ભારતે કોરોનાની રસીના 100 કરોડ ડોઝ લગાવ્યા પણ પૂર્ણ રસીકરણ કેટલાનું થયું?
"ભારતનાં વિજ્ઞાન, ઍન્ટરપ્રાઇઝ અને 130 કરોડ દેશવાસીઓના સંયુક્ત પ્રયાસ થકી આપણે ઇતિહાસ રચી રહ્યા છીએ."
"ભારતે દેશમાં 100 કરોડ ડોઝનું વૅક્સિનેશન કરી લીધું તે બદલ અભિનંદન. આપણાં તબીબો, નર્સસમૂહ અને તમામ લોકો જેમણે આમાં યોગદાન આપ્યું છે તેમનો આભાર. વૅક્સિનની સૅન્ચૂરી"

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ટ્વિટર પર આ ઘોષણા કરી હતી. ભારતે કોરોનાની રસીના 100 કરોડ ડોઝ આપ્યા હોવાની બાબતે તેમણે આ વાત કહી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
જે પાંચ રાજ્યોએ સર્વાધિક વૅક્સિનેશન કર્યું, તેમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્ય પ્રદેશ સામેલ છે.
નીતિ આયોગના ડૉ. વી. કે. પોલે આ મામલે કહ્યું, "ભારતમાં રસીકરણના નવ મહિનામાં જ આ લક્ષ્ય પ્રાપ્ત કરી લેવાયું છે."
જ્યારે અન્ય એક ટ્વિટમાં કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ આ મામલે અભિનંદન પાઠવ્યાં છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
વિશ્વ આરોગ્ય સંગઠને પણ ભારતને 100 કરોડ ડોઝના વૅક્સિનેશન મામલે અભિનંદન પાઠવ્યાં છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
આરોગ્ય મંત્રાલય અનુસાર દેશમાં બુધવાર સુધી કુલ 99.85 ડોઝ વૅક્સિનેશન થયું હતું. જ્યારે આજે અત્યાર સુધી કુલ 27.18 લાખ ડોઝ અપાયા છે. આમ ભારતે કુલ 100 કરોડ ડોઝનો આંક વટાવી લીધો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે એનો અર્થ એ નથી કે 100 કરોડ લોકોને ડોઝ અપાઈ ચૂક્યા છે, પરંતુ એનો અર્થ એ છે કે પ્રથમ અને બીજો ડોઝ થઈને કુલ 100 કરોડ ડોઝ અત્યાર સુધી આપવામાં આવ્યા છે.

ગુજરાતમાં કેટલા ડોઝ?
કેન્દ્ર સરકારની આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર ગુજરાતમાં અત્યાર સુધી કુલ 6.74 કરોડ ડોઝ રસીકરણ થયું છે. તેમાં 4.41 કરોડ પ્રથમ ડોઝ જ્યારે 2.33 કરોડ બીજો ડોઝ છે.
ગુજરાતમાં ગત 24 કલાકમાં કુલ 2.96 લાખ ડોઝ વૅક્સિનેશન થયું હતું તથા કોરોનાના નવા કુલ 14 કેસ આવ્યા હતા. રાજ્યમાં કોરોનાના 136 ઍક્ટિવ કેસ છે. જેમાંથી 3 વૅન્ટિલેટર પર છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
આ પ્રસંગે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયા લાલ કિલ્લા પરથી ગાયક કૈલાશ ખેર દ્વારા લખવામાં આવેલા એક ગીત અને ફિલ્મનો શુભારંભ કરાવશે.
લાલ કિલ્લાથી મોટો તિરંગો પણ ફરકાવવામાં આવવાની તૈયારી છે.
સરકારે આ પ્રસંગે હવાઈ જહાજ, જહાજો, મહાનગરો અને રેલવે સ્ટેશનો પર તેની સાર્વજનિક જાહેરાત કરાવવાનું પણ આયોજન કર્યું છે.
માંડવિયાએ કહ્યું છે કે જેમણે પ્રથમ ડોઝ લઈ લીધો છે તેમને બીજો ડોઝ મળી જાય તે માટે અમે મજબૂત કામગીરી કરીશું.

રસીકરણ પૂર્ણ થયું ક્યારે કહેવાય?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
એક તરફ સરકાર 100 કરોજ ડોઝ પર ઉજવણીમાં છે ત્યાં બીજી તરફ કેટલાક આરોગ્ય નિષ્ણાતો માને છે કે વ્યક્તિને બંને ડોઝ મળી ગયો હોય તો જ તેને કોરોના સામે પૂરતું રક્ષણ મળે છે.
જ્યારે હજુ સુધી ભારતમાં 100 ટકા વયસ્ક વસતિનું પ્રથમ ડોઝનું રસીકરણ નથી થયું. અને જેટલાંને પ્રથમ ડોઝ મળ્યો છે, તેમાંથી મોટા ભાગે અડધાંને જ બીજો ડોઝ મળેલ છે.
અહેવાલો અનુસાર ભારતમાં વૅક્સિન માટે લાયક 75 ટકા વસતિને પ્રથમ ડોઝ મળી ગયો છે. જ્યારે 31 ટકા વસતિને બંને ડોઝ મળી ચૂક્યા છે.
જોકે, અત્યાર સુધી ભારત સિવાય ચીન એક માત્ર દેશ છે જેણે કોરોનાની રસીના કુલ 100 કરોડ ડોઝ લગાવ્યા છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો