શ્રીલંકા : ક્રિકેટર સનત જયસૂર્યાએ સરકારને કહ્યું, "આગમાં ઘી હોમવાનું કામ ન કરો" - પ્રેસ રિવ્યૂ

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

શ્રીલંકાની રાજધાની કોલંબોમાં પ્રદર્શનકારીઓ પર સેનાની કાર્યવાહીનો પૂર્વ ક્રિકેટર સનત જયસૂર્યાએ વિરોધ કર્યો છે.

સનત જયસૂર્યા શ્રીલંકા

ઇમેજ સ્રોત, Twitter.com/Sanath07

તેમણે ટ્વીટમાં લખ્યું, "હથિયાર વગરના પ્રદર્શનકારીઓ પર હુમલો ભયાનક હતો. તેઓ પહેલાં જ ત્યાંથી જવા માટે સહમત થઈ ચૂક્યા હતા. યાદ રાખજો કે પ્રથમ કામ લોકોની પીડા દૂર કરવાનું છે, તેને વધારવાનું નહીં. મહેરબાની કરીને આગમાં ઘી હોમવાનું કામ ન કરો."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

શ્રીલંકાની રાજધાની કોલંબોમાં સુરક્ષાબળોએ પ્રદર્શનકારીઓના મુખ્ય ધરણાંસ્થળ પર શુક્રવારે વહેલી સવારે દરોડા પાડ્યા. તેમણે ત્યાંથી તંબુઓને તોડી પાડ્યા હતા.

પ્રદર્શનસ્થળ પર હાજર કાર્યકર્તાઓએ જ્યારે તેમની હાજરીને લઈને સવાલ ઉઠાવ્યા તો તેઓ આગળ વધવા લાગ્યા અને અચાનક આક્રમક થઈ ગયા.

રાષ્ટ્રપતિભવનમાં હાજર પ્રદર્શનકારીઓને બહાર કાઢવા માટે પણ સંખ્યાબંધ સુરક્ષાકર્મીઓ અંદર ઘૂસી ગયા અને લોકોને બહાર ખદેડ્યા.

line

નીરજ ચોપરા વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યા

નીરજ ચોપરા

ઇમેજ સ્રોત, Twitter.com/Neeraj_chopra1

ઓલિમ્પિક ચૅમ્પિયન નીરજ ચોપરા અને રોહિત યાદવે વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ 2022ની ફાઇનલ માટે ક્વૉલિફાય કરી લીધું છે.

પહેલી વખત એક સાથે બે ભારતીય ખેલાડીઓએ ફાઇનલ માટે ક્વૉલિફાય કર્યું છે.

નીરજ ચોપરાએ પોતાના પ્રથમ પ્રયાસમાં જ 88.39 મીટર દૂર જૅવેલિન ફેંકીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. જ્યારે રોહિત યાદવે 80.42 મીટર દૂર જૅવેલિન ફેંક્યું હતું.

તમામ ખેલાડીઓને બે ગ્રૂપમાં રાખવામાં આવ્યા હતા. 24 વર્ષીય નીરજ ગ્રૂપ-એમાં હતા અને રોહિત ગ્રૂપ-બીમાં હતા.

આ બંને સિવાય ભારત તરફથી જૅવેલિન થ્રોઅર અન્નૂ રાની પણ મહિલા વર્ગના ફાઇનલમાં જગ્યા બનાવી ચૂક્યાં છે.

નીરજ પહેલી વખત વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચ્યા છે. આ ચૅમ્પિયનશિપ અમેરિકાના ઓરૅગનમાં યોજાઈ રહી છે. ગોલ્ડ મૅડલ માટેની મૅચ રવિવારે યોજાશે.

line

દ્રૌપદી મુર્મૂની તરફેણમાં વિપક્ષમાંથી વ્યાપક ક્રૉસ વોટિંગ

દ્રૌપદી મુર્મૂ ભારતના રાષ્ટ્રપતિ

ઇમેજ સ્રોત, ANI

ગુરૂવારે રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે મતગણતરી થઈ, જેમાં એનડેના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનો સરળતાથી વિજય થયો છે. જોકે, તેમની તરફેણમાં પડેલાં મતોનું વિશ્લેષણ વિપક્ષને માટે ચિંતા ઊભી કરનારું ચિત્ર દર્શાવે છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે, મતોનું સમીકરણ જોતાં તેમનો વિજય નિશ્ચિત હતો, પરંતુ વિપક્ષમાંથી થયેલા જંગી ક્રૉસવોટિંગે તેમના વિજયની માર્જિનને વધારી દીધો હતો.

અખબારના વિશ્લેષણ પ્રમાણે, 18 રાજ્યમાં 126 ધારાસભ્યોએ તથા 17 સંસદસભ્યોએ પાર્ટીના આદેશને અવગણીને મુર્મૂની તરફેણમાં મતદાન કર્યું હતું.

ગુજરાતમાં 10 ધારાસભ્યોએ ક્રૉસ વોટિંગ કર્યું હતું. અહીં ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજાવાની હોય આ આંકડો મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

આસામમાં સૌથી વધુ 22 ધારાસભ્યોએ ક્રૉસ વોટિંગ કર્યું હતું, જ્યારે આદિવાસીઓની નોંધપાત્ર વસતિ ધરાવતા મધ્ય પ્રદેશમાં 19 મત વધુ પડ્યા હતા.

મહારાષ્ટ્રમાં મુર્મૂની તરફેણમાં 16 વધુ મત પડ્યા હતા, જે દર્શાવે છે કે મહાવિકાસ અઘાડી વધુ એક વખત તિરાડ પડી શકે છે.

યશવંતસિંહાને તેમના ગૃહરાજ્ય ઝારખંડમાં 81માંથી માત્ર નવ મત મળ્યા, જ્યારે મુર્મૂને તેમના ગૃહરાજ્ય ઓડિશામાં 147માંથી 137 મત મળ્યા હતા.

line

દિનેશ ગુણાવર્ધને બન્યા શ્રીલંકાના નવા વડા પ્રધાન

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

દિનેશ ગુણાવર્ધનેએ આજે શ્રીલંકાના નવા વડા પ્રધાન તરીકે શપથ લીધા છે. ગુણાવર્ધનેની નિયુક્તિ છ વખતના વડા પ્રધાન રનિલ વિક્રમસિંઘેના રાષ્ટ્રપતિ બન્યા બાદ થઈ છે.

73 વર્ષીય ગુણાવર્ધને આ પહેલાં વિદેશમંત્રી અને શિક્ષણમંત્રી રહી ચૂક્યાં છે.

ઍપ્રિલમાં તત્કાલીન રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ તેમને ગૃહમંત્રી બનાવ્યા હતા.

line

સી. આર. પાટીલે કેજરીવાલની જાહેરાત પર કહ્યું, 'મફતની રેવડી ગુજરાતને શ્રીલંકા બનાવશે'

ગુજરાત ભાજપ સી. આર. પાટીલ

ઇમેજ સ્રોત, Bipin Tankaria

ગુરુવારે ગુજરાત આવેલા દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે 300 યુનિટ સુધી મફત વીજળી આપવાની જાહેરાત કરી અને સાથે જ આ અંગે ત્રણ ગૅરંટી પણ આપી. જોકે ભાજપના પ્રદેશાધ્યક્ષે કેજરીવાલની આ જાહેરાતની આકરી ટકા કરી છે.

છેલ્લા ઘણા સમયથી ગુજરાતના ભાજપ પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલ વારંવાર આમ આદમી પાર્ટીને ટાર્ગેટ કરવા 'રેવડી સંસ્કૃતિ'નો ઉલ્લેખ કરી રહ્યા છે. જેનો પણ જવાબ કેજરીવાલે સુરતમાં આપ્યો હતો.

પાટીલે તાજેતરમાં બે વખત મફતમાં વસ્તુઓ અને સેવા આપવાની જાહેરાતને મફતની રેવડી ગણાવીતાં કહ્યું હતું કે 'તેનાથી ગુજરાતની હાલત શ્રીલંકા જેવી થશે.'

બુધવારે રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, "કેટલાક લોકો રેવડી વહેંચવા આવશે. સજાગ રહેજો. તેમાં પડતા નહીં, બાકી તો ગુજરાતની હાલત શ્રીલંકા જેવી થઈ જશે."

એનડીટીવીના અહેવાલ પ્રમાણે, થોડા દિવસો પહેલાં ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે મફતમાં અપાતી રેવડીનાં પરિણામો વિશે લોકોને ચેતવ્યા હતા અને કહ્યું હતું કે તેનાથી ગુજરાતની હાલત શ્રીલંકા જેવી થશે.

તેમણે કહ્યું, "દેશમાં કેટલાક લોકો રેવડી વહેંચી રહ્યા છે, પરંતુ લોકોએ રેવડીથી ભરમાઈ ન જવું જોઈએ. શું એ લોકો ગુજરાતને શ્રીલંકા બનાવવા માગે છે? આપણે એ લોકોને જવાબ આપવો જોઈએ."

સી. આર. પાટીલ પહેલાં વડા પ્રધાન મોદીએ પણ શનિવારે 'રેવડી' શબ્દના ઉલ્લેખ સાથે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે મફતમાં વહેંચાતી રેવડીથી અર્થતંત્રને નુકસાન થઈ શકે છે.

line

રશિયા અને યુક્રેન વચ્ચે થઈ શકે છે એવી સમજૂતી, જેની સમગ્ર વિશ્વને થશે અસર

રશિયા યુક્રેન

ઇમેજ સ્રોત, EPA

એક સમજૂતીકરાર પર શુક્રવારે ઇસ્તંબૂલમાં યુક્રેન, રશિયા, તુર્કી અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ ઍન્ટોનિયો ગુટેરેસ હસ્તાક્ષર કરશે. રશિયા અને યુક્રેન વચ્ચે સહમતિ સધાય એ માટે તુર્કીએ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો છે.

ફેબ્રુઆરીમાં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ વિશ્વભરમાં યુક્રેનથી મોકલવામાં આવતા અનાજની અછત ઊભી થઈ હતી. જેના લીધે વૈશ્વિક સ્તર પર ખાદ્યસંકટ પણ ઊભું થયું હતું.

રશિયાના હુમલા બાદ ખાણીપીણીની વસ્તુના ભાવ વધ્યા છે. ઓડેસામાં અંદાજે 2 કરોડ ટન અનાજ પડી રહ્યું છે. આ સમજૂતી બાદ યુક્રેન અનાજની સરળતાથી નિકાસ કરી શકશે.

ઓડેસાના સાંસદ ઓલેક્સી હોન્ચારેન્કોએ બીબીસીને જણાવ્યું કે હજુ સમજૂતી થઈ નથી. અમને રશિયનો પર ભરોસો નથી. જ્યાં સુધી હસ્તાક્ષર ન થાય ત્યાં સુધી રાહ જોવી યોગ્ય છે.

જો સમજૂતી થાય, તો રશિયાના યુક્રેન પર હુમલા બાદ બંને દેશો વચ્ચે આ મહત્ત્વપૂર્ણ સમજૂતી હશે. યુદ્ધ વચ્ચે બંને દેશોએ ઘણા કેદીઓની આપ-લે પણ કરી છે. છતાં યુદ્ધવિરામ ઘણું દૂર હોવાનું લાગી રહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રમાં યુક્રેનના રાજદૂત સર્ગેઈ કિસ્લિટ્સ્યાએ બીબીસીને જણાવ્યું કે સમજૂતી પર હસ્તાક્ષરનો અર્થ છે કે મોટી સંખ્યામાં જહાજો યુક્રેનનાં બંદરો પરથી અવરજવર કરી શકશે અને અમે અંદાજે બે કરોડ ટન અનાજની નિકાસ કરી શકીશું.

line

તૃણમૂલ કૉંગ્રેસ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનાં મતદાનમાં ભાગ નહીં લે

મમતા બેનરજી

ઇમેજ સ્રોત, Getty Images

મમતા બેનરજીના નેતૃત્વની તૃણમૂલ કૉંગ્રેસે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેના મતદાનમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે.

તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીએ ગુરુવારે આ અંગે જાહેરાત કરી હતી.

તેમણે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું, "ટીએમસી એનડીએના ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવારને સમર્થન નહીં આપે. બેઠકમાં નક્કી થયું છે કે તેમની પાર્ટી આવનારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉપસ્થિત નહીં રહે."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી છ ઑગસ્ટે યોજાશે. હાલના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ 10 ઑગસ્ટે પૂરો થઈ રહ્યો છે. જેથી 11 ઑગસ્ટે નવા રાષ્ટ્રપતિ શપથ લેશે.

એનડીએ દ્વારા બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે વિપક્ષે કૉંગ્રેસના નેતા માર્ગરેટ અલ્વાને ઉમેદવાર બનાવ્યા છે.

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભાના સાંસદો મતદાન કરે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન