્સિટીમાં મૉલિક્યૂલર વાઇરોલૉજીના પ્રોફેસર જૉનાથન બૉલ કહે છે, અમુક વાઇરસની જિનેટિક માહિતી બહુ ઝડપથી બદલાઈ શકે છે અને ઘણી વખત આ ફેરફાર વાઇરસ માટે લાભદાયક હોય છે. જેમ કે વાઇરસ ઝડપથી પ્રસરી શકે છે અથવા વૅક્સિનના અસરથી બચી શકે છે. પરતું, એવું પણ બને કે વાઇરસમાં જે ફેરફાર આવે છે, તેની કોઈ અસર ન થાય.
ભલે બ્રિટનમાં વાઇરસનો નવો પ્રકાર સામે આવ્યો છે પરતું બની શકે કે આ એક સંયોગ હોય. એટલા માટે જ્યાં સુધી વાઇરસમાં આવતા ફેરફાર અને તેની અસર વિશે અભ્યાસ ન થઈ જાય ત્યાં સુધી કોઈ પણ દાવો કરવો એ ઉતાવળ ગણાશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો