રાહુલ સાહૂ : 105 કલાક ચાલેલા રૅસ્ક્યૂ ઑપરેશનથી બોરવેલમાં ફસાયેલું બાળક કેવી રીતે બચાવાયું?
છત્તીસગઢમાં અત્યાર સુધીનું સૌથી મોટું રૅસ્ક્યૂ ઑપરેશન અંતે પૂરું થયું છે. 105 કલાકની જહેમત બાદ 400 જેટલા કર્મચારીઓની સંયુક્ત મહેનતથી 68 ફૂટ ઊંડા બોરવેલના ખાડામાં ફસાયેલા બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું છે.

ઇમેજ સ્રોત, Twitter/CMO Chhatisgarh
ગત શુક્રવારે છત્તીસગઢના જાંજગીર ચાંપા જિલ્લામાં આવેલા પિહરીદ ગામમાં એક બાળક રમતાં-રમતાં બોરવેલના ખાડામાં પડી ગયું હતું.
આ બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સ્થાનિક તંત્ર સહિત એનડીઆરએફ તેમજ સેનાના જવાનો છેલ્લા પાંચ દિવસથી મહેનત કરી રહ્યા હતા.
તમામ લોકો દ્વારા દિવસ-રાત મહેનત કરીને બાળકને બહાર કાઢવા માટે વિવિધ પ્રયુક્તિઓ અજમાવવામાં આવી હતી.
વિવિધ પડકારો અને ફસાયેલા બાળકની હિંમતના કારણે અંતે તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું અને સારવાર માટે મોકલવામાં આવ્યું છે.

ટાઇમલાઇન : રાહુલને બોરવેલાંથી કેવી રીતે બચાવવામાં આવ્યો?

- 10 વર્ષનો રાહુલ સાહૂ છત્તીસગઢમાં જાંજગીર-ચાંપા જિલ્લાના પિહરીદ ગામનો રહેવાસી છે.
- શુક્રવારે બપોરે ઘરની પાછળ રમતાં-રમતાં રાહુલ બોરવેલમાં પડ્યો
- શુક્રવારે સાંજથી સ્થાનિક પ્રશાસને રૅસ્ક્યૂ ઑપરેશન શરૂ કર્યું
- શનિવારે અને રવિવારે બોરવેલથી થોડે દૂર 60 ફૂટ ખાડો ખોદવામાં આવ્યો
- રોબોટ દ્વારા બોરવેલમાં ફસાયેલા રાહુલની પરિસ્થિતિનું આકલન કરવામાં આવ્યું
- રવિવારથી ટનલ બનાવવાનું શરૂ કરાયું, જમીનમાં ખડકોના કારણે ટનલ બનવામાં વિલંબ થયો.
- પાંચ દિવસની જહેમત બાદ મંગળવારે રાત્રે 10:45 વાગ્યે રાહુલને બહાર કાઢવામાં આવ્યો
કઈ રીતે રાહુલ બોરવેલમાં પડ્યો?

ઇમેજ સ્રોત, Twitter/CMO Chhatisgarh
રાહુલના પિતા લાલા સાહૂએ પોતાના ખેતરમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે આ બોરવેલ બનાવ્યો હતો અને તેની આસપાસ તાર પણ લગાવ્યા હતા.
જોકે, બોરવેલ ખરાબ થતા તેને બંધ કરવામાં આવ્યો હતો અને આસપાસની ફેન્સિંગ અને પાઇપો પણ દૂર કરવામાં આવી હતી. જેથી માત્ર તેનો ખાડો રહી ગયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શુક્રવારે બપોરે રાહુલ પોતાના ઘર પાસે રમી રહ્યો હતો. ત્યારે અચાનક તે બોરવેલના ખાડામાં પડી ગયો હતો.
જેના થોડા સમય બાદ તેના પરિવારને જાણ થઈ કે તેમનું બાળક બોરવેલમાં ફસાઈ ગયું છે.
રૅસ્ક્યૂ ઑપરેશનમાં ચાર આઈએએસ અધિકારીઓ, બે આઈપીએસ અધિકારીઓ, મેડિકલ અધિકારીઓ, એનડીઆરએફના 32 કર્મચારીઓ અને પોલીસકર્મીઓ પણ સામેલ હતા.

અવરોધો વચ્ચે પાંચ દિવસ ચાલ્યું રૅસ્ક્યૂ ઑપરેશન
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
મંગળવારે બપોરે જ્યારે ખબર પડી કે એક બાળક બોરવેલના 68 ફૂટ ઊંડા ખાડામાં પડ્યું છે, તાત્કાલિક ધોરણે રૅસ્ક્યૂ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
જોતજોતમાં આ રૅસ્ક્યૂ ઑપરેશનમાં એનડીઆરએફ, સેના, સ્થાનિક પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ સહિત 500થી વધુ કર્મચારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને રાહુલને બચાવવાનું કાર્ય શરૂ કર્યું હતું.
રાહુલને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે તે જે ખાડામાં પડ્યો હતો, તેનાંથી થોડે દૂર એક બીજો ખાડો ખોદવાનું નક્કી કરવામાં આવ્યું અને તેમાંથી રાહુલ સુધી પહોંચવા એક ટનલ બનાવવાનું નક્કી કરાયું.
શનિવારે અને રવિવારે રૅસ્ક્યૂ ઑપરેશનનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ રવિવારથી ટનલ ખોદવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
પ્રથમ બે તબક્કામાં સમાંતર ખાડો ખોદવાની સાથેસાથે સુરતથી બોલાવવામાં આવેલા રોબોટિક ઍક્સપર્ટ દ્વારા તેમના રોબોટથી પરિસ્થિતિનું આકલન કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ રવિવારે સાંજથી ટનલ બનાવવાની શરૂ કરવામાં આવી હતી. ટનલ બનાવતી વખતે ખડકોના કારણે અવરોધ ઊભો થયો હતો. જોકે, તાત્કાલિક ધોરણે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને બોલાવીને સમસ્યા દૂર કરવામાં આવી હતી.
સ્થાનિક તંત્ર પ્રમાણે જો આ ખડકોનો અવરોધ વચ્ચે ન આવ્યો હોત તો કામગીરી વહેલી પૂરી થઈ શકી હોત.
છત્તીસગઢના મુખ્ય મંત્રી કાર્યાલય તરફથી કરવામાં આવેલા એક ટ્વીટમાં જણાવાયું હતું કે, રૅસ્ક્યૂ ઑપરેશન દરમિયાન એક સમય એવો આવ્યો હતો જ્યારે બોરવેલમાં એક સાપ ઘૂસી ગયો હતો. જોકે, રાહુલની ચીવટના કારણે સાપનો ખતરો પણ ટળી ગયો હતો.

કઈ મશીનરીનો કરાયો ઉપયોગ?

- એક સ્ટોન બ્રેકર
- ત્રણ પોકલેન
- ત્રણ જેસીબી
- ત્રણ હાઇવા
- દસ ટ્રૅક્ટર
- ત્રણ વૉટર ટૅન્કર
- 6 ડીઝલ ટૅન્કર
- એક હાઇડ્રા
- એક ફાયર ઇંજિન
- એક ટ્રાન્સપૉર્ટિંગ ટ્રેલર
- ત્રણ પિકઅપ વાન
- એક હૉરિઝોન્ટલ ટ્રન્ક મેકર
- ડ્રીલ મશીન
- રોબોટ મશીન
- બે જનરેટર

પાણી, સાપ અને દેડકો

ઇમેજ સ્રોત, SANJEEV PANDEY
રાયપુરથી બીબીસીના સહયોગી પત્રકાર આલોકપ્રકાશ પુતુલે કહ્યું કે આ દરમિયાન રાહુલ સુધી ખાવા અને પીવાનો સામાન પહોંચાડવાનો સિલસિલો ચાલુ હતો. વચ્ચે કેટલીક વખત એવું પણ થયું કે જ્યારે રાહુલ સુઈ ગયો અને બચાવ કર્મચારીઓની ચિંતા વધી દઈ.
બચાવ દળના એક સભ્યે જણાવ્યું કે આ દરમિયાન કેટલીક વખત એવું થયું કે બોરવેલમાં પાણીનું સ્તર વધવા લાગ્યું. એક વખત તો રાહુલના ગળા સુધી પાણી પહોંચી ચૂક્યું હતું. એવામાં ગામમાં વારંવાર કહેવામાં આવ્યું કે લોકો બધા બોર ચાલુ રાખે જેથી બોરવેલમાં પાણીનું સ્તર ન વધ્યું. ગરમીમાં બચાવીને રાખવામાં આવેલા સ્ટૉપ ડૅમના ગેટ પણ ખોલી દેવામાં આવ્યા.
બીજી વખત છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ પણ સતત જિલ્લા કલેક્ટર અને પરિવારજનોના સંપર્કમાં હતા. ભૂપેશ બઘેલ પરિવારજનોને ભરોસો અપાવી રહ્યા હતા કે બચાવ ટીમ કોઈ પણ રીતે રાહુલને બહાર કાઢશે. મુખ્ય મંત્રીએ ટ્વિટર એકાઉન્ટથી રાહુલ સાહૂ સાથે જોડાયેલી માહિતી પણ સતત આપવામાં આવી રહી હતી.
મુખ્ય મંત્રીના ટ્વિટર એકાઉન્ટથી જ તસવીરોની સાથે આ માહિતી આપવામાં આવી કે રાહુલ સાહૂ જ્યારે ફસાયેલો છે ત્યાં જ એક સાપ અને દેડકાની તસવીર પણ સામે આવી હતી. પછી જિલ્લા કલેક્ટર જિતેન્દ્ર શુક્લાએ પણ આ માહિતી આપતા કહ્યું કે સાપની તસવીર આવ્યા પછી બધા ડરી ગયા હતા કારણ કે અમારી સામેની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો હતો. એવામાં આ સાપનો મુકાબલો એક મોટો પડકાર હતો પરંતુ કોઈ પણ રીતે સાપને કાઢવામાં આવ્યો.
મંગળવારની બપોર પછી સેનાના જવાનોએ કામ સંભાળ્યું અને બોરવેલ સુધી સુરંગ બનાવવાના કામમાં વધારે તેજી લાવવામાં આવી. પાતળી સુરંગમાં લગભગ આડા પડીને પથ્થર કાપવા અને પછી તેમાંથી કાટમાળ બહાર કાઢવું ઘણું મુશ્કેલ હતું.

ગ્રીન કૉરિડૉર દ્વારા હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો

ઇમેજ સ્રોત, Somesh Patel
સ્થાનિક પ્રશાસન, પોલીસ, સેના, એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમે 105 કલાક જહેમતમાં 10 ફૂટ ઊંડો ખાડો ખોદીને અને 22 ફૂટ લાંબી ટનલ બનાવીને રાહુલનો જીવ બચાવી લીધો હતો.
મંગળવારે રાત્રે અંદાજે 10:45 વાગ્યે રાહુલને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
ત્યાર બાદ સ્થળ પર હાજર તબીબો દ્વારા તેની પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને બાદમાં ગ્રીન કૉરિડોર બનાવીને તેને બિલાસપુરની અપોલો હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.
આ સમગ્ર ઑપરેશન દરમિયાન છત્તીસગઢના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ સતત સ્થાનિક પ્રશાસન અને બાળકના પરિજનોના સંપર્કમાં રહ્યા હતા.
તેમણે જરૂરી સૂચનો આપવાની સાથેસાથે જરૂરી સહાય ઝડપી ઉપલબ્ધ થાય તે વાત સુનિશ્ચિત કરી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો























