You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત અમેરિકાની નજીક રહી ચીનને ટક્કર નહીં આપી શકે - ગ્લોબલ ટાઇમ્સ
અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો ભારત પછી 28 ઑક્ટોબરે શ્રીલંકા પહોંચ્યા. ત્યાં તેમણે ચીનની કૉમ્યુનિસ્ટ સરકારને 'હિંસક જાનવર' કહી.
પોમ્પિયોની આ ટિપ્પણીને લઈને શ્રીલંકાની સરકાર અસહજ થઈ ગઈ અને રાષ્ટ્રપ્રમુખ ગોટાભાયા રાજપક્ષેએ સફાઈ આપવી પડી.
શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખે ટ્વિટર પર અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોને ટેગ કરી લખ્યું, "શ્રીલંકા હંમેશા પોતાની વિદેશ નીતિમાં તટસ્થ રહેતું આવ્યું છે અને અમે તાકાતવર દેશોની લડાઈમાં ભાગ લઈશું નહીં."
માઇક પોમ્પિયોની આ ટિપ્પણી પર કોલંબો સ્થિત ચીનના દૂતાવાસે આકરી આપત્તિ દર્શાવી અને એક લેખિત નિવેદન જાહેર કર્યું.
ચીનના દૂતાવાસે કહ્યું કે શ્રીલંકા-ચીન વચ્ચેના સંબંધોને આગળ વધારવામાં પોતે સક્ષમ છે અને કોઈ ત્રીજા દેશની સલાહની જરૂર નથી.
પોમ્પિયોએ કહ્યું હતું કે ચીન સાથે સરહદી વિવાદમાં ભારત પોતાને એકલું ન સમજે, અમેરિકા તેની સાથે ઊભું છે.
ચીને કહ્યું - ભારતની સાથે સરહદી વિવાદથી દૂર રહે અમેરિકા
માઇક પૉમ્પિયો અને અમેરિકા સંરક્ષણ મંત્રી માર્ક એસ્પરના ભારતના પ્રવાસ પર 28 ઑક્ટોબરે ચીનના વિદેશ મંત્રાલયનું પણ નિવેદન આવ્યું.
ચીનના વિદેશ મંત્રીએ બુધવારે કહ્યું કે અમેરિકાના વિદેશ મંત્રી જૂઠને દોહરાવી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય સંબંધોના માપદંડોનું ઉલ્લંઘન કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીને કહ્યું કે ભારતની સાથે સરહદી વિવાદ એક દ્વિપક્ષીય મુદ્દો છે અને કોઈ ત્રીજા પક્ષના હસ્તક્ષેપ માટે કોઈ જગ્યા નથી.
પોમ્પિયોના પ્રવાસ અને તેમની ટિપ્પણીને લઈને ચીન દ્વારા બે મોટો વાંધો સામે આવી ચૂક્યો છે. એક ભારતસ્થિત દુતાવાસ તરફથી અને બીજો ચીનના વિદેશ મંત્રાલય દ્વારા.
મંગળવારે પોમ્પિયો અને માર્ક એસ્પરના 2+2 મંત્રી સ્તરીય સંવાદમાં ભારત તરફથી વિદેશ મંત્રી એસ જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સામેલ થયા હતા.
પોમ્પિયોએ આ બેઠક પછી કહ્યું હતું, "સંપ્રભુતા અને સ્વતંત્રતા પર હુમલાની સ્થિતિમાં અમેરિકા ભારતની જનતાની સાથે ઊભું રહેશે."
પોમ્પિયોએ ચીનની કોમ્યુનિસ્ટ સરકાર પર નિશાન તાક્યું હતું. તેમણે કહ્યું, "ચીનને લોકતંત્ર, કાયદો, પારદર્શિતા, સ્વતંત્રતા અને વિસ્તારમાં સ્થિરતા સાથે કોઈ લેવા-દેવા નથી."
ચીનના વિદેશ મંત્રાલયે અમેરિકા પર ઠંડા યુદ્ધની માનસિકતા અને ટકરાવને હવા આપવાનો આરોપ લગાવ્યો હતો.
ચીને કહ્યું કે અમેરિકા ભારત અને ચીનના સરહદી વિવાદમાં પોતાને સામેલ ન કરે.
ચીનના વિદેશ મંત્રાયલના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું, "હું સ્પષ્ટ રીતે કહેવા માગુ છું કે સરહદીવિવાદ ભારત અને ચીનનો વિવાદ છે. આમાં કોઈ ત્રીજા પક્ષ માટે જગ્યા નથી. હાલ સરહદ પર સ્થિતિ સ્થિર છે અને બંને પક્ષની વચ્ચે વાતચીત દ્વારા સમસ્યાનો અંત લાવવામાં લાગ્યા છીએ."
જ્યારે ભારતસ્થિત ચીનના દૂતાવાસનું કહેવું છે કે અમેરિકા અલગ-અલગ સમૂહોને અંદરો અંદર લડાવવા માગે છે.
ચીને કહ્યું, "ચીન દ્વિપક્ષીય સંબંધોને વિસ્તારમાં સ્થિરતા, શાંતિ અને પ્રગતિના આધારે આગળ વધારવાની વકીલાત કરે છે. ભારતની સાથે સરહદી વિવાદ દ્વીપક્ષીય છે. બંને દેશો કૂટનૈતિક અને સૈન્ય સ્તરે વાતચીત દ્વારા વિવાદને ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યો છે. ચીન અને ભારતની પાસે કોઈપણ આંતરિક સમસ્યાને સુલટાવવા માટે વિવેક છે. આ મામલે કોઈ ત્રીજા પક્ષની જરૂરિયાત નથી."
ભારત અને ચીન લદ્દાખમાં સરહદે તણાવને ઘટાડવા માટે કોર કમાન્ડર સ્તર પર આઠમા ચરણની વાત કરવાના છે.
જોકે હાલ પણ સરહદની યથાસ્થિતિ બહાલ નથી થઈ. વાસ્તવિક નિયંત્રણ રેખા પર હાલ પણ તણાવની સ્થિતિ છે અને મે મહિનાથી અગાઉની સ્થિતિ યથાવત્ત નથી કરી શકાઈ.
ચીને એ પણ કહ્યું કે અમેરિકા કોરોના વાઇરસથી લડવામાં નાકામયાબ રહ્યો છે એટલા માટે પોતાની સમસ્યાઓને ક્યાંય બીજી જગ્યાએ શિફ્ટ કરવા માગે છે.
ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું, "આ વર્ષે અમારી સરકાર કોરોના વાઇરસની લડાઈ જીતવામાં સફળ રહી છે. બીજી બાજુ અમેરિકા કોરોના વાઇરસની નાકામયાબીનો ચીન પર આરોપ લગાવીને પોતાને બચાવવામાં લાગ્યું છે. અમને આશા છે કે અમેરિકાનું નેતૃત્વ અન્યો પર આરોપ મૂકવાને બદલે પહેલાં પોતાની સમસ્યાઓની સામે ધ્યાન આપશે."
ચીનની કોમ્યુનિસ્ટ સરકારના મુખપત્ર માનવામાં આવતા અંગ્રેજી અખબાર ગ્લોબલ ટાઇમ્સે પોમ્પિયોના પ્રવાસ અને બેસિક એક્સચેન્જ ઍન્ડ કૉઓપરશન એગ્રીમેન્ટ (બેકા)ને લઈને સંપાદકીય લેખ લખ્યો છે.
ગ્લોબલ ટાઇમ્સે પોતાની સંપાદકીય ટિપ્પણીમાં લખ્યું છે, "કેટલાંક લોકોને લાગી રહ્યું છે કે અમેરિકા અને ભારતની સૈન્ય ભાગીદારી નવી દિશામાં જઈ રહી છે પરંતુ તે માત્ર મનોવૈજ્ઞાનિક અને ક્ષણિક છે. ભારત અને અમેરિકાની વચ્ચે આ કરાર ખૂબ જ પ્રભાવક રહેશે નહીં. ચીને આને લઈને ગભરાવવાની જરૂરિયાત નથી. ચીને આનાથી બ્લેકમેલ ન થવું જોઈએ."
'ચીન-અમેરિકા વિવાદ એટલે દુનિયાનો સૌથી મોટો ખતરો'
ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે, "ભારતને લાંબા સમયથી ચીનના વિશે રણનીતિક સંદેહ રહ્યો છે. હાલના સરહદીવિવાદથી એ વધારે ઊંડો થયો છે. પરંતુ ભારત અમેરિકાની નજીક રહી ચીનની સરહદે ટક્કર નહીં આપી શકે. ભારત અમેરિકાની નજીક જઈને ચીન પર મનોવૈજ્ઞાનિક દબાવ બનાવવાના પ્રય્તનો કરી રહ્યું છે. પરંતુ ગલવાન ઘાટીથી લઈને પેગોંગ સુધી આ વાત સત્ય સાબિત નહીં થાય."
"બંને દેશ કોરોના મહામારીમાં ખરાબ રીતે ફસાઈ ગયા છે ત્યારે આ પ્રકારે સંવાદને આગળ વધારી રહ્યા છે. જો બંને દેશોએ આ કામ કેટલાંક દાયકા પહેલાં કર્યું હોત અને નિશાન તાકાતના દમ પર પોતાનો વિસ્તાર વધારવામાં લાગેલો દેશ હોત તો સફળતા પણ મળેત. પરંતુ બંને દેશોએ ખોટો સમય અને ખોટું નિશાન પસંદ કર્યું."
ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે, "ચીન પોતાના ભૂરાજનીતિક વિસ્તારને નથી ઇચ્છતો પરંતુ ચીનનું બાકી દુનિયાનો સાથે જે સહયોગ છે તેને રોકી નહીં શકાય. જો અમેરિકા ખરેખર ચીન સાથે લડવા ઇચ્છતું હોય તો આપણા બજારમાંથી કૃષિ ઉત્પાદકોની નિકાસ બંધ કરે. પોતાના બર્ગર, કોક, જીએમ ઉત્પાદનો અને આઈફોનને અમારા બજારમાં વેચવાનું બંધ કરે."
"અમેરિકા પોતાના નજીકના સહયોગી ઑસ્ટ્રેલિયાને ચીન સાથેના વ્યાપારી સંબંધને સમેટવા માટે તૈયાર કરી દે. જો અમેરિકા આ બધું કરી શકવામાં સફળ જાય તો દુનિયાને વિશ્વાસ આવશે કે તે ચીનના સંબંધોની સમીક્ષા કરી રહ્યું છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો