AUSvsIND: ભારત સામે વિશાળ પડકાર, કોહલી સદી ચૂક્યા

વિરાટ કોહલી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં બીજી આંતરરાષ્ટ્રીય વન-ડે મૅચ રમાઈ રહી છે.

ટૉસ જીતીને ઑસ્ટ્રેલિયાએ બૅટિંગ કરવાનો નિર્ણય લીધો અને સતત બીજી મૅચમાં સ્ટીવ સ્મિથની સદી થકી ભારતની સામે વિજય માટે 390 રનનો પડકાર મૂક્યો.

જોકે, લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમ પૂરતો દમ દેખાડી રહી છે.

35 ઓવર બાદ ભારતે ચાર વિકેટે 224 રન બનાવી લીધા છે. ચોથી વિકેટ કૅપ્ટન કોહલની પડી જેમણે 87 રન બનાવ્યા.

કોહલી પહેલાં આઉટ થયેલા બૅટ્સમૅનમાં શિખર ધવનને 30 રન, મયંક અગ્રવાલે 28 અને શ્રેયસ અય્યરે 38 રન બનાવ્યા હતા.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

line

સ્મિથનું સર્વશ્રેષ્ઠ ફૉર્મ

સ્મિથ

ઇમેજ સ્રોત, TWITTER @ICC

સ્મિથે પોતાની 127મી મૅચમાં આ અગિયારમી સદી ફટકારી છે. તેમણે 64 બૉલમાં 104 રન બનાવ્યા.

જોકે, હાર્દિક પંડ્યાના બૉલ પર મોહમ્મદ શમીએ તેમન કૅચ ઝડપી લીધો હતો.

સ્મિથ 2020માં પાતાના કૅરિયરના સર્વશ્રેષ્ઠ ફૉર્મમાં છે. આ વર્ષે સ્મિથે અત્યાર સુધીની 9 મૅચોમાં ત્રણ સદી અને 561 રન બનાવ્યા છે. તેમનો રનરેટ 70.125નો રહ્યો છે.

ભારત વિરુદ્ધ તેમનું પ્રદર્શન શ્રૅષ્ઠ રહ્યું છે. સ્મિથ વડે મૅચમાં આમ પણ ભારત વિરુદ્ધ સારું પ્રદર્શન કરતા હોય છે.

તેમણે અત્યાર સુધી કારકિર્દીના જે 4,371 રન બનાવ્યા છે, તેમાંથી 1,116 રન ભારત વિરુદ્ધ બનાવ્યા છે.

સિડનીની આ મૅચમાં સ્મિથ ઉપરાંત ગ્લૅન મૅક્સવેલ, ઍરોન ફિંચ, ડૅવિડ વૉર્નરે પણ અડધી સદી ફટકારી છે.

વનડે ક્રિકેટમાં આ બીજી એવી મૅચ છે જેમાં કોઈ ટીમના ટોચના પાંચ બૅટ્સમૅનનો વ્યક્તિગત સ્કોર 50 રનથી વધુ રહ્યો છે.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

line

ભારતીય બૉલરો સતત નિષ્ફળ

ભારત તરફથી સતત બીજી મૅચમાં કોઈ પણ બૉલરો સારું પ્રદર્શન કરી શક્યા નથી.

મોહમ્મદ શમીએ પોતાની 9 ઓવરમાં 73 રન આપ્યા જ્યારે જસપ્રીત બુમરાહે 10 ઓવરમાં 79 રન આપ્યા.

બન્નેએ એકએક વિકેટ લીધી. નવદીપ સૈનીએ 7 ઓવરમાં 70 રન આપ્યા, જ્યારે યુજવેન્દ્ર ચહલે 9 ઓવરમાં 71 રન આપ્યા.

જોકે, રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યાએ ટોચના ક્રમમાં આ બૉલરોની સરખામણીએ સારી બૉલિંગ કરી અને 6ની સરેરાશે રન આપ્યા.

જાડેજાએ 10 ઓવરમાં 60 રન જ્યારે પંડ્યાએ 4 ઓવરમાં 24 રન આપ્યા.

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો