You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અફઘાનિસ્તાન : કાબુલ યુનિવર્સિટી પર ઉગ્રવાદી હુમલો, 22નાં મૃત્યુ
અફઘાનિસ્તાનના ગૃહમંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર કાબુલ યુનિવર્સિટીમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 22 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 22ને ઈજા પહોંચી છે.
અફઘાન ગૃહમંત્રાલયના પ્રવક્તા તારીખ આર્યાનનું કહેવું છે કે ત્રણ બંદૂકધારીઓ યુનિવર્સિટીના પરિસરમાં દાખલ થયા બાદ નાસભાગ મચી ગઈ. વિદ્યાર્થીઓ ચોતરફ ભાગવા લાગ્યા.
સુરક્ષાકર્મીઓએ કૅમ્પસને ઘેરી લીધું અને હુમલાખોરોના ગોળીબારનો જવાબ આપ્યો.
તાલિબાને આ હુમલામાં શામેલ થવાનો ઇન્કાર કર્યો છે. જોકે, એ પછી ઇસ્લામિક સ્ટેટ ગ્રૂપે આ હુમલો કર્યો હોવાનું એક ટેલિગ્રામ મેસેજમાં કહ્યું હતું.
સોમવારે કલાકોની અથડામણ બાદ હુમલો કરનાર ત્રણ લોકોને ઠાર મારવામાં આવ્યા હતા.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો