GSEB : ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર, 72.02 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા
ગુજરાતમાં માર્ચ 2022માં લેવાયેલી ધોરણ 12ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા અને ગુજકેટનું પરિણામ ગુરુવારે જાહેર કરાયું છે.

ઇમેજ સ્રોત, Getty images
ગુજરાતમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માર્ચ 2022માં લેવાઈ હતી. પરીક્ષાનું પરિણામ 72.02 ટકા આવ્યું છે.
વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ http://www.gseb.org/ પર જઈને જોઈ શકે છે.
અંગ્રેજી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી 72.57% છે. જ્યારે ગુજરાતી માધ્યમના ઉમેદવારોની પરિણામની ટકાવારી 72.04% છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓનું 72.00% અને વિદ્યાર્થિનીઓનું 72.05% પરિણામ જાહેર આવ્યું છે.
સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 40.19% આવ્યું છે.
લાઠી, અમરેલી કેન્દ્ર 96.12% સાથે સૌથી વધારે પરિણામ ધરાવતું કેન્દ્ર બન્યું છે. જેની સામે લીમખેડા કેન્દ્રનું સૌથી ઓછું 33.33% પરિણામ આવ્યું છે.
વિજ્ઞાન પ્રવાહમાં A ગ્રૂપનું પરિણામ 78.40 % અને B ગ્રૂપનું 68.58 % પરિણામ આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે 2019 અને 2020માં પણ રાજકોટ જિલ્લો અને ધ્રોલ કેન્દ્ર સૌથી વધારે પરિણામ ધરાવતાં હતાં.

2020ની સરખામણીએ થોડું સારું પરિણામ

ઇમેજ સ્રોત, Getty Images
2020 કરતાં 2022માં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ થોડું વધારે આવ્યું છે. માર્ચ 2020માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ 71.34 ટકા આવ્યું હતું. છે. જ્યારે 2022માં 72.02 ટકા આવ્યું છે.
2020માં વિદ્યાર્થીઓનું 71.69% અને વિદ્યાર્થિનીઓનું 70.85% પરિણામ જાહેર આવ્યું હતું. જ્યારે 2022માં વિદ્યાર્થીઓનું પરિણામ 72.00% અને વિદ્યાર્થિનીઓનું 72.05% પરિણામ આવ્યું છે.
વર્ષ 2020માં કોરોના વાઇરસના પ્રસાર પહેલાં જ ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ લેવાઈ ગઈ હતી. જે બાદ દેશમાં લૉકડાઉન થતાં પરિણાણ જાહેર થયું ત્યારે શાળા-કૉલેજો બંધ હતી.
માર્ચ 2022માં 140 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન કરાયું હતું. કુલ 1,06,347 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 95,316 નિયમિત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
આ વર્ષે 64 સ્કૂલોમાં 100 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે 10 ટકા કરતાં પણ ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 61 છે.
એ1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 196 છે, જ્યારે 3303 વિદ્યાર્થીઓએ એ2 ગ્રેડ મેળવ્યો છે.
ગુજરાતમાં વિજ્ઞાન પ્રવાહમાં ત્રણ ગ્રૂપ હોય છે. એ ગ્રૂપના ઉમેદવારોનું પરિણામ 78.40 ટકા છે, બી ગ્રૂપના ઉમેદવારોનું પરિણામ 68.58 ટકા છે. જ્યારે એબી ગ્રૂપના ઉમેદવારોનું પરિણામ 78.38 ટકા આવ્યું છે.
એ ગ્રૂપમાં 99થી વધારે પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 343 છે, જ્યારે B ગ્રુપમાં 99થી વધારે પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 622 છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















