IRCTCના શૅરમાં બુધવારે ફરી કડાકો, લોઅર સર્કિટથી હાથવેંત છેટું
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
આઈઆરસીટીસીના રોકાણકારોને બુધવારે પણ શૅરબજારમાંથી કોઈ રાહતજનક સમાચાર મળ્યા ન હતા. કંપનનીના શૅરના ભાવનું ગૅપ-ડાઉન ઑપનિંગ થયું હતું અને બપોર સુધીમાં તેમાં 17 ટકા જેટલો કડાકો બોલી ગયો હતો.
શરૂઆતની મિનિટોમાં લગભગ સવા દસ સુધી નીચા મથાળે લેવાલી આવી હતી, પછી તે ફરી મંદીવાળા ખેલાડીઓની ઝપેટમાં આવી ગયો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
મંગળવારે રૂ. એક લાખ કરોડનું માર્કેટ કૅપિટલ પાર કરનારી કંપની, બીજા જ દિવસે રૂ. 72 હજાર કરોડ આસપાસ આવી ગઈ હતી.
કંપનીનો શૅર મંગળવારે જ ફ્યૂચર્સ ઍન્ડ ઑપશન્સના તેને બૅનલિસ્ટમાં મૂકી દેવામાં આવ્યો છે. કારણ કે તેના કુલ શૅરના 95 ટકાની ટોચમર્યાદાને સ્પર્શી ગયો હતો.
સોમવાર સુધી પૂરપાટ દોડી રહેલા સરકારી રેલવે કંપનીના શૅરનું મંગળવારે 'ચેઇન પૂલિંગ' થયું હતું. કંપનીનો શૅર 20 ટકા જેટલો તૂટી ગયો છે, એટલે ટેકનિકલી હવે આ શૅર મંદીવાળા ખેલાડીઓના હાથમાં આવી ગયો છે.

મંગળવારે રોલરકોસ્ટર રાઇડ

ઇમેજ સ્રોત, Getty Images
મંગળવારનો દિવસ સરકારી કંપની આઈઆરસીટીસીના રોકાણકારો માટે રૉલરકોસ્ટર રાઇડવાળો બની રહ્યો હતો.
સવારની શરૂઆતના કલાકો દરમિયાન કંપનીના શૅરના ભાવોમાં સાત ટકા જેટલો ઉછાળો આવ્યો હતો.
આ સાથે જ કંપનીનું માર્કેટ કૅપિટલ એક લાખ કરોડને પાર કરી ગયું હતું અને કંપનીના શૅર રૂ. છ હજાર 400 આસપાસ પહોંચી ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બપોરે બજાર બંધ થવામાં હતું કે અચાનક જ કંપનીના શૅરોમાં જોરદાર વેચવાલી આવી હતી અને લગભગ પાંચ મિનિટમાં કંપનીના શૅરનો ભાવ 6100થી ઘટીને રૂ. 5,290 પર પહોંચી ગયો હતો અને દિવસના અંતે રૂ. ચાર હજાર 996 પર બંધ થયો હતો.
IRCTCના શૅર ઘટવા પાછળ જાણકારો અલગ-અલગ કારણ આપે છે. જોકે, શૅરધારકોની ગણતરીની મિનિટોમાં 'અર્શથી ફર્શ' સુધીની સફર પર સોશિયલ મીડિયા યૂઝર્સે મજા લીધી હતી.

IRCTCમાં અંધાધૂંધી

ઇમેજ સ્રોત, Getty Images
આઈઆરસીટી (ઇન્ડિયન રેલવે કૅટરિંગ ઍન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન)ના શૅરમાં ચાલુ વર્ષ દરમિયાન 245 ટકાનો ઉછાળો આવ્યો છે. પરંતુ મંગળવારનો દિવસ રોકાણકારો અને ખાસ તરીકે ટ્રૅડર્સ માટે માઠા સમાચાર લઈને આવ્યો હતો.
ઇક્વિટી99ના સહસ્થાપક રાહુલ શર્માએ બિઝનેસ વેબસાઇટ લાઇવમિન્ટને જણાવ્યું, "આ સ્તર પર રોકાણકારોએ સાવધ રહેવું જોઈએ. વિશેષ કરીને મીડકૅપ તથા સ્મૉલકૅપમાં. રોકાણકારોએ સ્ટૉપલોસ રાખવું જોઈએ અને તેનું કડકાઈપૂર્વક પાલન કરવું જોઈએ. રેલવે માટે નિયામક નિમવામાં આવશે, તેવા અહેવાલને પગલે આજે રેલવેના શૅરોમાં નરમાઈ જોવા મળી હતી."
દિવસ દરમિયાન સેન્સેક્સ 62 હજારની સપાટીને સ્પર્શી ગયો હતો, પરંતુ દિવસના અંતે ગઈ કાલની સપાટીથી 49 પૉઇન્ટ નીચે બંધ થયો હતો.
IRCTCના શૅર ઐતિહાસિક સપાટીને સ્પર્શ્યા તેના થોડા દિવસ પહેલાં ફર્સ્ટ ગ્લોબલના વાઇસ-પ્રેસિડન્ટ શંકર શર્માએ ઇટી નાઉને જણાવ્યું હતું, "હાલમાં (દલાલ) સ્ટ્રીટ પર નવા-નવા ટાબરિયા આવ્યા છે. તેમણે પૅન્ટ હાઉસ ખરીદવું છે, પરંતુ ખબર છે કે જૂના સ્ટૉક દ્વારા શક્ય નહીં બને. આથી, તેઓ નવી તથા જોખમી કંપનીઓમાં પૈસા રોકી રહ્યાં છે. તે બહુ મોટી તાકાત છે, તેની અવગણના ન થઈ શકે."
ઑક્ટોબર-2019માં આઈઆરસીટીસીનું શૅરબજારમાં લિસ્ટિંગ થયું હતું. રૂ. 320માં ફાળવવામાં આવેલો શૅર બે વર્ષમાં રૂ. છ હજારની સપાટીને સ્પર્શી ગયો હતો.
મંગળવારે દિવસ દરમિયાન રૂ. એક લાખ કરોડનું માર્કેટ કૅપિટલ પાર કરનારી તે નવમી સરકારી કંપની બની હતી.
તા. 29 ઑક્ટોબરના જે રોકાણકારો પાસે આઈઆરસીટીસીના શૅર હશે, તેમને રૂ. 10ના એક શૅરની સામે રૂ. બે-બેની કિંમત ધરાવતા પાંચ-પાંચ શૅર મળશે. શૅરના ભાવ ઘટે તથા નાના રોકાણકારો પણ તેમાં રોકાણ કરી શકે તે માટે સામાન્ય રીતે કંપનીઓ દ્વારા આવો નિર્ણય લેવામાં આવે છે.

IRCTC Memesનું મોજું
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
દિલ્લીકીબિલ્લી નામના ટ્વિટર હૅન્ડલે માત્ર ઇનરવિયરમાં બાઇક ચલાવનાર શખ્સની તસવીર મૂકતા લખ્યું, 'આજે દલાલની ઑફિસેથી આઈઆરસીટીસી તથા ટાટા પાવરના રોકાણકારો કંઈક આવી અવસ્થામાં બહાર નીકળ્યા.' મંગળવારે આઈઆરસીટીસી ઉપરાંત ટાટા પાવર (12.26 %)નો કડાકો બોલી ગયો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
બીઇંગ હ્યુમર નામના ટ્વિટર હૅન્ડલે કંપનીના શૅરધારકની Before અને After તસવીર દ્વારા વ્યંગ કર્યો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ડીજેવાલેબાબુ ટ્વિટર હૅન્ડલે વિખ્યાત ફિલ્મ 'હમ આપે કે હે કૌન'માં અભિનેત્રી રેણુકા શાહણેના બે સીનને તસવીરો દ્વારા રજૂ કરીને 'ગબડવાની પ્રક્રિયા' દર્શાવી હતી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
ફંડેસ્ટોર નામના ટ્વિટર હૅન્ડલે ફિલ્મ અભિનેત્રી અનુષ્કાની બે તસવીરોને એકસાથે મૂકીને શૅરધારકોના મિજાજને રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 4
સપનાફૉરે ઋત્વિક રોશનની ફિલ્મ 'વૉર' તથા 'સુપર 30'ની બે વિરોધાભાસી તસવીરોને એકસાથે મૂકીને શૅરધારકોની મનોસ્થિતિને રજૂ કરી હતી.
જોકે, ગઈકાલ (સોમવાર) સુધી આવું ન હતું અને IRCTCના શૅરધારકે એવા 'ત્રણ જાદુઈ શબ્દ' કહ્યા હતા કે છોકરીએ તરત જ ' Love You Too' કહી દીધું હતું. ઇન્ડિયાસ્ટ્રિટબૅટ્સે આ સ્થિતિને તસવીરોના કૉલાજ દ્વારા રજૂ કરી હતી.

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો