ડોનાલ્ડ ટ્રમ્પે ચૂકવ્યો ફક્ત 55 હજાર રૂપિયા ટેક્સ - ન્યૂયોર્ક ટાઇમ્સ

ટ્રમ્પ

ઇમેજ સ્રોત, BRENDAN SMIALOWSKI/AFP via Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ધ ન્યૂયોર્ક ટાઇમ્સ અખબારના અહેવાલ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પે 2016 અને 2017માં સંયુક્ત આવકવેરામાં ફક્ત 750 ડૉલર યાને તે અંદાજે 55 હજાર રૂપિયા ચૂકવ્યા છે. 2016માં ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડ્યા હતા અને 2017માં વ્હાઇટ હાઉસમાં તેમને એક વર્ષ પૂર્ણ થયું હતું.

અખબાર જણાવ્યું કે ટ્રમ્પ અને તેમની કંપનીઓના બે દાયકાથી વેરાના રેકોર્ડ તપાસ્યા છે, જેમાં બહાર આવ્યું છે કે છેલ્લાં 15 વર્ષોમાંથી, 10 વર્ષ તેમને કોઈ પણ પ્રકારનો આવકવેરો ચૂકવ્યો નથી.

રેકોર્ડમાં આ વર્ષોને "લાંબા ગાળાના નુકસાન અને કર ટાળવાના વર્ષો" તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

ડોનાલ્ડ ટ્રમ્પે આ અહેવાલને "બનાવટી સમાચાર" ગણાવ્યા છે.

મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે "ખરેખર મેં ટેક્સ ભર્યો છે અને તમે જોશો કે ટેક્સ રીટર્નની જમા કરતાની સાથે જ તેનું ઑડિટ હેઠળ મૂકવામાં આવ્યો છે. મારા ટેક્સ રીર્ટન લાંબા સમયથી ઑડિટ હેઠળ છે."

તેમને વધુમાં જણાવ્યું કે "આઈઆરએસ (ઇન્ટરનલ રૅવેન્યુ સર્વિસ) મારી સાથે સારું વર્તન કરતું નથી. તેઓ મારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે."

ટ્રમ્પ એમના વ્યવસાય સંબંધિત વિગતો જાહેર કરવાનો ઇનકાર કરતા રહ્યા છે જેને લઈને એમને અનેક કાયદાકીય પડકારોનો પણ સામનો કરવો પડ્યો છે.

1970 પછી ટ્રમ્પ એક માત્ર એવા રાષ્ટ્રપતિ છે જેમણે પોતાના ટેક્સ રિર્ટન જાહેર નથી કર્યા. જોકે, કાયદાકીય રીતે એને જાહેર કરવા ફરજિયાત નથી.

ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ એમને આ રિપોર્ટ કાયદાકીય પહોંચ ધરાવનારા સ્રોત પાસેથી મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે આ અહેવાલ અમેરિકાની રષ્ટ્રપતિપદની 3 નવેમ્બરે થનારી ચૂંટણી અગાઉ સામે આવ્યો છે.

line

રિપોર્ટમાં શું દાવો કરવામાં આવ્યો છે?

ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

ન્યૂયોર્ક ટાઇમ્સનું કહેવું છે કે એમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને એમની કંપનીઓની 1990ના દાયકાના ટેક્સ રીટર્નની સાથે સાથે 2016 અને 2017માં એમના અંગત રીર્ટન સાથે સંબંધિત માહિતીની સમીક્ષા કરી.

અહેવાલ મુજબ એમણે 2016 અને 2017માં ફક્ત 750 ડૉલર (વર્તમાન ભારતીય મૂલ્ય અંદાજે 55 હજાર રૂપિયા) કર ચૂકવ્યો, જ્યારે પાછલા 15માંથી 10 વર્ષ કોઈ કર નથી ચૂકવ્યો અને આવું એટલા માટે થયું કે એમણે દર્શાવ્યું કે એમને કમાણી કરતાં નુકસાન વધારે થયું છે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ બન્યા અગાઉ ટ્રમ્પની ઓળખ એક પ્રખ્યાત વેપારીની હતી અને તેઓ પ્રોપર્ટીના કારોબારમાં બાદશાહ ગણાતા હતા.

અખબારનું કહેવું છે કે ટ્રમ્પે આઈઆઈએસમાં જે કહ્યું છે એનાથી એક એવા ઉદ્યોગપતિની છબિ બને છે જે દર વર્ષે લાખો ડૉલર લે છે અને સતત નુકસાન થાય છે અને તેના જોરે તે ટેક્સ ચૂકવવામાંથી બચતા રહે છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાની આવક વિશે કહ્યું હતું કે, 2018માં કમ સે કમ એમણે 43.49 કરોડ ડૉલરની કમાણી કરી. અખબારે આના પર સવાલ ઉઠાવી કહ્યું કે ઇન્કમ ટેક્સ રીટર્ન મુજબ એ વર્ષે એમણે 4.74 કરોડનું નુકસાન કર્યું.

ટ્રમ્પની કંપનીએ પણ અહેવાલને રદિયો આપ્યો છે અને આરોપ નકારી કાઢ્યા છે. કંપનીના મુખ્ય કાનૂની સલાહકાર એલન ગાર્ટને ન્યૂયોર્ક ટાઇમ્સને કહ્યું કે, તમામ નહીં પરંતું મોટાભાગની વિગતો ખોટી પ્રતીત થઈ રહી છે.

એમણે કહ્યું કે ગત એક દાયકામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંઘીય સરકારને કર રૂપે લાખો ડૉલરની ચૂકવણી કરી છે, જેમાં વર્ષ 2015માં રાષ્ટ્રપતિપદની ઉમેદવારીની ઘોષણા પછી આપવામાં આવેલો લાખો ડૉલરનો કર પણ સામેલ છે.

ન્યૂયોર્ક ટાઇમ્સનું કહેવું છે કે ટ્રમ્પ સૌથી મોટા વ્યવસાય જેવા કે ગૉલ્ફ કોર્સ અને હોટલોમાં મોટાભાગે તેમણે દર વર્ષે લાખો ડૉલરનું નુકસાન થયું હોવાનું કહ્યું છે. અહેવાલનો દાવો છે કે અંગત રીતે ટ્રમ્પ 30 કરોડ ડૉલરની માટે જવાબદાર છે જે તેમણે આગામી ચાર વર્ષમાં ચૂકવવાના છે.

સીએનબીસીના એક અહેવાલ મુજબ અમેરિકામાં રાષ્ટ્રપતિનો પગાર વર્ષે 4 લાખ ડૉલર છે. આ ઉપરાંત તેમને અન્ય સવલતો પણ મળે છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો