ગુજરાતમાં વરસાદ કયા દિવસથી બંધ થશે અને હવે કેટલા દિવસ સુધી નહીં પડે?

ગુજરાતમાં વરસાદ, Rain in Gujarat

ઇમેજ સ્રોત, Bipin Tankariya

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ
line

ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હવે વરસાદ બંધ થશે.

રાજસ્થાન પર આવેલી વરસાદી સિસ્ટમ પાકિસ્તાન તરફ આગળ વધી.

સિસ્ટમ આગળ વધતાં ગુજરાત પર હવે તેની અસર થશે નહીં.

ગુજરાતના અનેક જિલ્લાઓમાં સરેરાશ કરતાં 50 ટકા વધારે વરસાદ.

સૌથી વધારે જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં વરસાદ.

line

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી રાજ્યોના અનેક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો હતો. જોકે, હવે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ બંધ થઈ જશે.

તાજેતરમાં બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન મધ્ય ભારત પરથી થઈને રાજસ્થાન પર આવ્યું હતું. જેના કારણે ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

ઑગસ્ટ મહિનાના અંત સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં હવે વરસાદની માત્રા ઘટી જશે અને આકાશ સ્વચ્છ થઈ જશે.

ચોમાસાનો હજી એક મહિનો બાકી છે અને એ પહેલાં જ રાજ્યમાં તેની સરેરાશ કરતાં 39 ટકા વધારે વરસાદ થઈ ગયો છે.

line

ગુજરાતના કયા જિલ્લાઓમાં વરસાદ બંધ થશે?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદ બંધ થઈ ગયો છે અને તડકો નીકળી રહ્યો છે.

ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદરના ઘણા વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે.

અમરેલી, મોરબી, ગીર-સોમનાથના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે પરંતુ બે-ત્રણ દિવસમાં ત્યાં પણ વરસાદ વિરામ લે તેવી શક્યતા છે.

અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા સહિતના વિસ્તારોમાં પણ હવે વરસાદ વિરામ લે તેવી શક્યતા છે.

જ્યારે પૂર્વ ગુજરાતના વિસ્તારો અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં પણ વરસાદની ગતિવિધિ ધીમી પડી જવાની શક્યતા છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ તથા મહેસાણામાં કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે. પરંતુ આવનારા બે-ત્રણ દિવસમાં અહીં પણ હવામાન શુષ્ક બની જશે. સાથે જ કચ્છ જિલ્લામાં પણ વરસાદ બંધ થવાની શક્યતા છે.

line

ગુજરાતમાં કેટલા દિવસ સુધી વરસાદની શક્યતા નથી?

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ગુજરાતમાં દર વર્ષે ચોમાસામાં આવતો વરસાદ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં પેદા થતી વરસાદી સિસ્ટમો પર આધારીત હોય છે.

રાજ્યમાં સૌથી વધારે વરસાદ બંગાળની ખાડીમાં સર્જાતી સિસ્ટમો લાવે છે અને જ્યારે સિસ્ટમ ના સર્જાય ત્યારે આપણે ત્યાં વરસાદ બંધ થઈ જતો હોય છે.

ગુજરાતમાં હાલની સ્થિતિ પ્રમાણે એક સપ્તાહ સુધી ભારે કે અતિભારે વરસાદની શક્યતા હાલ દેખાતી નથી. કોઈ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

હાલ બંગાળની ખાડીમાં કોઈ નવી સિસ્ટમ સર્જાવાની શક્યતા દેખાતી નથી એટલે 31 ઑગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે.

સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ આપણે ત્યાં હાલની સ્થિતિ પ્રમાણે ઓછો વરસાદ રહે તેવી સંભાવના છે.

line

ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે વરસાદ?

Rain gujarat

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતમાં 13 જૂનના રોજ ચોમાસાની શરૂઆત થઈ હતી પરંતુ જૂન મહિનામાં વધારે વરસાદ થયો ન હતો. આ વર્ષે જુલાઈ અને ઑગસ્ટ મહિનામાં રાજ્યમાં સતત વરસાદ પડ્યો હતો.

ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 39 ટકા વધારે વરસાદ થયો છે. જોકે, કેટલાક જિલ્લાઓ એવા પણ છે કે તેમાં સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો છે.

25 ઑગસ્ટ સુધીના હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે અમદાવાદમાં સરેરાશ કરતાં 10 ટકા, ગાંધીનગરમાં 5 ટકા, સુરેન્દ્રનગરમાં 5 ટકા તથા ભાવનગરમાં 2 ટકા ઓછો વરસાદ થયો છે.

બીજી તરફ કચ્છમાં તેની સરેરાશ કરતાં 107 ટકા, દેવભૂમિ દ્વારકામાં 78 ટકા, પોરબંદરમાં 82 ટકા, બનાસકાંઠામાં 76 ટકા તથા નર્મદામાં 72 ટકા વધારે વરસાદ થયો છે.

જોકે, ઘણા વિસ્તારોમાં વરસાદની સરેરાશ જ ઓછી હોવાને કારણે ત્યાં થોડો પણ વધારે વરસાદ પડે તો તે ટકાવારીમાં વધારે દેખાય છે. જ્યારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વર્ષોથી વધારે વરસાદ પડતો હોવાથી ત્યાં સરેરાશ વરસાદ ટકાવારીમાં ઓછો દેખાય છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન