પૈસાદાર અને સાધનસંપન્ન લોકો આખરે ચોરી શા માટે કરે છે?

ઇમેજ સ્રોત, SM Viral Post
હોટેલ છોડતી વખતે વખતે ક્યારેય તમને પ્રશ્ન થયો છે કે હોટેલમાંથી કઈ વસ્તુ હું મારી સાથે લઈ જઈ શકું, અને કઈ નહીં?
તમે ક્યારેય એવું કર્યુ છે કે હોટેલમાં કૉમ્પ્લિમેન્ટરી મળતા સામાનને પોતાનો સામાન બનાવી લીધો હોય?
જોકે, કૉમ્પ્લિમેન્ટરી સામાન ઉઠાવવો તો અલગ વાત છે, પણ ઇન્ડોનેશિયાના બાલીમાં તો એક ભારતીય પરિવારે હોટેલમાંથી સામાન ઉઠાવવામાં હદ પાર કરી દીધી.
સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાઇરલ થયો છે. તે વીડિયો ઇન્ડોનેશિયાના બાલીનો હોવાનો જણાવાઈ રહ્યું છે. વીડિયોમાં દાવો કરાઈ રહ્યો છે કે એક ભારતીય પરિવાર હોટેલના રૂમમાંથી સામાન ચોરીને લઈ જઈ રહ્યો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તેમણે હેર ડ્રાયર, સાબુદાની, અરીસો, હેંગર, સજાવટનો સામાન અને બીજુ ઘણું બધું હોટેલના રૂમમાંથી ચોરી લીધું.
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનો આવવી શરૂ થઈ હતી.
લોકો વીડિયોને શૅર કર્યો છે અને આ પ્રકારની હરકત પર નારાજગી વ્યક્ત કરી.
જાણીતા લેખિકા શોભા ડે તેમજ અભિનેત્રી મિની માથુરે પણ વીડિયો શૅર કરી પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2

X કન્ટેન્ટ પૂર્ણ, 3
એક ટ્વિટર યૂઝરે કહ્યું છે કે પૈસાથી તમે ફૉરેન ટ્રીપ તો કરી શકો છો, પણ ક્લાસ મેળવી શકતા નથી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
વધુ એક ટ્વિટર યૂઝરે લખ્યું છે કે આ જ કારણ છે કે જેના માટે ભારતીય રેલવે ટૉઇલેટમાં મગને સાંકળથી બાંધીને રાખવા પડે છે. જોકે, તે છતાં ત્યાં ધાબળા તેમજ ઓશિકાં તો લોકો ચોરી જ જાય છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 5

X કન્ટેન્ટ પૂર્ણ, 6

X કન્ટેન્ટ પૂર્ણ, 7
આવી ઘટના સામે આવ્યા બાદ એક સવાલ થાય છે કે જો કોઈ વ્યક્તિ પૈસાદાર છે, વસ્તુઓ ખરીદી શકે એમ છે, તો પણ તેની ચોરી કરવી તેમને કેમ પસંદ છે?
આ મામલે વિશેષજ્ઞો કહે છે કે આ પ્રકારની ચોરી લોકો ત્યારે કરે છે, જ્યારે તેમને તે વસ્તુની જરૂર હોય છે.
ગ્લોબલ રિટેઇલ થેફ્ટ બૅરોમિટર ઍન્ડ ચેક પૉઇન્ટ સિસ્ટમના સંશોધકોનું માનવું છે કે મધ્યમ વર્ગના લોકો પોતાની લાઇફ સ્ટાઇલને જાળવી રાખવા જે વસ્તુઓ ખરીદવા સક્ષમ હોતા નથી તેવી કેટલીક વસ્તુઓની ચોરી કરે છે.
આ લોકો સામાન્યપણે આબરુ ધરાવતા પરિવાર સાથે સંબંધ ધરાવતા હોય એવા દેખાય છે અને જ્યારે તેઓ પકડાઈ જાય છે ત્યારે તેમની દલીલ હોય છે કે તેઓ આર્થિક મંદીનો શિકાર બન્યા છે.

તણાવ અને ચોરી વચ્ચે સંબંધ

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ આ પ્રકારની ચોરીમાં લોકો કોઈ પ્રકારનો ફાયદો નથી જોતા. તેઓ ખાવા-પીવા માટે કે કોઈ આદતથી ટેવાયેલા હોવાને કારણે ચોરી કરે છે એવું નથી હોતું.
અમેરિકાના નેશનલ ઍસોસિયેશન ફોર શોપલિફ્ટિંગ પ્રિવેન્શનનાં બાર્બરા સ્ટેબ માને છે કે આ પ્રકારની ચોરી લોકો ત્યારે કરે છે જ્યારે તેમને જીવનમાં કંઈક નુકસાન થયું હોય.
તેઓ કહે છે, "આ પ્રકારની ચોરી કરતા લોકો સામાન્યપણે પ્રામાણિક હોય છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તણાવ અને આ પ્રકારની ચોરી વચ્ચે સીધો સંબંધ છે."
તેઓ ઉમેરે છે કે કેટલાક લોકો દારૂનું સેવન કરવા લાગે છે કે અલગ અલગ વસ્તુઓ ખાવા લાગે છે ત્યારે આ પ્રકારની ચોરી કરવા લાગે છે.
તેઓ કહે છે, "લોકો પૈસા હોવા છતાં ચોરી કરીને તેમાં શાંતિનો અનુભવ મેળવે છે. જોકે, આ શાંતિ થોડા સમયની જ હોય છે, કેમ કે આગળ જતા તેમની અંદર પકડાઈ જવાનો ડર પેસી જાય છે."

લોકો ચોરી ક્યારે કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઘણા વર્ષો પહેલા અમેરિકી અભિનેત્રી વિનોના રાઇડરને હજારો ડૉલરની કિંમત ધરાવતા કપડાંની ચોરી કરવા બદલ સજા થઈ હતી.
સજાના થોડા વર્ષો બાદ વૉગ મૅગેઝિનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે તેમણે જે કંઈ કર્યું તે પેઇન કિલરને કારણે થયું.
તેમણે કહ્યું હતું, "પેઇન કિલરે મારા મગજમાં દુવિધા ઊભી કરી દીધી હતી."
કેનેડાના મનોવૈજ્ઞાનિક ડૉ. વિલ કુપચિકે વર્ષો સુધી દુકાનોમાંથી ચોરી કરતા લોકો પર અભ્યાસ કર્યો છે. તેઓ કહે છે કે કેટલાક લોકો માટે કરવા માટે એક જ બાબત બચી હોય છે અને તે ચોરી હોય છે.
તેમના મતે, "પૈસાદાર અને ઇમાનદાર હોવા છતાં લોકો આ પ્રકારનો ખતરો ઉઠાવે છે તેની પાછળ અનેક કારણો જવાબદાર હોય છે."
તેમનું માનવું છે કે લોકો આ પ્રકારની ચોરી ત્યારે કરે છે જ્યારે તેમની સાથે કંઈક ખોટું થયું હોય અથવા તો કંઈક ખૂબ મોટું નુકસાન થયું હોય.
આ સમસ્યાઓમાં કોઈ ટીવી શોમાં હાર થવી, પોતાનાં પાર્ટનર અથવા બાળકો સાથે સમસ્યા, કોઈ બીમારી વગેરે કંઈ પણ હોઈ શકે છે.
"ચોરીને એક ખાડા તરીકે જોઈ શકાય છે કે જેને લોકો ભરવા માગે છે. એ જ રીતે જેમ લોકો ખૂબ ખાય છે, ખૂબ પીવે છે અથવા તો ખૂબ વધારે કામ કરે છે."

ચોરી અને વ્યક્તિના જીવનની ઘટનાઓ વચ્ચે સંબંધ

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક કિસ્સામાં જ્યારે તેઓ પકડાઈ જાય છે, ત્યારે તેમને તેમને વ્યવહારિક ભાન રહેતું નથી.
ડૉ. કુપચિક કહે છે, "કેટલાક કેસમાં સમય ખૂબ મહત્ત્વપૂર્ણ છે. હું લોકોને કહું છું, 'મને જણાવો કે તમે ચોરી કરી તે દિવસે અથવા તો તે અગાઉનાં દિવસોમાં શું થયું હતું.' ત્યારે લોકો જે જણાવે છે તે ઘણું તીવ્ર હોય છે."
તેઓ એક મોટા વકીલનું ઉદાહરણ આપે છે કે જેમણે ટૂથપેસ્ટની ચોરી કરી હતી.
તે વકીલે ડૉક્ટરને કહ્યું હતું, "મને નથી ખબર મેં આ શા માટે કર્યું."
વકીલે ડૉક્ટરને એ પણ જણાવ્યું હતું કે તેમનું બાળક હૉસ્પિટલમાં કિમોથૅરપી કરાવી રહ્યું છે.
ઘણી વખત એ ચોરી પાછળ કોઈ ઉદ્દેશ પણ છૂપાયો હોય છે. ડૉક્ટર કહે છે કે એક મહિલા અલગ અલગ જગ્યાએથી ચોરી કરીને તે વસ્તુઓને ચૅરિટી શૉપમાં દાન કરી દેતાં હતાં.
તેમણે ચોરી કરેલી વસ્તુઓમાં પકડનો પણ સમાવેશ થયો હતો. તે મહિલાને ખબર જ ન હતી કે તેમણે પકડની ચોરી શા માટે કરી પરંતુ જ્યારે તેમનાં જીવન અંગે જાણવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે તેમના પતિ એક મિકેનિક છે અને તેમને કૅન્સર છે.

ડૉક્ટરો વધારે ચોરી કરે છે!

ઇમેજ સ્રોત, Getty Images
ડૉ. કુપચિક દ્વારા ઉત્તરીય અમેરિકામાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે દુકાનોમાંથી ચોરી કરતા લોકોમાં બીજા કોઈ વ્યવસાયની સરખામણીએ ડૉક્ટરો, નર્સ અને પોલીસ અધિકારીઓની સંખ્યા વધારે હતી.
તેઓ કહે છે, "આ એવા વ્યવસાય છે કે જેમણે રોજ નુકસાન જોવું પડે છે. જેમ કે નજર સામે કોઈ જીવન ગુમાવે છે એ ઘટના એમનાં જીવનની દૈનિકક્રિયામાં સામેલ છે."
બાર્બરા સ્ટેબ કહે છે, "આ પ્રકારની ચોરી કર્યા પછી લોકો ખૂબ શરમ અનુભવે છે. એક મહિલાએ મને કહ્યું હતું કે કાશ દુકાનમાંથી ચોરીઓ કરવાને બદલે હું દારૂ પીતી મહિલા બની ગઈ હોત તો સારું હોત."
એ મહિલાએ કહ્યું હતું કે જો તેઓ તેમનાં મિત્રોને કહેતાં કે તેમને દારૂ પીવાની ટેવ પડી ગઈ છે અને તેમને ઇલાજની જરૂર છે, તો કદાચ તેમને મદદ મળી જતી. પરંતુ જો તેઓ તેમને કહેતાં કે તેઓ દુકાનમાંથી ચોરીઓ કરે છે, તો તેમનાં મિત્રોની પ્રતિક્રિયા કંઈક અલગ હોત.
સ્ટેબ કહે છે, "દારૂ પીવાની ટેવ ધરાવતી વ્યક્તિ અને દુકાનોમાંથી ચોરી કરતી વ્યક્તિની સમસ્યાઓ એક જ પ્રકારની હોય છે. તે એક ટેવ બની જાય છે અને તેનો ઇલાજ કરવાની જરૂર હોય છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો