જ્યારે એક માખીને મારવા જતાં આખા ઘરમાં આગ લાગી

ઇમેજ સ્રોત, Getty Images
ફ્રાન્સમાં એક વ્યક્તિએ માખીને મારવાના પ્રયત્નમાં ઘરનો ઘણોખરો ભાગ સળગાવી દીધો.
હકીકતમાં દોર્દોનમાં રહેનારી અંદાજે 80 વર્ષની આ ઘરડી વ્યક્તિ રાત્રે ખાવા બેઠી હતી, તે સમયે એક માખી તેમને પરેશાન કરવા લાગી.
તેમણે માખીને મારવા માટે ઇલેક્ટ્રોનિક રૅકેટ ઉઠાવ્યું અને માખીને મારવાનો પ્રયત્ન કર્યો.
તે જ સમયે તેમના ઘરમાં ગૅસ લીક થઈ રહ્યો હતો અને ઇલેક્ટ્રોનિક રૅકેટને હવામાં ચલાવવાના કારણે ધડાકો થયો.
ધડાકામાં તેમના રસોડાની અને ઘરની છતને ગણું નુકસાન થયું હતું.
સ્થાનિક મીડિયા અહેવાલ પ્રમાણે ધડાકામાં તેઓ બચી ગયા પરંતુ તેમનો હાથ દાઝી ગયો.
હાલમાં તેઓ એક કૅમ્પમાં રહી રહ્યા છે અને તેમનો પરિવાર ઘરને ઠીક કરાવી રહ્યો છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર






















