સચીન તેંડુલકર મહિલા ખેલાડીઓ સામે બેટિંગ કરવા કેમ ઊતર્યા?

સચીને તેંડુલકર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 2 મિનિટ

આજે ફરી એક વખત ભારતીય બૅટ્સમૅન સચીન તેંડુલકર ગ્લવ્ઝ, હેલ્મેટ, પૅડ પહેરીને પીચ પર આવ્યા, અગાઉ તેઓ આ અવતારમાં નવેમ્બર 2013માં દેખાયા હતા.

નવેમ્બર 2013માં સચીન તેંડુલકર તેમની ક્રિકેટકારકિર્દીની અંતિમ ટેસ્ટ મૅચ રમ્યા હતા.

હવે ફરીથી તેઓ મેદાનમાં ઊતર્યા ત્યારે સોશિયલ મીડિયા પર તેમની ચર્ચા થઈ રહી છે.

ચર્ચાનું એક ખાસ કારણ એ પણ છે કે આ વખતે તેઓ આખી મૅચ રમવા માટે નહીં પણ એકમાત્ર ઓવર રમવા માટે બેટિંગ કરી હતી અને મહિલા ટીમની સામે આ ઓવર રમ્યા હતા.

ઑસ્ટ્રેલિયન મહિલા ખેલાડીએ આપેલી ચેલેન્જના કારણે સચીન તેંડુલકર બેટિંગ કરવા ઊતર્યા હતા.

line

શું હતી ચૅલેન્જ?

સચીન તેંડુલકરને ઑસ્ટ્રેલિયાનાં ઑલ-રાઉન્ડર એલિસ પેરીએ એક ઓવરનો સામનો કરવાની ચેલેન્જ આપી હતી.

સચીન તેંડુલકરે આ ચેલેન્જ સ્વીકારી હતી અને એક ઓવરની મૅચ રમવાની તૈયારી બતાવી હતી.

આ ચેલેન્જ અંતર્ગત સચીન તેંડુલકર એલિસ પેરીની બૉલિંગનો સામનો કર્યો.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

આ દરમિયાન ફિલ્ડિંગ માટે ગ્રાઉન્ડ પર પેરીની સાથે ઑસ્ટ્રેલિયન ટીમનાં અન્ય દસ મહિલા ખેલાડીઓ પણ સામેલ હતાં

ઑસ્ટ્રેલિયન મહિલા ટીમના ટ્વિટર હૅન્ડલ પરથી શનિવારે એક વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો હતો.

જેમાં પેરી કહી રહ્યાં છે, "સચીન, તમે બુશફાયર મૅચને સપૉર્ટ કરવા ઑસ્ટ્રેલિયા આવ્યા છો."

"અમને ખ્યાલ છે કે તમે એક ટીમને કોચિંગ આપી રહ્યા છો પણ ગઈ કાલ રાત્રે અમે બેસીને વાત કરતાં હતાં, ત્યારે વિચાર આવ્યો કે જંક્શન ઓવલમાં તમને એક ઓવર માટે રિટાયરમૅન્ટમાંથી બહાર આવતા જોઈને આનંદ થશે."

સચીન તેંડુલકરે આ ટ્વીટને રિટ્વીટ કર્યું હતું અને આ ચેલેન્જ સ્વીકારી હતી.

line

શું છે બુશફાયર ક્રિકેટ મૅચ?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

બુશફાયર ક્રિકેટ મૅચનું આયોજન મેલબૉર્નના જંક્શન ઓવલ મેદાનમાં યોજાશે.

આ મૅચથી એકઠી થનારાં નાણાં ઑસ્ટ્રેલિયન રેડ ક્રૉસ ડિઝાસ્ટર રિલીફ અને રિકવરી ફંડમાં મોકલવામાં આવશે.

ઑસ્ટ્રેલિયામાં તાજેતરમાં બુશફાયરના કારણે મોટી સંખ્યામાં વન્યજીવો માર્યા ગયા હતા. આ આગમાં અનેક ઘરો પણ ખાખ થઈ ગયાં હતાં.

આ આપદા બાદ રાહતભંડોળ એકઠું કરવા માટે ઑસ્ટ્રેલિયાના જૂના ક્રિકેટરો વચ્ચે એક મૅચ રમાઈ રહી છે.

આ મૅચ પોન્ટિંગ ઇલેવન અને ગિલક્રિસ્ટ ઇલેવન વચ્ચે રમાશે.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો