લંડન : ગૅસવિસ્ફોટથી કેટલાક લોકોનાં મૃત્યુની આશંકા

ઇમેજ સ્રોત, PA Media
લંડનના ફાયર-બ્રિગેડે જણાવ્યું છે કે એક દુકાનમાં શંકાસ્પદ ગૅસવિસ્ફોટ થતા કેટલાક લોકોનાં મૃત્યુની આશંકા છે.
સાઉથહૉલમાં એક સલૂન અને મોબાઇલ ફોનની દુકાનમાં વિસ્ફોટ થયો હોવાનું જણાવવામાં આવ્યું છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે અને એક બાળક સહિત પાંચ લોકોને બચાવાયાં છે.

ઇમેજ સ્રોત, PA Media
ફાયર-બ્રિગેડ મુજબ હજી ઘટનાસ્થળની તપાસ ચાલી રહી છે એટલે કોઈનું મૃત્યુ થયું છે કે નહીં એ વિશે પુષ્ટિ નથી કરી શકાઈ.
મેટ્રોપૉલિટન પોલીસે કહ્યું છે કે વિસ્ફોટમાં કંઈ શંકાસ્પદ નથી અને માનવામાં આવી રહ્યું છે કે આ ગૅસવિસ્ફોટ છે.
પોલીસ પ્રમાણે, "દુકાનમાં વિશાળ વિસ્ફોટ થયો હતો. દુકાનને ઘણું નુકસાન થયું છે. હાલ ફાયર બ્રિગેડના કર્મીઓ ઘટનાસ્થળ પર હાજર છે."
ઘટનાસ્થળની આસપાસની દુકાનોમાંથી બે બાળકો સહિત 16 લોકોને બહાર કાઢવામાં આવ્યાં છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર






















