વર્લ્ડ કપ : પાકિસ્તાન હારતાં-હારતાં અફઘાનિસ્તાન સામે માંડ જીત્યું

ઇમેજ સ્રોત, Getty Images
ઇંગ્લૅન્ડમાં ચાલી રહેલા વર્લ્ડ કપમાં શનિવારે એક રોમાંચક મુકાબલામાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને ત્રણ વિકેટે હરાવી દીધું છે.
ભારત સામે અફઘાનિસ્તાનની ટક્કર બાદ પાકિસ્તાનને પણ અફઘાનિસ્તાને છેવટ સુધી હંફાવ્યું હતું.
હેડિંગ્લેમાં રમાયેલી આ મૅચમાં અફઘાનિસ્તાને ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
નિર્ધારિત 50 ઓવરમાં અફઘાનિસ્તાને 9 વિકેટ ગુમાવીને 227 રન કર્યા હતા અને પાકિસ્તાનને જીતવા માટે 228 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
મોટો સ્કોર ના હોવા છતાં પણ આ મૅચ એક તબક્કે રસાકસીભર્યો બન્યો હતો અને એવું લાગતું હતું કે પાકિસ્તાન હારી જશે. એનું કારણ એ હતું કે પાકિસ્તાને 156 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી.

પાકિસ્તાનની ફટાફટ વિકેટો પડી

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાન જ્યારે બેટિંગ કરવા માટે મેદાનમાં ઊતર્યું તો તેની શરૂઆત ખૂબ નબળી થઈ હતી.
શરૂઆતના બીજા બૉલે જ તેમના ઓપનર ફકર ઝમાન આઉટ થઈ ગયા હતા. આ સમયે પાકિસ્તાનનો સ્કોર હતો શૂન્ય.
ત્યાર બાદ ઇમામ-ઉલ-હક અને બાબર આઝમે પારી સંભાળી પરંતુ તે જીતની નજીક પાકિસ્તાનને લઈ જાય તે પહેલાં જ આઉટ થઈ ગયા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક સમયે પાકિસ્તાને 156 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે લાગતું હતું કે પાકિસ્તાનના હાથમાંથી મૅચ છટકી જશે.
જોકે, સાતમાં ક્રમે મેદાનમાં બેટિંગ કરવા માટે ઊતરેલા ઇમાદ વસીમ કંઈક અલગ જ વિચારીને આવ્યા હતા.
તેમણે પાકિસ્તાન તરફથી સૌથી વધારે 49 રન કર્યા હતા અને મૅન ઑફ ધી મૅચ પણ બન્યા હતા.
વસીમે અફઘાનિસ્તાનના કપ્તાન ગુલબદીનની નવમી ઓવરમાં 18 રન લઈ લીધા અને સામે છેડે રહેલા વહાબે અફઘાનિસ્તાનના સ્પીનર રાશિદ ખાનની ઓવરમાં મોટા શૉટ લગાવ્યા હતા.

મૅચની છેલ્લી ઓવર અને પાકિસ્તાનની જીત

ઇમેજ સ્રોત, Getty Images
મૅચ છેલ્લી ઓવર સુધી પહોંચ્યો હતો એક સમયે પાકિસ્તાનને 12 બૉલમાં 16 રનની જરૂર હતી.
જોકે, મૅચની 49મી ઓવર અફઘાનિસ્તાન તરફથી રાશિદ ખાનને આપવામાં આવી જેમાં વહાબ રિયાઝે સિક્સ ફટકારી અને બાદમાં બે અને એક રન લીધા.
જે બાદ પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં 6 રન કરવાના હતા, જેને અફઘાનિસ્તાન રોકી શક્યું નહીં. છેલ્લી ઓવર ખુદ અફઘાનિસ્તાનના કપ્તાનના હાથમાં હતી.
આ મૅચની સાથે જ પાકિસ્તાન હાલ પૉઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે. હાલ તેના 8 મૅચમાં 9 પૉઇન્ટ છે.
આ સાથે જ તેની સેમિફાઇનલમાં આવવાની આશા જીવંત છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















