આર્મેનિયા-અઝરબૈજાન યુદ્ધનો એક મહિનો : યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં કેવી છે સ્થિતિ?

આર્મેનિયા-અઝરબૈજાન યુદ્ધ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અઝેરી સૈન્ય દ્વારા કરાઈ રહેલો હુમલો
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે નાગોર્નો-કારાબાખ વિસ્તારમાં લડાઈ રહેલા યુદ્ધને એક માસને માથે એક દિવસ થઈ ગયો છે. ગત 27 સપ્ટેમ્બરે બન્ને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું.

આ યુદ્ધમાં હજારો લોકોનો ભોગ લેવાયો છે અને ગત ત્રણ દાયકામાં આ વિસ્તારે આવો સંઘર્ષ જોયો નથી.

આંતરરાષ્ટ્રીય સ્તરે નાગોર્નો-કારાબાખ પર અઝરબૈજાનનો કબજો હોવાનું મનાય છે, જોકે અહીં મોટી સંખ્યામાં આર્મેનિયા મૂળના લોકો રહે છે.

આર્મેનિયાના વડા પ્રધાન નિકોલ પાશિન્યાવે દેશના નાગરિકોને યુદ્ધ જીતવા તમામ શક્તિઓ લગાવી દેવાનું આહ્વાન કર્યું છે.

ટીવી પર રાષ્ટ્રને સંબોધતાં વડા પ્રધાને કહ્યું કે કારબાખમાં લડવા માટે પૂરતાં હથિયારો અને પુરવઠો છે. જોકે, 'તમામ આર્મેનિયનોએ જીતવા માટે તમામ શક્તિઓ એકઠી કરવી જ પડશે.'

તેમણે એવું પણ કહ્યું કે દેશને હાલ "આકરા અનુશાસન અને આદેશોના બિનશરતી અનુસરણની જરૂર છે. "

પાશિન્યાવે જણાવ્યું કે એક મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે, પણ 'આર્તસાખ (નાગોર્નો-કારાબાખ) ઘાયલ હોવા છતાં હજુ જીવંત છે. આપણી હિંમત તોડી શકાય એવી નથી.'

આર્મેનિયાના વડા પ્રધાન અનુસાર દેશની સમગ્ર સિસ્ટમ 'સંસ્થાકીય અછત'ને પહોંચી વળવા માટે કામે લાગેલી છે.

આ દરમિયાન અઝરબૈજાનના સંરક્ષણમંત્રાલે જણાવ્યું છે કે તાર્તાર પ્રદેશ પર હુમલો કરાયો છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર આર્મેનિયાના સૈન્યે તાર્તારમાં બુધવાર સવારે સાત વાગ્યે તોપોથી હુમલો કર્યો હતો.

જોકે, આર્મેનિયાએ આ આરોપને ફગાવી દીધો છે.

line

આર્મેનિયા : એક હજારથી વધુનાં મૃત્યુ

આર્મેનિયા-અઝરબૈજાન યુદ્ધ

ઇમેજ સ્રોત, Reuters

અહીં શરૂ થયેલી લડાઈના 30માં દિવસે અઝરબૈજાનના 69 અને આર્મેનિયાના 37 સૈનિકો માર્યા ગયા છે.

જ્યારે 30મા દિવસની લડાઈમાં 300 નાગરિકોને પણ ઈજા પહોંચી હતી.

આર્મેનિયાનું કહેવું છે કે તેના 37 નાગરિકો અને 974 સૈનિકો અત્યાર સુધી માર્યા ગયા છે.

બીજી બાજુ, અઝરબૈજાનને સૈન્યના જાનમાલનો કોઈ આંકડો જણાવ્યો નથી.

અમેરિકન વિદેશમંત્રી માઇક પૉમ્પિયોએ બંને દેશોના વિદેશમંત્રી સાથે યુદ્ધવિરામ અંગે વાતચીત કરી હતી.

એ પછી અઠવાડિયાના અંતે લડાઈ શરૂ થઈ હતી.

આ યુદ્ધમાં બે વખત રશિયાએ મધ્યસ્થી થકી સંઘર્ષવિરામના પ્રયાસો કર્યા છે, જોકે બંને વખત સંઘર્ષવિરામ ટકી શક્યો ન હતો અને ફરી લડાઈ શરૂ થઈ હતી.

નાગોર્નો-કારાબાખના સ્થાનિક અધિકારીઓએ અઝેરી સેના પર આસ્કેરન અને માર્ટુનીના વિસ્તારોમાં વસાહતો પર આર્ટિલરી ફાયરિંગ કરવાનો આરોપ મૂક્યો છે.

જ્યારે અઝરબૈજાનનો આરોપ છે કે તેનાં ઠેકાણાં પર નાનાં હથિયાર, મોર્ટાર, ટૅન્ક અને હોવિટ્ઝર્સથી હુમલા કરવામાં આવ્યા છે.

line

આર્મેનિયા માટે મુશ્કેલી

આર્મેનિયા-અઝરબૈજાન યુદ્ધ

ઇમેજ સ્રોત, Reuters

આર્મેનિયા અને કારાબાખ પાસને જોડાતાં મુખ્ય માર્ગ પર આવેલા લાકિન શહેર પર હુમલો કરાયો હોવાની માહિતી સ્થાનિક તંત્રે પોતાની ટેલિગ્રામ ચેનલ પર આપી છે.

આ હુમલામાં શહેરને માટા પાયે નુકસાન થયું હોવાનું પણ તંત્રનું જણાવવું છે.

હાલમાં અઝેરી સૈન્ય શહેર નજીક પહોંચી ગયું છે અને તેણે તોપથી શહેર પર હુમલો કર્યો હોવાનું મનાઈ રહ્યું છે.

જો અઝેરી સૈન્ય કારાબાખ પાસનો કબજો મેળવી લે તો કારાબાખને સાચવી રાખવું આર્મેનિયન સૈન્ય માટે મુશ્કેલ બની જશે એવું જાણકારોનું માનવું છે.

line

27 સપ્ટેમ્બરે યુદ્ધ શરૂ થયું હતું

આર્મેનિયા-અઝરબૈજાન યુદ્ધ

ઇમેજ સ્રોત, EPA

કારાબાખમાં 27 સપ્ટેમ્બરે યુદ્ધ શરૂ થયું હતું. અત્યારે આર્મેનિયાના અને અઝરબૈજાનનું સેન્ય કેટલીય જગ્યાએ એક-બીજા સામે લડી રહ્યાં છે.

બંને દેશો આ યુદ્ધમાં ડ્રોન, ઘાતક હથિયારો અને મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ કરી રહ્યા છે.

આ યુદ્ધમાં બંને દેશોના નાગરિકોને નુકશાન થયું છે અને ઘણા લોકોનાં મૃત્યુ થયાં છે.

બંને પક્ષોને 18 ઑક્ટોબરની મધ્યરાત્રીએ યુદ્ધવિરામની જાહેરાત કરી હતી.

પરતું જાહેરાત બાદ તરત જ બંને દેશો એક-બીજા પર યુદ્ધવિરામનો ભંગ કરવાનો આરોપ મુક્યો હતો.

પાછલાં ચાર અઠવાડિયાંથી ચાલી રહેલા આ યુદ્ધમાં અઝરબૈજાનનું સૈન્ય દક્ષિણ વિસ્તારમાં આગળ વધી ગયું છે.

અઝરબૈજાને ત્રણ વિસ્તારો ઝબરેલ, હાદ્રુત અને ફિજુલી પર કબજો મેળવી લીધો છે. આ વિસ્તારો 26 વર્ષથી આર્મેનિયાના કબજા હેઠળ હતા.

line

નાગોર્નો-કારાબાખ અંગે કેટલીક વાતો

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

  • આ 4,400 વર્ગ કિલોમીટર એટલે કે 1,700 વર્ગ માઈલનો પહાડી વિસ્તાર છે.
  • પારંપરિક રીતે અહીં ઈસાઈ આર્મેનિયન અને તુર્ક મુસલમાન રહે છે.
  • સોવિયેટ સંઘના વિઘટન પહેલાં આ એક સ્વાયત્ત ક્ષેત્ર બની ચૂક્યું હતું જે અઝરબૈજાનનો ભાગ હતું.
  • આંતરરાષ્ટ્રીયસ્તરે આ વિસ્તારને અઝરબૈજાનના ભાગના રૂપમાં માન્યતા અપાય છે, પરંતુ અહીંની મોટા ભાગની વસતી આર્મેનિયન છે.
  • આર્મેનિયા સમેત સંયુક્ત રાષ્ટ્રના કોઈ સભ્ય કોઈ સ્વઘોષિત અધિકારીને માન્યતા નથી આપતા.
  • 1980ના દશકના અંતથી 1990ના દશક સુધી ચાલેલા યુદ્ધમાં 30 હજારથી વધુ લોકોના જીવ ગયા હતા.
  • આ દરમિયાન અલગાવવાદી તાકતોએ નાગોર્નો-કારાબાખનો કેટલોક વિસ્તાર કબજે કરી લીધો.
  • 1994માં અહીં યુદ્ધવિરામની ઘોષણા થઈ હતી, બાદમાં અહીં સંઘર્ષ ચાલુ છે અને ઘણી વાર આ વિસ્તારમાં તણાવ પેદા થઈ જાય છે.
  • તુર્કી ખૂલીને અઝરબૈજાનનું સમર્થન કરે છે. અહીં રશિયાનું સેન્યઠેકાણું છે.
line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો