You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હંસલ મહેતાએ 17 વર્ષ લિવ-ઇનમાં રહ્યા બાદ લગ્ન કર્યાં, કોણ છે તેમનાં પત્ની?
ગુજરાતી ફિલ્મમૅકર હંસલ મહેતાએ 54 વર્ષની ઉંમરે લગ્ન કર્યાં છે. તેમણે તેમનાં લિવ-ઈન પાર્ટનર સફીના હુસૈન સાથે બુધવારના રોજ લગ્ન કર્યાં છે.
હંસલ મહેતા અને સફીના હુસૈન છેલ્લાં 17 વર્ષથી એકસાથે રહે છે. તેમનાં બે બાળકો પણ છે. પરંતુ હવે 17 વર્ષ બાદ તેમણે લગ્નના બંધનમાં બંધાવાનું નક્કી કર્યું.
સોશિયલ મીડિયા પર તસવીર શૅર કરતાં હંસલ મહેતાએ સફીના હુસૈન સાથે પોતાનો સંબંધ વર્ણવ્યો હતો.
ઇન્સ્ટાગ્રામ પર હંસલ મહેતાએ પત્ની સફીના હુસૈન સાથેની તસવીરો શૅર કરતાં લખ્યું, “17 વર્ષમાં અમે બંને બાળકોને મોટા થતાં જોયા છે. અમે અમારાં સપનાં પણ પૂરાં કર્યાં છે. હવે અમે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. જીવનમાં હંમેશાંની જેમ આ પણ અચાનક થયું છે અને તેના વિશે કોઈ યોજના ન હતી. પરંતુ અમારાં વચન હંમેશાં સાચા હતા. આ સમારોહ માટે અમને ક્યારેય કહેવામાં આવ્યું ન હતું, પણ પ્રેમ બધું કરાવી જ લે છે.”
બોલીવૂડે આપી શુભકામનાઓ
હંસલ મહેતાની સોશિયલ મીડિયા પોસ્ટ પર રાજકુમાર રાવ, પ્રતીક ગાંધીથી માંડીને વિશાલ ભારદ્વાજ, મનોજ બાજપેયી જેવા સ્ટાર્સે તેમને લગ્નની શુભેચ્છાઓ પાઠવી છે.
પ્રતીક ગાંધીએ તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર મજાકિયા અંદાજમાં કૉમેન્ટ કરતાં લખ્યું છે, “આ પ્રેરણાદાયી છે સાથે અમારા પર દબાણ પણ વધ્યું છે.”
કોણ છે હંસલ મહેતા?
હંસલ મહેતા એક ફિલ્મ નિર્દેશક છે જેમને લોકો શાહિદ, સીટી લાઇટ્સ, સ્કૅમ 1992 જેવી ફિલ્મો માટે ઓળખે છે. આગળ પણ તેમની પાસે ઘણી ફિલ્મો છે જેમાં સ્કૅમ 2003 : ધ તલ્ગી જેવી ફિલ્મો સામેલ છે. તેઓ નેટફ્લિક્સની એક સિરીઝ પર પણ કામ કરી રહ્યા છે. આ સિવાય તેમની પાસે કરીના કપૂર, કાર્તિક આર્યન સાથેની ફિલ્મો પણ છે.
શાહિદ ફિલ્મ માટે તેમને 2014માં નેશનલ ઍવોર્ડ એનાયત થયો હતો તો પ્રતીક ગાંધી અભિનિત સ્કેમ 1992 બદલ તેમને ફિલ્મફેર ઓટીટી ઍવોર્ડ એનાયત થયો હતો. તાજેતરમાં ઓટીટી પર રિલીઝ થયેલી તેમની મોર્ડન લવ મુંબઈ સિરીઝ વખાણાઈ રહી છે. હંસલ મહેતાઓ એ તેમાં બાઈ નામની સ્ટોરી ડિરેક્ટ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સફીના હુસૈનની વાત કરીએ તો ઇન્ડિયન એક્સપ્રેસ પ્રમાણે તેઓ એક સામાજિક કાર્યકર્તા છે અને “Educate Girls” નામની એનજીઓના સંશોધક છે. તેઓ અભિનેતા યુસુફ હુસૈનનાં દીકરી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો