UAE : શારજાહમાં48-માળના ઍબકો ટાવરમાં આગ, ડ્રોન કામે લગાડાયાં

શારજહામાં ઍબકો ટાવરમાં આગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઍબકો ટાવરની આજુબાજુની કમસે કમ પાંચ ઇમારત ખાલી કરાવાઈ
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

સંયુક્ત આરબ અમિરાતના શારજાહમાં બહુમાળી ઇમારતમાં આગ ફાટી નીકળી લાગી છે, જેણે સમગ્ર ઇમારતને ભરડામાં લીધી હતી.

સ્થાનિક પત્રકારના જણાવ્યા પ્રમાણે, ફાયરબ્રિગેડની ડઝનબંધ ગાડીઓને ઍબકો ટાવરમાં લાગેલી આગને ઓલવવાની કામગીરીમાં લગાવવામાં આવી છે.

આ સિવાય દુર્ઘટનાસ્થળનું નિરીક્ષણ કરવા માટે ડ્રોનની મદદ પણ લેવામાં આવી રહી છે.

આગ લાગવાનાં કારણ તથા તેના કારણે થયેલી જાનહાનિ અંગે કોઈ પ્રાથમિક અહેવાલ નથી.

ઍબકો ટાવરમાં આગની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઍબકો ટાવરમાં લાગેલી આગ અનેક કિલોમીટર દૂરથી નજરે પડી
આગની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

મળતી માહિતી મુજબ, સ્થાનિક સમય મુજબ રાત્રે નવ વાગ્યે (આંતરરાષ્ટ્રીય સમય મુજબ સાંજે પાંચ વાગ્યે) વાગ્યે 48 માળના ટાવરમાં આગ લાગી હતી. જેથી ઇમર્જન્સી સર્વિસીઝને બોલાવામાં આવી હતી.

ઇમારતમાંથી ખરતો કાટમાળ નીચે રહેલી ગાડીઓ ઉપર પડ્યો હતો.

દુબઈ-સ્થિત અખબાર 'ખલિજ ટાઇમ્સ'ના અહેવાલ મુજબ, આજુબાજુની કમસે કમ પાંચ ઇમારતોને ખાલી કરાવી દેવામાં આવી છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો