ગુજરાતમાં ચોમાસાની વિદાય ટાણે વરસાદ કેમ? હજી બે દિવસની આગાહી

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ગુજરાતમાં અત્યારે કેટલાક વિસ્તારોમાં ભયંકર ગરમી પડી રહી છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

ગુજરાતમાં એક મહિના સુધી સતત વરસાદ બાદ કેટલાક વિસ્તારોમાં હવે ચોમાસું પૂરું થઈ ગયું છે અને કેટલાક વિસ્તારોમાં હજી વરસાદ ચાલી રહ્યો છે.

ગુજરાતમાં વાવાઝોડું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દેશમાં આ વખતે ચોમાસું લંબાયું છે, જેના કારણે ગુજરાતના અડધા વિસ્તારોમાંથી ચોમાસું પૂર્ણ થયું છે પણ અડધા વિસ્તારોમાં હજી પૂર્ણ થયું નથી.

દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ તથા અન્ય વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ છે. તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદ પડ્યો છે.

આ વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે, કેમ કે મગફળી, કપાસ તથા અન્ય પાકો માટે હવે પડનારો વરસાદ નુકસાનકારક સાબિત થઈ રહ્યો છે.

line

ચોમાસાની વિદાય ટાણે વરસાદ કેમ?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ગુજરાતમાં હાલ વરસાદ થવાનું કારણ અરબી સમૃદ્રમાં રહેલી ચોમાસની સિસ્ટમ છે.

અરબી સમૃદ્રમાં એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે, જેના લીધે ગુજરાતના દક્ષિણ ભાગમાં વરસાદ થઈ રહ્યો છે.

હવામાન વિભાગના પ્રમાણે લગભગ 13 ઑક્ટોબરની આસપાસ આ વરસાદ બંધ થવાની શક્યતા છે.

એ પહેલાં સોમવારે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી, દમણ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને કચ્છ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

line

રાજ્યના કેટલાક ભાગમાં ભીષણ ગરમી કેમ?

વીડિયો કૅપ્શન, ગુજરાતનો એ વિસ્તાર જે દર વર્ષે ચોમાસામાં ડૂબી જાય છે

દેશમાં આ વખતે ચોમાસું લંબાયું છે, જેના કારણે ગુજરાતના અડધા વિસ્તારોમાંથી ચોમાસું પૂર્ણ થયું છે પણ અડધા વિસ્તારોમાં હજી પૂર્ણ થયું નથી.

હવામાન એજન્સી સ્કાયમેટ વેધરના મહેશ પલાવતના જણાવ્યા પ્રમાણે ચોમાસું પૂર્ણ થયા બાદના આ દિવસો બીજા ઉનાળા તરીકે ઓળખાય છે.

તેઓ આગળ વાત કરતાં કહે છે કે, "હવે ગુજરાત પર પાકિસ્તાન તરફથી પવન આવે છે, તે દરિયા પરથી નહીં પણ જમીન પરથી આવે છે, એથી તેમાં ભેજનું પ્રમાણ ઓછું હોય છે અને તેથી વાદળો બંધાતાં નથી."

ગુજરાતના જે ભાગમાં હાલ વરસાદ નથી, ત્યાં ભયંકર ગરમી પડી રહી છે.

line

ગુજરાતમાં ચોમાસું કેમ લંબાયું?

વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અરબ સાગરમાં ચોમાસાની સિસ્ટમ હોવાને કારણે ગુજરાત સહિત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતનાં રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે.

આ સમયે વરસાદ બંધ થઈ જવો જોઈતો હતો, પરંતુ વરસાદ હજી પણ વરસી રહ્યો છે. આ વખતે ચોમાસું લંબાયું, એનું મુખ્ય કારણ બંગાળની ખાડીની સક્રિયતા છે.

ઑગસ્ટ મહિનામાં ગુજરાત સહિત રાજસ્થાન અને ઓડિશામાં દુષ્કાળનાં એંધાણ હતાં, લગભગ એક મહિના સુધી ખૂબ જ ઓછો વરસાદ પડ્યો.

જે બાદ સપ્ટેમ્બરમાં બંગાળની ખાડીમાં એક બાદ એક ચોમાસાની સિસ્ટમ બની અને તે ગુજરાત અને મધ્ય ભારત તરફ આવતી રહી.

હાલ અરબ સાગરમાં ચોમાસાની સિસ્ટમ હોવાને કારણે ગુજરાત સહિત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતનાં રાજ્યોમાં વરસાદ થઈ રહ્યો છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો