ગોરખપુર : મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ જે મંદિરના મહંત છે, એ ગોરખનાથ મંદિર પર હુમલાનો મામલો શું છે?
- લેેખક, અનંત ઝણાણે
- પદ, બીબીસી સંવાદદાતા, લખનૌ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ગોરખનાથ મંદિરની સુરક્ષામાં તહેનાત પોલીસ જવાનો પર રવિવારે હુમલો કર્યાની ઘટનાના તાર મુંબઈ સુધી પહોંચ્યા છે.
ગોરખનાથ મંદિરની સુરક્ષામાં તહેનાત જવાનો પર ધારદાર હથયારથી હુમલો કર્યો હતો અને નારા પોકાર્યા હતા.
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ આ મંદિરના મહંત છે. મંદિર પરિસરના ગેટ નંબર એક પાસે હુમલાખોરે બે સિપાઈ પર હુમલો કરીને તેમને ઘાયલ કર્યા હતા.

ઇમેજ સ્રોત, Ani
બાદમાં હુમલાખોર મંદિર પરિસરમાં ઘૂસી ગયો હતો, જ્યાં પોલીસ અને સ્થાનિક લોકોએ તેને પકડી લીધો હતો.
હુમલા બાદ ગોરખપુર મંદિરની આસપાસ સુરક્ષા વધારી દેવાઈ છે. પોલીસ આવનજાવન કરતી તમામ ગાડીઓનું ચેકિંગ કરી રહી છે.
ઉત્તર પ્રદેશની એટીએસની ટીમ આ મામલાની તપાસ કરી રહી છે અને તપાસ માટે મુંબઈ પહોંચી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
એટીએસની ટીમ નવી મુંબઈ ગઈ છે, જ્યાં આ મામલાના આરોપી મુર્તઝાનો પરિવાર પહેલેથી ત્યાં રહેતો હતો.
જોકે મુર્તઝાએ પોતાના પરિવાર સાથે છેલ્લાં ત્રણ વર્ષથી કોઈ મુલાકાત કરી નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સોમવારે પત્રકારપરિષદ કરીને રાજ્યના અધિક મુખ્ય સચિવ (ગૃહ) અવનીશ અવસ્થીએ ઘટના અંગે જણાવ્યું હતું કે "ગોરખપુર મંદિરમાં પોલીસના જવાનો પર કરાયેલો હુમલો ગંભીર છે. આ એક કાવતરાનો ભાગ છે અને તેને એક આતંકવાદી ઘટના પણ કહી શકાય."

હુમલાનો વીડિયો વાઇરલ
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ઘટના સાથે જોડાયેલા વીડિયોમાં હુમલાખોર અહમદ મુર્તઝા અબ્બાસીના હાથમાં હથિયાર છે અને કેટલાક સ્થાનિકો અને પોલીસવાળા તેના પર પથ્થરો ફેંકી રહ્યા છે.
બાદમાં ભીડ લાકડીઓ અને ડંડાઓથી તેના પર હુમલો કરે છે. વીડિયોમાં કેટલાક લોકો અને પોલીસ પણ આ શખ્સથી બચતા જોઈ શકાય છે.
પોલીસ બાદમાં તેને ઘેરી લે છે અને એ હુમલાખોર જમીન પર પડી જતા જોઈ શકાય છે.
ઘટનાનાં સીસીટીવી ફૂટેજ પણ વાઇરલ થયાં છે. ઘટનાનો સમય અંદાજે 7 અને 32 મિનિટનો દર્શાવાઈ રહ્યો છે.
આ ઘટનાના પ્રત્યક્ષદર્શી અને તહેનાત ટ્રાફિક સિપાઈ રમેશસિંહે મીડિયાને કહ્યું, "પીએસીવાળા બેઠા હતા. એ અચાનક આવ્યો અને કપડામાં કંઈક સંતાડેલું હતું. પછી ખબર નહીં બંને વચ્ચે શું વાત થઈ, પણ એ મારવા લાગ્યો. કારણ અમને ખબર નથી. અમે પણ પકડવાની કોશિશ કરી, પણ એ જ્યારે અમને મારવા લાગ્યો તો અમે તેને છોડી દીધો. જ્યારે તે અંદર ગયો તો પકડાઈ ગયો. અંદર ઘૂસી ગયો હતો અને હથિયાર ઉગામતો હતો."

'આરોપીએ આઈઆઈટીમાંથી અભ્યાસ કર્યો છે'

રવિવારે સાંજે ઘટના બાદ તરત ગોરખપુર ઝોનના એડીજી અખિલકુમારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હુમલો કરનારનું નામ અહમદ મુર્તઝા અબ્બાસી છે અને તેને સિવિલ લાઇન્સ ગોરખપુરનો નિવાસી ગણાવ્યો હતો.
તેમણે કહ્યું હતું, "જે જપ્ત કરાયું છે, એમાં ફોન અને લેપટૉપ છે. અત્યાર સુધીની જાણકારી પ્રમાણે તેણે આઈઆઈટી પવઈથી એન્જિનિયરિંગ કર્યું છે અને 2015માં ગ્રેજ્યુએટ થયો હતો. તે ભણેલો-ગણેલો છે. આવું તેણે તેમ કર્યું તેની ઊંડાણપૂર્વક તપાસ કરાશે."
"ઍર ટિકિટ અને કેટલીક અન્ય ચીજો પણ મળી છે, પણ અમે તે અંગે વધુ જણાવી શકતા નથી. મંદિરસુરક્ષામાં કોઈ ચૂક નથી થઈ અને સારો સહયોગ મળ્યો, તેને કારણે એ પકડાઈ ગયો છે."
ઘટના અંગે વધુ માહિતી આપતા કહ્યું હતું કે "હુમલાખોરે મંદિરના ગેટ પાસે તહેનાત પીએસીના બે જવાન પર અચાનક એક ધારદાર હથિયારથી હુમલો કર્યો. જેમાં બે પોલીસ જવાન ઘાયલ થયા છે. બાદમાં તેને અનુરાગ નામના એક સિપાઈએ પકડી લીધો."

યુપી એટીએસ કરે છે તપાસ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સોમવારે લખનૌમાં પત્રકારપરિષદમાં ઉત્તર પ્રદેશના એડીજી (લૉ ઍન્ડ ઑર્ડર) પ્રશાંતકુમારે કહ્યું, "જપ્ત કરેલો સામાન જોઈને લાગે છે કે આ એક મોટા કાવતરાની તૈયારી હતી અને અમે એ વાતનો ઇનકાર ન કરી શકીએ કે આજની તારીખે આ આતંકી ઘટના નહોતી."
પ્રશાંતકુમારનો દાવો છે કે જે દસ્તાવેજો મળ્યા છે, એ ચોંકાવનારા છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
ગોરખપુર મંદિરની સુરક્ષા-વ્યવસ્થા અંગે અધિક મુખ્ય સચિવ અવનીશ અવસ્થીએ કહ્યું કે આ ઘટના બાદ ત્યાં સુરક્ષા-વ્યવસ્થાની સમીક્ષા થશે અને ઉત્તર પ્રદેશ સરકારે "મહત્ત્વપૂર્ણ સંસ્થાનોની સુરક્ષાસમીક્ષા કરી છે અને એ અંતર્ગત ત્યાં વધુ દળો પણ ઉમેર્યાં છે. સમયાંતરે સુરક્ષા-યોજનાની સમીક્ષા, તબક્કા વાર તથા સ્થાનિક સ્તરે કરાય છે."
ઉત્તર પ્રદેશ સરકારે ઘાયલ પીએસીના બે કૉન્સ્ટેબલ ગોપાલ ગૌડ અને અનિલ પાસવાન અને સિવિલ પોલીસના કૉન્સ્ટેબલ અનુરાગ રાજપૂત માટે પાંચ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે.
અવનીશ અવસ્થીએ પોલીસના સિપાઈનાં વખાણ કરતા કહ્યું કે "ત્યાં તહેનાત પોલીસકર્મીઓએ આ ઘટનાને નિષ્ફળ બનાવી છે અને કોઈ મોટી ઘટના ન થવા દીધી."
આ મામલે પોલીસે બે કેસ નોંધ્યા છે અને કાર્યવાહી કરી રહી છે.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો