You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#LetsNotNormaliseMisogyny મુંબઈ પોલીસ મહિલાવિરોધી ફિલ્મી ડાયલૉગ પર શું કહી રહી છે?
‘સિનેમા આપણા સમાજનું પ્રતિબિંબ છે...’
આ વાત આપણે કહેતા રહીએ છીએ, છતાં હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવી ફિલ્મો પર વારંવાર પ્રશ્ન ઊઠે છે કે તેમનું કન્ટેન્ટ કથિત રીતે મહિલાવિરોધી છે.
આવી જ કેટલીક ફિલ્મોમાં કથિત રીતે મહિલાવિરોધી વિચારધારા દર્શાવવા વિરુદ્ધ મુંબઈ પોલીસે સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવ્યું છે.
મુંબઈ પોલીસે સલમાન ખાનની ફિલ્મ 'દબંગ'થી માંડીને શાહિદ કપૂરની ફિલ્મ 'કબીરસિંહ' સુધીના કેટલાક ડાયલૉગોનો ઉપયોગ કરીને ફિલ્મોમાં દર્શાવાતી કથિત મહિલાવિરોધી વિચારધારા તરફ ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કર્યો છે.
મુંબઈ પોલીસે શબ્દોનો ઉપયોગ સમજી વિચારીને કરવાની સલાહ આપી છે.
મુંબઈ પોલીસે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં ‘LetsNotNormaliseMisogyny’, ‘MindYourLanguage’, અને ‘WomenSafety’ જેવા હૅશટેગ્સનો ઉપયોગ કર્યો છે અને સાથે જરૂરી સંદેશ આપ્યો છે.
આ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે "આપણે વાપરેલો પ્રત્યેક શબ્દ એ પહેલાં એક વિચાર હોય છે. રોજબરોજના જીવનમાં અને ફિલ્મોમાં વપરાતી ભાષા એ આપણા વિચારોનું પ્રતિબિંબ છે. દરેક શબ્દ વિચારીને વાપરો."
મુંબઈ પોલીસે કહ્યું છે કે મહિલાવિરોધી વર્તનને સામાન્ય વાત તરીકે જોવાનું લોકો બંધ કરે નહીં તો તેમણે કાયદાનો પણ સામનો કરવો પડી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સિનેમા આપણા સમાજનો પડછાયો?
પોતાની પોસ્ટમાં તેમણે લખ્યું છે, ‘સિનેમા આપણા સમાજનું પ્રતિબિંબ છે. અમે અહીં આજે એવા ડાયલૉગ વિશે જણાવી રહ્યા છીએ જેના વિશે આપણા સમાજ અને સિનેમા ઇન્ડસ્ટ્રીએ ધ્યાન આપવાની જરૂર છે. તમારા શબ્દોની સાથેસાથે તમારી વર્તણૂક મામલે પણ ધ્યાન રાખવું જોઈએ. જો તમે એવું નથી કરતા તો કાનૂને તેમાં દખલગીરી કરવી પડશે.’
લોકોએ શું કહ્યું?
સોશિયલ મીડિયા પર મુંબઈ પોલીસના અભિયાનને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે અને લોકો તેના પર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
ઇન્સ્ટાગ્રામ પર આ પોસ્ટને દોઢ લાખ કરતાં વધારે લોકોએ પસંદ કરી છે.
જિનશાઇના નામનાં એક ઇન્સ્ટાગ્રામ યૂઝરે લખ્યું છે, “આની ખૂબ જરૂર હતી. મુંબઈ પોલીસનું સોશિયલ મીડિયા હૅન્ડલ જે કોઈ સંભાળી રહ્યું છે તેનાં વખાણ કરવા જોઈએ. તેમનો ખૂબ આભાર.”
જયંતી મુખરજી નામનાં ટ્વિટર યૂઝર પણ કહે છે, “જે કોઈ આ કન્ટેન્ટ બનાવતું હોય, કોઈ ટીમ કે એક વ્યક્તિ તે મુંબઈ પોલીસ માટે ઘણું સન્માન મેળવી રહ્યાં છે.”
ઓંકાર દુબે લખે છે, “ખૂબ આભાર અને અમને ગર્વ છે કે મુંબઈ પોલીસ મહિલાઓની સુરક્ષાને એક સકારાત્મક સ્તર સુધી લઈ જઈ રહી છે. અને હા, બોલીવૂડે કંઈક શીખવાની જરૂર છે”
મોનાલિસા નામનાં યૂઝર લખે છે, “આવાં પગલાં લઈને સકારાત્મક પરિવર્તન લાવવા માટે આપનો ખૂબ આભાર. અમને અને બધા જ નાગરિકોને સુરક્ષા આપતા રહો, જેવું તમે હંમેશાં કરો છો.”
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો