કોરોના વાઇરસ : સુરતમાં આજે નોંધાયા કોરોના વાઇરસના 300 કેસ, રાજ્યમાં 1442 કોરોના વાઇરસના કેસ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Mayank Makhija/NurPhoto via Getty Image

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1442 કેસ નોંધાયા હતા. જ્યારે સુરત જિલ્લામાં 300 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 1,30,391એ પહોંચી છે. જ્યારે 3396 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

અમદાવાદમાં આજે 182 કેસ નોંધાયા હતા. રાજકોટમાં 148, જામનગરમાં 114 અને વડોદરામાં આજે 134 કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં આજે 12 દરદીઓનાં મૃત્યુ થયાં છે. અમદાવાદ અને વડોદરામાં ત્રણ-ત્રણ દરદીઓનાં મૃત્યુ થયાં છે. જ્યારે રાજકોટ અને સુરતમાં બે-બે દરદીનાં મૃત્યુ થયાં છે.

line

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1408 કેસ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, akib Ali/Hindustan Times via Getty Images

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1408 કેસ નોંધાયા છે, જ્યારે કોરોના વાઇરસના કારણે 14 દર્દીનાં મૃત્યુ થયાં છે.

ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 1,28,949એ પહોંચી છે. જ્યારે 3384 દરદીઓનાં હાલ સુધી મૃત્યુ થયાં છે.

રાજ્યના સુરત જિલ્લામાં 278 કેસ નોંધાયા છે, અમદાવાદમાં 183, રાજકોટમાં 147 અને વડોદરામાં 141 રેસ નોંધાયા છે.

ગુજરાતમાં આજે જે 14 દરદીઓનાં મૃત્યુ થયા છે તેમાંથી સૌથી વધારે મૃત્યુ સુરતમાં થયાં છે. સુરતમાં પાંચ દરદીનાં મૃત્યુ થયા છે. અમદાવાદ અને રાજકોટમાં ત્રણ-ત્રણ, રાજકોટ અને વડોદરામાં બે-બે દરદીનાં મૃત્યુ થયાં છે.

line

રેલ રાજ્યમંત્રી સુરેશ અંગાડીનું નિધન, ગુજરાતમાં કોરોના વાઇરસના 1372 કેસ

સુરેશ અંગાડી

ઇમેજ સ્રોત, Sonu Mehta/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, સુરેશ અંગાડી

ભારત સરકારના રેલ રાજ્યમંત્રી સુરેશ અંગાડીનું દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલમાં નિધન થયું છે. તેમનો કોરોના વાઇરસનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે સુરેશ અંગાડી એક અજોડ કાર્યકર્તા હતા, તેમણે પાર્ટીને કર્ણાટકમાં મજબૂત બનાવવા ખૂબ જ મહેનત કરી, તે એક સમર્પિત સંસદ સભ્ય અને અસરકારક મંત્રી હતા, તેમની તમામ લોકો પ્રશંસા કરતા. તેમનું નિધન દુખદાયક છે. આ દુ:ખની ઘડીમાં મારી પ્રાથના તેમના પરિવાર અને મિત્રોની સાથે છે.

ગુજરાતમાં આજે કોરોના વાઇરસના 1372 નવા કેસ નોંધાયા છે. જ્યારે 15 દર્દીના મૃત્યુ થયા છે.

ગુજરાતમાં આજે સૌથી વધુ કેસ સુરત જિલ્લામાં નોંધાયા છે. સુરતમાં આજે 294, અમદાવાદમાં 185 અને રાજકોટમાં 141 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 1,27,541એ પહોંચી છે. જ્યારે 3370 દરદીઓના મૃત્યુ થયા છે..

line

ભારતમાં કોરોના વાઇરસના દરદીઓનો આંક 56 લાખને પાર

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ભારતમાં કોરોના વાઇરસના કુલ ચેપગ્રસ્ત કેસની સંખ્યા વધીને 56 લાખથી વધારે થઈ ગઈ છે.

ગત 24 કલાકમાં દેશમાં કોરોના વાઇરસના વધુ 83,347 કેસ નોંધાયા છે અને આ દરમિયાન 1085 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

આ સાથે જ, ભારતમાં કોરોના વાઇરસના કુલ ચેપગ્રસ્ત દરદીઓનો આંક 5,646,011 થઈ ગયો છે. જ્યાં મૃતાંક 90,020 થઈ ગયો છે.

હાલમાં દેશમાં 9,68,377 સક્રિય કેસ છે એટલે આ દરદીઓની સારવાર ચાલી રહી છે, બાકીના દરદીઓ સાજા થઈ ગયા છે.

લાઇન

બુધવાર, 23 સપ્ટેમ્બર, 2020, નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

લાઇન
line

અમેરિકામાં કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામનારની સંખ્યા 2 લાખને પાર

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Tom Williams/CQ-Roll Call, Inc via Getty Images

ઇમેજ કૅપ્શન, નૅન્સી પેલોસી બે લાખ લોકોનોાં મૃત્યુ બાદ કોવિડ મેમોરિયલની મુલાકાતે

જ્હૉન હૉપકિન્સ યુનિવર્સિટીના અહેવાલ અનુસાર અમેરિકામાં કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા 2 લાખને પાર પહોંચી છે.

અમેરિકામાં કોરોના વાઇરસના કારણે 2,00,182 દરદીનાં મૃત્યુ થયાં છે. અમેરિકામાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 68,97,960 છે.

માર્ચ મહિનામાં અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે જો મૃતકોની સંખ્યા એકથી બે લાખની વચ્ચે રહેશે તો દેશે "ઘણી સારી કામગીરી" કરી કહેવાશે.

અમેરિકામાં કોરોના વાઇરસના કારણે સૌથી વધારે મૃત્યુ ન્યૂ યોર્ક શહેરમાં થયાં છે. ન્યૂયોર્કમાં 33,092 દરદીનાં, ન્યૂજર્સીમાં 16,069 દરદીનાં મૃત્યુ થયાં છે.

જ્હૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ભારતમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 55,62,663 કેસ નોંધાયા છે. હાલ સુધીમાં 88,935 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

ગુજરાતમાં આજે નોંધાયા 1402 નવા કેસ, સુરતમાં 298 કેસ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 1402 નવા કેસ નોંધાયા છે. સુરત જિલ્લામાં 298 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે કોરોના વાઇરસના કારણે 16 દર્દીનાં મૃત્યુ થયાં છે. જેમાં સૌથી વધારે મૃત્યુ સુરતમાં થયાં છે.

સુરતમાં કોરોના વાઇરસના કારણે પાંચ લોકોનાં મૃત્યુ થયાં છે. અમદાવાદ અને વડોદરામાં ત્રણ-ત્રણ લોકોનાં અને રાજકોટમાં બે લોકોનાં મૃત્યુ થયાં છે.

કોરોના વાઇરસના અમદાવાદમાં 185 કેસ, રાજકોટમાં 150 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 1,26,169એ પહોંચી છે. જ્યારે 3355 દરદીઓનાં મૃત્યુ થયાં છે.

line

દેશમાં 24 કલાકમાં કોરોનાના 75,083 નવા કેસ, 1053 મૃત્યુ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

સમાચાર એજન્સી એએનઆઈએ કેન્દ્રના સ્વાસ્થ્યમંત્રાલયના આંકડાને ટાંકતાં લખ્યું છે કે 24 કલાકમાં કોરોના સંક્રમણના 75,083 નવા કેસ નોંધાયા છે.

આ સાથે દેશમાં સંક્રમિતોનો કુલ આંક 55 લાખને પાર પહોંચી ગયો છે. 24 કલાકમાં દેશમાં 1053 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં મૃત્યુઆંક હવે 88,935 થઈ ગયો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં હાલ નવ લાખ 75 હજાર 861 ઍક્ટિવ કેસ છે. જ્યારે કે 44 લાખ 97 હજાર 868 સંક્રમિતો આ મહામારીમાંથી સ્વસ્થ થયા છે.

દેશમાં મહામારીથી સંક્રમણનો કુલ આંક 55 લાખ 62 હજાર 664 થઈ ગયો છે.

એએનઆઈ અનુસાર ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ(ICMR)ના આંકડા પ્રમાણે ગઈકાલે દેશમાં કોરોના વાઇરસના નવ લાખ 33 હજાર 185 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું.

આ સાથે દેશમાં અત્યાર સુધી થયેલા કુલ પરીક્ષણની સંખ્યા છ કરોડ 53 લાખ 25 હજાર 779 થઈ છે.

line

સુરતમાં આજે સૌથી વધારે 290 નવા કોરોના કેસ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Anuwar Ali Hazarika/Barcroft Media via Getty Image

ગુજરાતમાં આજે કોરોના વાઇરસના 1430 નવા કેસ નોંધાયા છે. જ્યારે 17 દરદીનાં મૃત્યુ થયાં છે.

રાજ્યમાં સૌથી વધારે કેસ સુરત જિલ્લામાં નોંધાયા છે. જેની સંખ્યા 290 છે. અમદાવાદમાં 177, રાજકોટમાં 143, વડોદરામાં 137 અને જામનગરમાં 123 નવા કેસ નોંધાયા છે.

સુરતમાં છેલ્લાં 24 કલાકમાં છ દરદીઓનાં મૃત્યુ કોરોના વાઇરસના કારણે થયાં છે. જ્યારે વડોદરામાં 4, અમદાવાદમાં 3 દરદીનાં મૃત્યુ થયાં છે. આ ઉપરાંત ભાવનગરમાં બે દરદીનાં મૃત્યુ થયાં છે.

રાજ્યમાં હાલ કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 1,24,767એ પહોંચી છે.

line

ગુજરાતમાં નવા 1407 કોરોના કેસ, 17 દરદીઓનાં મૃત્યુ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Dheeraj Dhawan/Hindustan Times via Getty Images

સમાચાર સંસ્થા પીટીઆઈ ગુજરાતના આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગને ટાંકી લખે છે કે ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 1,23,337 પૉઝિટિવ કેસ નોંધાયા છે.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વધુ 17 દર્દીઓનાં કોરોનાને કારણે મૃત્યુ થયાં છે.

આ સાથે જ ગુજરાતમાં કોરોના વાઇરસથી મૃત્યુ પામનારની સંખ્યા 3322 થઈ ગઈ છે.

line

ગુજરાતમાં 24 કલાકમાં નવા 1432 નવા કોરોના સંક્રમિતો, 16 લોકોનાં મૃત્યુ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, SAM PANTHAKY VIA GETTY IMAGES

ગુજરાતમાં પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 1432 કેસ નોંધાયા છે જે અત્યાર સુધીમાં રાજ્યમાં નોંધાયેલી સંક્રમિતોની સૌથી વધુ સંખ્યા છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ આપેલા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર પાછલા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઇરસના 16 સંક્રમિતોનાં મૃત્યુ થયાં છે.

આ સાથે રાજ્યમાં અત્યાર સુધીના સંક્રમિતોની કુલ સંખ્યા 1 લાખ 21 હજાર 930 ઉપર પહોંચી છે. રાજ્યમાં મહામારીનો કુલ મૃત્યુ આંક હવે 3305 થઈ ગયો છે.

line

ભારતમાં 24 કલાકમાં કોરોનાના 93 હજાર કેસ, કુલ કેસ 53 લાખને પાર

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમણના 93,377 નવા મામલા સામે આવવાની સાથે જ દેશમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 53 લાખ કરતાં વધુ થઈ ગઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણમંત્રાલય દ્વારા અપાયેલ માહિતી અનુસાર ગત 24 કલાકમાં કોરોનાના કારણે 1247 લોકોનાં મોત થયાં છે.

મંત્રાલય પ્રમાણે દેશમાં હાલ કુલ 53,08,015 સંક્રમિતો પૈકી 10,13,964 મામલા સક્રિય છે, જ્યારે 42,08,432 લોકો આ બીમારીમાંથી બેઠા થયા છે.

ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુજબ "ભારતમાં કોરોના સંક્રમણમાંથી સાજા થનાર લોકોની સંખ્યા અમેરિકા કરતાં પણ વધારે થઈ ગઈ છે. દુનિયામાં કોરોનામાંથી બેઠા થયેલા સૌથી વધારે લોકો ભારતમાં છે.

આ મહામારીને કારણે દેશમાં અત્યાર સુધી 85,619 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે જણાવ્યું છે કે 18 સપ્ટેમ્બર સુધી દેશમાં 6,24,54, 254 નમૂનાનાં કોરોના પરીક્ષણ કરાયાં છે. શુક્રવારે તે પૈકી 8,81,911 સૅમ્પલ ટેસ્ટ કરાયા છે.

સ્વાસ્થ્યમંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર દેશમાં કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. ત્યાં હાલ કોરોના સંક્રમણના કુલ 3,02,273 કેસો સક્રિય છે.

line

કોવિડ-19ની વધુ એક દવાને રશિયાની મંજૂરી

કોરોના દવાની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

રશિયાએ કોવિડ-19નાં હળવાં લક્ષણો ધરાવતા દર્દીઓ માટે એક ઍન્ટિ-વાઇરલ દવાને મંજૂરી આપી દીધી છે.

આ દવાનું નામ 'કોરોનાવિર' છે અને આને આર-ફાર્મ કંપનીએ બનાવી છે.

કંપનીએ શુક્રવારે જણાવ્યું કે આ દવા આગામી અઠવાડિયા સુધીમાં રશિયાની દુકાનોમાં ઉપલબ્ધ થઈ જશે.

કોરોનાવિરને પ્રિસક્રિપ્શન ડ્રગ તરીકે મંજૂરી મળી છે, એથી ડૉક્ટરના સૂચવ્યા પ્રમાણે જ એને ખરીદી શકાશે.

કોરોનાવિર પહેલાં મે મહિનામાં રશિયાની અન્ય એક દવા 'એવિફાવિર'ને પણ મંજૂરી મળી હતી.

સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે આ બંને દવા જાપાનમાં વિકસિત કરાયેલી દવા 'ફેવિપિરવિર'ની ફૉર્મુલા પર આધારિત છે.

ફેવિપિરવિર પણ એક ઍન્ટિ-વાઇરલ દવા છે, જેનો ઉપયોગમાં જાપાનમાં ફ્લુ અને અન્ય વાઇરલ સંક્રમણના ઇલાજમાં કરાય છે.

લાઇન

શનિવાર, 19 સપ્ટેમ્બર, 2020, નમસ્કાર. બીબીસી ન્યૂઝ ગુજરાતીના કોરોના વાઇરસ અંગેના અપડેટ પેજમાં આપનું સ્વાગત છે.

કોરોના વાઇરસ અંગેની ગુજરાત સહિત દેશ અને દુનિયાની અપડેટ આપ અહીં મેળવી શકશો.

લાઇન
line

ગુજરાતમાં પ્રતિકલાક 58 કોરોના કેસ

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઇરસના 1410 નવા કેસ નોંધાયા છે. જ્યારે 16 દરદીનાં મૃત્યુ થયાં છે.

રાજ્યમાં કોરાનાથી સાજા થયેલા દરદીઓની સંખ્યા 1 લાખને પાર પહોંચીને 1,01,101 થઈ છે.

સુરત જિલ્લામાં આજે 286, અમદાવાદમાં 173, રાજકોટમાં 144, વડોદરામાં 135 અને જામનગરમાં 129 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે થયેલાં 16 મૃત્યુમાંથી સુરત અને રાજકોટમાં ચાર-ચાર, અમદાવાદ અને વડોદરામાં ત્રણ-ત્રણ અને ગાંધીનગરમાં બે દરદીનાં મૃત્યુ થયાં છે.

રાજ્યમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા 1,20,498એ પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક 3289 છે.

line

18 સપ્ટેમ્બર 2020ની અને એ પહેલાંની અપડેટ્સ માટે અહીં ક્લિક કરો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો