અમેરિકામાં ભારતીય મૂળના શીખ પોલીસકર્મીની ગોળી મારીને હત્યા કરાઈ

ઇમેજ સ્રોત, TWITTER/HCSOTEXAS
અમેરિકામાં ટેકસાસમાં ભારતીય મૂળના શીખ પોલીસ અધિકારી સંદીપસિંહ ધાલીવાલની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે.
સંદીપસિંહ ધાલીવાલ ટેક્સાસમાં ભારતીય મૂળના પ્રથમ પોલીસ અધિકારી હતા. તેઓ 42 વર્ષના હતા.
ફરજ પર પાઘડી પહેરવાની અને દાઢી-મૂછ રાખવાની કાનૂની લડાઈ જીતીને તેઓ ચર્ચામાં આવ્યા હતા.
તેઓ 10 વર્ષથી પોલીસ સેવામાં હતા.
સંદીપસિંહ ધાલીવાલને પોલીસબેડામાં ધાર્મિક આઝાદીની લડાઈ જીતનાર તરીકે ઓળખવામાં આવતા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
માહિતી મુજબ તેઓ ફરજ પર હતા એ વખતે ગોળી મારવામાં આવી હતી. ટેકસાસના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર સિંહ પર ક્રૂર હુમલો કરવામાં આવ્યો હતો.
બપોરે સંદીપસિંહ શહેરમાં ટ્રાફિક-કંટ્રોલનું કામ કરી રહ્યા હતા તે વખતે આ હુમલો કરાયો હતો.
હૅરિસ કાઉન્ટીના શૅરિફ ઈડી ગોન્ઝાલેઝ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સંદીપસિંહે એક ગાડીને રોકી. વાહનમાં એક મહિલા અને એક પુરૂષ સવાર હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગાડી રોકવા પર એમાંથી એક વ્યક્તિ બહાર આવી અને તેણે સંદીપસિંહ પર બેરહમીથી ગોળીઓ ચલાવી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
સિંહને હેલિકૉપ્ટરમાં હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં એમને મૃત જાહેર કરાયા.
ગોન્ઝાલેઝે ટ્વીટ કરીને એમના મૃત્યુની જાણકારી આપી.
એમણે લખ્યું, "મને એ જણાવતા ખૂબ દુઃખ થાય છે કે અમે કોઈ પોતીકાને ગુમાવી દીધો છે."
"આ દુ:ખ વ્યક્ત કરવા માટે અમારી પાસે શબ્દો નથી. આપણે એક શાનદાર પિતા, પતિ, દીકરો, ભાઈ અને દોસ્ત ખોઈ બેઠા છીએ. આપણે ટેક્સાસનો પીસ-ઑફિસર ગુમાવ્યો છે."
અધિકારીઓનું કહેવું છે કે ઘટનાસ્થળની નજીકે આવેલા એક શૉપિંગ-સેન્ટર તરફ હુમલાખોરને ભાગતો જોવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે આરોપીની ગાડી જપ્ત કરી આગળ તપાસ હાથ ધરી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
શૅરિફના કાર્યાલય દ્વારા કરાયેલા એક ટ્વીટમાં જણાવાયું છે કે આ મામલે 47 વર્ષના રૉબર્ટ સૉલિસ નામના આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરાયો છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો