શ્રીલંકા ચૂંટણી : મહિંદા રાજપક્ષેની પાર્ટીની મોટી જીત, પીએમ મોદીએ અભિનંદન આપ્યાં

ઇમેજ સ્રોત, EPA
શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબ્યા રાજપક્ષેએ દેશની સંસદીય ચૂંટણીમાં પોતાની પાર્ટીની મોટી જીતની ઘોષણા કરી છે.
તેમના ભાઈ મહિંદા રાજપક્ષેને હવે ફરી એક વાર વડા પ્રધાન બનાવાય તેવી આશા છે, જેમણે નવેમ્બરમાં કાર્યવાહકના રૂપમાં ભૂમિકા નિભાવી હતી.
શ્રીલંકાની સામાન્ય ચૂંટણીમાં રાજપક્ષે પરિવારની શ્રીલંકા પીપુલ્સ ફ્રન્ટ (એસએલપીપી)એ બે-તૃતીયાંશ બહુમતીથી જીત હાંસલ કરી છે, જેમની પાર્ટીને પ્રસ્તાવિત 'બંધારણીય પરિવર્તનો'ને પૂરાં કરવાં માટે જરૂર પણ હતી.
પાર્ટીએ કુલ 225માંથી 145 સીટ જીતી છે. સાથે જ પાંચ સીટ શ્રીલંકા પીપુલ્સ ફ્રન્ટની સહયોગી પાર્ટીઓને મળી છે.

ઇમેજ સ્રોત, EPA
શ્રીલંકામાં એસએલપીપીએ નવ મહિના પહેલાં રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી હતી. બાદમાં ગોટબ્યા રાજપક્ષેએ 18 નવેમ્બરે રાષ્ટ્રપતિપદના શપથ લીધા હતા.
શ્રીલંકામાં બુધવારે મતદાન થયું હતું. ગુરુવારે મતગણતરી થઈ હતી અને શુક્રવારે સવારે સત્તાવાર રીતે પરિણામોની જાહેરાત કરાઈ હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
પરિણામ જાહેર થતાં પહેલાં મહિંદા રાજપક્ષેએ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે 'ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને તેમને ચૂંટણીમાં જીત પર શુભકામના સંદેશ આપ્યો હતો.'
તેઓએ લખ્યું, "લોકોનાં અભૂતપૂર્વ સમર્થન સાથે તેઓ ભારત સાથે શ્રીલંકાના સંબંધોને વધુ સારા બનાવાનું કામ કરશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
તેઓએ લખ્યું કે 'શ્રીલંકા અને ભારત સારા મિત્રદેશ છે.'
ગત બે દશકથી શ્રીલંકાની રાજનીતિમાં વિવાદિત રાજપક્ષેના પરિવારનો દબદબો રહ્યો છે.
મહિંદા રાજપક્ષે આ પહેલાં વર્ષ 2005થી 2015 સુધી શ્રીલંકાના વડા પ્રધાન રહ્યા હતા.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો





















