IPL 2020: MI vs SRH – ક્રુણાલ પંડ્યાએ બૉલરને કઈ રીતે ઝૂડી નાખ્યા?

મુંબઈ ઇન્ડિય અને સનરાઇઝર હૈદરાબદ

ઇમેજ સ્રોત, BCCI/IPL

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

મુંબઈ ઇન્ડિયને સનરાઇઝર હૈદરાબદ વિરુદ્ધ 37 રનની ધમાકેદાર જીત હાંસલ કરી અને આઈપીએલ-13ના પૉઇન્ટ ટેબલમાં પ્રથમ પાયદાને પહોંચી ગઈ.

મુંબઈએ શારજાહના મેદાનમાં પ્રથમ બૅટિંગ કરતાં દમ દેખાડ્યો. 20 ઑવરમાં 208 રન બનાવ્યા અને બાદમાં બૉલરોએ હૈદરાબાદની ટીમને 20 ઓવરમાં 174 રન સુધી જ પહોંચવા દીધી.

હૈદરાબાદના કૅપ્ટન ડૅવિડ વૉર્નરે 60 રન બનાવ્યા. મુંબઈના જૅમ્સ પૅન્ટિસન, ટ્રૅન્ટ, બૉલ્ટ અને જસપ્રીત બુમરાહે બે-બે વિકેટ લીધી.

મુંબઈની જીતમાં ક્રુણાલ પંડ્યાના બૅટમાંથી માત્ર ચાર દડામાં 20 રન નીકળ્યા અને ક્વિટન ડિકૉકની 67 રનની મહત્ત્વની ભાગીદારીએ મુખ્ય ભૂમિકા ભજવી.

બીજી બાજુ, હૈદરાબાદમાં ખલીલ અહમદની જગ્યાએ ટીમમાં આવેલા સિદ્ધાર્થ કૌલને બૉલિંગ ભારે પડી. કૌલે ચાર ઓવરમાં 64 રન લૂંટાવી દીધા.

line

ક્રુણાલ હીરો

કૃણાલ પંડ્યા

ઇમેજ સ્રોત, TWITTER/MUMBAI INDIANS

મુંબઈ ઇંડિયન્સના ક્રુણાલ પંડ્યા ઇનિંગના છેલ્લા ચાર બૉલમાં 20 રન ફટકારી હીરો બની ગયા. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદના સિદ્ધાર્થ કૌલ ચાર ઓવરમાં 64 રન આપીને સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની ગયા.

કૌલે બે વિકેટ લીધી પરંતુ વધુ ચર્ચા તેમણે આપેલા રન વિશે થઈ. કૌલે હૈદરાબાદ તરફથી છેલ્લી ઓવર નાખી હતી. જેમાં ક્રુણાલ પંડ્યાએ ફટકારેલા 20 રન ઉપરાંત કુલ 21 રન બન્યા અને મુંબઈની ટીમે એક સમય મુશ્કેલ લાગી રહેલો બસો રનનો આંકડો હાંસલ કરી લીધો.

હૈદરાબાદના રાશિદ ખાને ફરી એક વાર કિફાયતી બૉલિંગ કરી. તેમણે ચાર ઓવરમાં માત્ર 22 રન આપીને એક વિકેટ લીધી.

line

રોહિત શર્મા નિષ્ફળ

રોહિત શર્મા

ઇમેજ સ્રોત, BCCI/IPL

મુંબઈ ઇંડિયન્સની શરૂઆત સારી નહોતી રહી. કૅપ્ટન રોહિત શર્મા પહેલી જ ઓવરમાં સંદીપ શર્માના બૉલ પર છ રન બનાવીને આઉટ થઈ ગયા.

કૅપ્ટનની જગ્યાએ ક્રીઝ પર આવેલા સૂર્યકુમાર યાદવે ત્રીજી ઓવરમાં સિદ્ધાર્થ કૌલની ઓવરમાં સતત ચાર ચોગ્ગા ફટકાર્યા.

તેમણે કૌલની બીજી ઓવરમાં પણ બે ચોગ્ગા ફટકાર્યા, પરંતુ એ જ ઓવરમાં તેઓ આઉટ પણ થઈ ગયા. તેમણે 18 બૉલમાં 27 રન બનાવ્યા.

છ ઓવર બાદ મુંબઈની ટીમે બે ટૉપ ઑર્ડર બૅટ્સમૅનોને ગુમાવીને 48 રન બનાવ્યા હતા.

line

દમદાર ભાગીદારી

વૉર્નર

ઇમેજ સ્રોત, BCCI/IPL

ત્યાર બાદ ઓપનર ક્વિન્ટન ડિ કૉકે અને ઈશાન કિશન સાથે મળીને ત્રીજી વિકેટ માટે 7.2 ઓવરમાં 78 રન બનાવ્યા. આ બંને બૅટ્સમૅનોએ 12મી ઓવરમાં જ મુંબઈનો સ્કોર 100 રન પાર પહોંચાડી દીધો. દરમિયાન ડિ કૉકે 32 બૉલમાં અડધી સદી પૂરી કરી લીધી.

મુંબઈની ત્રીજી વિકેટ 14મી ઓવરમાં રાશિદ ખાને લીધી. તેમણે પોતાના જ બૉલ પર ડિ કૉકનો કૅચ પકડીને તેમને આઉટ કર્યા. ડિ કૉકે 39 બૉલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 67 રન બનાવીને આઉટ થયા.

ત્યાર બાદ ઈશાન કિશન પણ વધુ ટકી ન શક્યા. તેમને 15મી ઓવરમાં સંદીપ શર્માના બૉલ પર મનીષ પાંડેએ જબરદસ્ત કૅચ પકડીને આઉટ કર્યા. મુંબઈની ટીમે 15 ઓવરમાં ચાર વિકેટ ગુમાવી 147 રન બનાવી લીધા હતા.

line

છેલ્લી પાંચ ઓવરની રમત

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

રાશિદ ખાને 16મી ઓવરમાં માત્ર બે રન આપ્યા. જે પૈકી એક રન વાઇડ બૉલનો હતો. 17મી ઓવરમાં હાર્દિક પંડ્યાએ ટી. નટરાજનના બૉલ પર એક છગ્ગો ફટકાર્યો. એ ઓવરમાં કુલ 10 રન બન્યા.

કેરોન પોલાર્ડે 18મી ઓવરમાં સંદીપ શર્માની ઓવરમાં બે છગ્ગા ફટકાર્યા. ઓવરના છેલ્લા બૉલે સંદીપે હાર્દિક પંડ્યા વિરૂદ્ધ LBWની અપીલ કરી જે અપાયરે ઠુકરાવી દીધી. રિવ્યૂમાં પણ અંપાયરનો નિર્ણય બરકરાર રહ્યો. 18મી ઓવરમાં મુંબઈના બૅટ્સમૅનોએ 15 રન બનાવ્યા.

19મી ઓવરમાં નટરાજનના પ્રથમ બૉલે પોલાર્ડે છગ્ગો ફટકાર્યો. ત્રીજા બૉલે હાર્દિક પંડ્યાએ એક ચોગ્ગો ફટકાર્યો. આ ઓવરમાં 13 રન બન્યા અને મુંબઈનો સ્કોર 187 રન થઈ ગયો.

હૈદરાબાદ તરફથી છેલ્લી ઓવરમાં સિદ્ધાર્થ કૌલે બૉલિંગ કરી. બીજા જ બૉલે તેમને હાર્દિક પંડ્યાની વિકેટ મળી. તેઓ 19 બૉલમાં 28 રન બનાવીને આઉટ થયા.

ક્રુણાલ પંડ્યાએ ક્રીઝ પર આવતાંવેંત જ એક છગ્ગો અને ત્યાર સતત બે ચોગ્ગા ફટકારી ટીમના સ્કોરને 200 પાર પહોંચાડી દીધો.

છેલ્લા બૉલે તેમણે વધુ એક છગ્ગો ફટકાર્યો અને મુંબઈનો સ્કોર 20 ઓવરમાં 208 રન થઈ ગયો. અંતિમ ઓવરમાં કુલ 21 રન બન્યા.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો