ગુજરાતમાં માવઠાની આગાહી, શિયાળામાં વરસાદી માહોલ કેમ?
ગુજરાતના હવામાન વિભાગ પ્રમાણે, આગામી ત્રણ દિવસ તારીખ (20થી 22 જાન્યુઆરી) દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ દરમિયાન બનાસકાંઠા, પાટણ, કચ્છ, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, દ્વારકા, જામનગર, જુનાગઢ, મોરબી, પોરબંદર, રાજકોટ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર અને સુરત જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
બુધવારે બનાસકાંઠા, પાટણ તથા કચ્છ જિલ્લામાં છુટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુરુવારે અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, જુનાગઢ, મોરબી, પોરબંદર, રાજકોટ અને કચ્છ જિલ્લામાં છુટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ પ્રમાણે, શુક્રવારે દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર અને સુરતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
માવઠાને પગલે રાયડો. જીરું, ચણા અને બટાકા જેવાં રવીપાકને નુકશાન થઈ શકે છે.
વાદળ અને કમોસમી વરસાદને પગલે આગામી ચાર દિવસમાં રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.

ગુજરાતમાં શિયાળામાં વરસાદી માહોલ કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
સાયકલોનિક સર્ક્યુલેશનની અસરને કારણે ગુજરાતના હવામાનમાં પલટા સાથે વરસાદની આગાહી કરાઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
‘સ્કાયમેટ વેધર’ અનુસાર, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના કેટલાક ભાગો, છત્તીસગઢમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કમોસમી વરસાદ થયો હતો.
ગત સપ્તાહ દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ અને બિહારના કેટલાક ભાગોમાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદ ઊભા પાકને નુકસાન પહોંચાડે છે.
સતત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે સાઇક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન અને ગુજરાતમાં કમોસમી વરસાદ લાવે છે.
તો અરબી સમુદ્રમાંથી આવતાં દક્ષિણ પશ્ચિમી પવનો અને બંગાળની ખાડીમાંથી આવતાં દક્ષિણ પૂર્વીય પવનો ભેગા થતાં મધ્ય અને પૂર્વ ભારતે કમોસમી વરસાદનો અનુભવ પડ્યો હતો.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















