વિજય માલ્યાની અરજી નકારાઈ, કેટલા દિવસમાં ભારત પરત આવશે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

બ્રિટનની સુપ્રીમ કોર્ટે ભારતીય વેપારી વિજય માલ્યાએ પ્રત્યર્પણ વિરુદ્ધ કરેલી અરજીને નકારી દીધી છે. ભારતે વિજય માલ્યાને ભાગેડુ જાહેર કર્યા છે.

આ અરજી નકારાયા બાદ વિજય માલ્યા પાસે બ્રિટનમાં લગભગ તમામ પ્રકારના કાયદાકીય વિકલ્પો ખતમ થઈ ગયા છે. હવે તેમને 28 દિવસોની અંદર ભારત મોકલી શકાય છે.

હવે આ મામલે બ્રિટનનાં ગૃહમંત્રી પ્રીતિ પટેલે તેના પર અંતિમ નિર્ણય લેવાનો છે.

આ પહેલાં બ્રિટનની હાઈકોર્ટે પણ માલ્યાની અરજી નકારી દીધી હતી.

લિકર કિંગના નામથી ફેમસ 64 વર્ષના દારૂના વેપારી વિજય માલ્યાએ ભારતમાં પ્રત્યપર્ણ કરવાના આદેશ સામે અરજી કરી હતી.

માલ્યાના તમામ વિકલ્પો ખતમ

બીબીસી સંવાદદાતા ગગન સભરવાલે જણાવ્યું કે આ ચુકાદા બાદ માલ્યા પાસે તમામ કાયદાકીય વિકલ્પો ખતમ થઈ ગયા છે.

સભરવાલ જણાવે છે, "ભારત-બ્રિટનની પ્રત્યર્પણ સંધિ પ્રમાણે, હવે બ્રિટનનાં ગૃહ મંત્રી પ્રીતિ પટેલે આવનારા 28 દિવસો અંદર વિજય માલ્યાને પ્રત્યર્પણ કરવાના ચુકાદા પર સહી કરવાની રહેશે. "

જોકે માલ્યા હજી પણ યુરોપીય માનવાધિકારી કોર્ટમાં પોતાની અરજી દાખલ કરી શકે છે. કારણ કે ટેક્નિકલ રૂપે બ્રિટન હજી પણ યુરોપીય સંઘમાં સામેલ છે.

આ પહેલાં સંજીવ ચાવલા પણ આ રસ્તો અપનાવી ચૂક્યા છે.

સભરવાલ જણાવે છે, " હવે માલ્યા પાસે એકમાત્ર વિકલ્પ બચ્યો છે, જેમાં તેઓ યુરોપીય કોર્ટ ઑફ હ્યુમન રાઇટ્સમાં જઈ શકે છે. આ પહેલાં સંજીવ ચાવલા પણ આ કોર્ટમાં ગયા હતા."

"જોકે, તેની અરજી નકારવામાં આવી હતી. એવામાં ઓછી સંભાવના છે કે બ્રિટનની સુપ્રીમ કોર્ટની વિરુદ્ધ જઈને આ કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવે."

આ ચુકાદના ઠીક પહેલાં વિજય માલ્યાએ ટ્વિટર પર ભારત સરકાર સાથે સમજૂતીના સંકેતો મોકલ્યા હતા.

કોવિડ-19ના પૅકેજ પર સરકારને ધન્યવાદ આપણે તેમણે લખ્યું કે સરકાર તેમની પાસેથી પૈસા લઈને આ બધું ખતમ કરે.

તેમણે પોતાના ટ્વિટમાં લખ્યું, "કોવિડ-19ના રાહત પૅકેજ માટે સરકારને ધન્યવાદ. તેઓ જેટલા ઇચ્છે એટલા પૈસા છાપી શકે છે."

"પરંતુ શું મારું નાનકડું યોગદાન કરનારું સરકારી બૅન્કો પાસેથી લીધેલું 100 ટકા દેવું ચૂકવવા માટે તૈયાર છે, તેને નજરઅંદાજ કરવું જોઈએ. મહેરબાની કરી કોઈ પણ શરત વિના મારા પૈસા લઈ લો અને આ બધું બંધ કરો. "

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો