ટિકટૉક પર વીડિયો પોસ્ટ કરવાને કારણે જેલમાં જનારી યુવતીઓ, જે બાદ થયો વિવાદ

મવાદા અલ અદમ

ઇમેજ સ્રોત, INSTAGRAM/MAWADA_ELADHM

ઇમેજ કૅપ્શન, મવાદા અલ અદમ
    • લેેખક, સૈલી નબીલ
    • પદ, બીબીસી અરબી, કાહિરા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

હાલમાં જ બે વર્ષ માટે જેલમાં નાખી દીધેલા એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મવાદા અલ અદમનાં બહેન રહમા કહે છે, "અમે બહું દુખી હતાં. તેણે કશું ખોટું કર્યું નથી. મારી બહેન કોઈ ગુનેગાર નથી. તે માત્ર મશહૂર થવા માગતી હતી."

22 વર્ષીય યુનિવર્સિટીનાં વિદ્યાર્થિનીને મવાદાને ઇજિપ્તના પારિવારિક મૂલ્યોના ઉલ્લંઘન માટે દોષી ઠેરવવામાં આવ્યાં છે.

ટિકટૉક અને ઇન્સ્ટાગ્રામ પર મશહૂર ગીતો પર ફેશનેબલ કપડાં પહેરીને લિપ-સિંક કરીને નાચતાં વીડિયો પોસ્ટ કરવાને કારણે તેમની ગત વર્ષે મે મહિનામાં ધરપકડ કરાઈ હતી. તેમના વીડિયોઝને અભદ્ર માનવામાં આવ્યા હતા.

રહમાએ જણાવ્યું, "મારી માતા બહું મુશ્કેલીથી પથારીમાં બેઠાં થઈ શકે છે. તેઓ સતત રોતાં રહે છે. ઘણી વાર તે રાતે જાગી જાય છે અને પૂછે છે કે શું મવાદા ઘરે પરત આવી ગઈ છે."

line

'ટિકટૉકવાળી છોકરીઓ'

મવાદા અલ અદમ

ઇમેજ સ્રોત, INSTAGRAM/MAWADA_ELADHM

મવાદા એ પાંચ યુવા છોકરીઓમાં એક છે, જેમને એક જેવી જેલની સજા કરાઈ છે. આ સિવાય તેમના પર અંદાજે 20,000 ડૉલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

આ પાંચેયને ટિકટૉકવાળી છોકરીઓ કહેવાય છે. તેમાં એક અન્ય સોશિયલ મીડિયા સ્ટાર હનીન હોસામ પણ છે. બાકી ત્રણ છોકરીનાં નામ આપવામાં આવ્યાં નથી.

રહમાનું કહેવું છે કે તેમની બહેન ઘણી મશહૂર ફેશન બ્રાન્ડ્સ માટે સોશિયલ મીડિયામાં પર મૉડલિંગ કરતી હતી.

તેઓ કહે છે, "તે કેવળ બહુ મહત્ત્વાકાંક્ષી હતી. તે એક અદાકારા બનવા માગતી હતી."

એનજીઓ ઍમનેસ્ટી ઇન્ટરનેશનલ અનુસાર, આરોપ લગાડનારા અધિકારીઓએ સાબિતી તરીકે મવાદાના 17 ફોટોનો ઉપયોગ કર્યો અને જણાવ્યું કે આ ફોટો અભદ્ર છે. મવાદાનું કહેવું છે કે આ ફોટો તેમના ગત વર્ષે ચોરાયેલા ફોનથી લિક થયા હતા.

line

મવાદા કેમ?

મવાદા અલ અદમ

ઇમેજ સ્રોત, INSTAGRAM/MAWADA_ELADHM

ઇમેજ કૅપ્શન, મવાદા અલ અદમ

તેમનાં બહેન રહમા ગુસ્સામાં પૂછે છે, "એ જ કેમ? ઘણી અભિનેત્રીઓ સાવ ખુલ્લી રીતે કપડાં પહેરે છે. કોઈ તેમને અડતું પણ નથી."

તેમના વકીલ અહમદ બહકિરી અનુસાર, શરૂઆતનો નિર્ણય આવ્યા પછી મવાદા બેભાન થઈ ગઈ હતી.

તેઓ કહે છે, "જેલ કોઈ ઉપાય નથી. ભલે તેમના કેટલાક વીડિયો આપણા સામાજિક નિયમો અને પરંપરાઓની વિરુદ્ધ કેમ ન હોય. જેલથી અપરાધ પેદા થાય છે. અધિકારીઓએ પુનર્વાસ પણ ધ્યાન આપવું જોઈએ."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

line

અભિવ્યક્તિની આઝાદી

મવાદા અલ અદમ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, મવાદા અલ અદમ

ઇજિપ્ત મુસ્લિમ બહુમતીવાળો દેશ છે. અહીં રૂઢિવાદી સમાજ છે અને ઇજિપ્તના કેટલાક લોકો આ ટિકટૉક વીડિયોને અશ્લીલ માને છે.

બચાવ કરનારાઓના વ્યવહારને અયોગ્ય માનીને તેમની ટીકા કરાય છે. અન્ય લોકોનું કહેવું છે કે છોકરીઓ માત્ર મોજમસ્તી કરતી હતી અને તેમને જેલમાં ન મોકલવી જોઈએ.

માનવાધિકાર કાર્યકારોએ આ છોકરીઓને છોડવાની માગ કરી છે. તેમનું માનવું છે કે આ ધરપકડો અભિવ્યક્તિની આઝાદીને દબાવવાની દિશામાં ઉઠાવેલું વધુ એક પગલું છે અને તેના માધ્યમથી સરકાર ડિજિટલ પ્લૅટફોર્મ પર પોતાની પકડ વધુ મજબૂત કરવા માગે છે.

2014માં જ્યારથી સેના સમર્થિત રાષ્ટ્રપતિ અબ્દલ ફતહ સીસી સત્તામાં આવ્યા છે, ત્યારથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠન રાજ્યની કડક નીતિઓની ટીકા કરતું રહ્યું છે.

આ કાર્યકરો હજારો રાજનીતિક કેદીઓની વાત કરે છે, જેમાં ઉદારવાદી, ઇસ્લામિસ્ટ્સ, પત્રકાર અને માનવાધિકાર વકીલ સામેલ છે.

રાષ્ટ્રપતિએ ભાર આપ્યો છે કે ઇજિપ્તમાં આત્માવાળો કોઈ પણ કેદી નથી. સાથે જ અધિકારી માનવાધિકાર રિપોર્ટ્સની શાખ પર સવાલ ઉઠાવે છે.

line

લિંગભેદ

મવાદા અલ અદમ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, મવાદા અલ અદમ

એક એનજીઓ ઇજિપ્તિયન કમિશન ફૉર રાઇટ્સ ઍન્ડ ફ્રીડમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મોહમ્મદ લોટ્ફી કહે છે, "મહિલાઓને સોશિયલ મીડિયામાં પણ માત્ર સરકારના નિર્દેશોના હિસાબે ચાલવાની આઝાદી છે. આ એનજીઓ આ છોકરીને છોડવાની માગ કરી રહી છે.

લોટ્ફીનું માનવું છે કે આ કેસ સીધી રીતે લૈંગિક ભેદભાવનો મામલો છે. તેઓ કહે છે, "છોકરીઓ પર આરોપ છે કે તેઓએ ઇજિપ્તનાં પારંપારિક મૂલ્યોને તોડ્યાં છે, પરંતુ કોઈએ પણ આજ સુધી આ મૂલ્યોને પરિભાષિત કર્યાં નથી."

મહિલાઓના અધિકારોની વકાલત કરતાં મુજ્ન હસન આ વાતથી સહમત છે. તેઓ કહે છે, "આ લૈંગિક સમાનતાનો મામલો છે.જે રાજ્યના પિતૃસત્તાક વિચારને દર્શાવે છે."

લોટ્ફી કહે છે કે ભલે આ છોકરીઓને છોડી દેવામાં આવે, પણ યુવા છોકરીઓમાં એક ડરનો સંદેશ મોકલી દીધો છે.

તેઓ કહે છે, "અધિકારીઓએ સ્પષ્ટ કરી દીધું છે કે તમે તમારી મનમરજીથી કંઈ પણ કહી કે કરી ન શકો."

હાલના મહિનાઓમાં સરકારી અભિયોક્તાએ એવાં ઘણાં નિવેદન જાહેર કર્યાં છે, જેમાં 'ડિજિટલ પ્લૅટફોર્મ પર આપણા યુવાઓ સામે મોજૂદ ખતરાઓ'ને રેખાંકિત કર્યાં છે. અભિયોક્તાઓએ માતાપિતાને પોતાનાં બાળકો પર વધુ ધ્યાન આપવા કહ્યું છે.

line

વર્ગ અને પ્રભાવ

મવાદાના ટિકટૉક પર 30 લાખ ફૉલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના ફૉલોઅર્સની સંખ્યા 16 લાખ છે. કેટલાક આલોચકોનું કહેવું છે કે અધિકારી છોકરીઓના વધતા પ્રભાવથી ચિંતિત છે.

કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સને લાગે છે કે આ ઇન્ફ્લુએન્સરોની એટલા માટે તો ધરપકડ નથી કરી કે આ સામાન્ય પરિવારમાંથી આવે છે અને તેમના કોઈ મોટા સંપર્કો નથી.

તેમનો તર્ક છે કે ઊંચા સામાજિક દરજ્જાવાળી અન્ય છોકરીઓ સોશિયલ મીડિયામાં કોઈ ડર વિના આ પ્રકારનો વ્યવહાર કરે છે.

લોટ્ફી કહે છે, "ઊંચા દરજ્જાની છોકરીઓ સામાન્ય રીતે સત્તાથી નજીકના પરિવારોમાંથી હોય છે. આથી તેમના સરકારીવિરોધી અભિપ્રાય જાહેર કરવાની કોઈ શક્યતા હોતી નથી."

ઍમનેસ્ટી ઇન્ટરનેશનલના મિડલ ઇસ્ટ અને નૉર્થ આફ્રિકાના ઍક્ટિંગ રીઝનલ ડાયરેક્ટર લિન માલૂફ કહે છે, "મહિલાઓની ઑનલાઇન દેખરેખ કરવાની જગ્યાએ સરકારે મહિલાઓ સામે થતી સેક્સ્યુઅલ અને જેન્ડર આધારિત હિંસાને રોકવા પર ભાર આપવો જોઈએ."

ગ્રાફિક્સ
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો