ઑલિમ્પિક : દીપક પુનિયા બ્રોન્ઝ ચૂક્યા, ટચૂકડા દેશના ખેલાડીએ જીત્યું પદક

ઇમેજ સ્રોત, ANI
ભારતીય પહેલવાન દીપક પુનિયા ગુરુવારે 86 કિલોગ્રામ વેઇટની કૅટગરીમાં બ્રોન્ઝ મેડલ માટે રમાયેલી મૅચમાં સૅન મેરિનોના ખેલાડી માઇલ્સ ઍમિનેથી 2-3થી હાર્યા છે.
આમ તેઓ બ્રોન્ઝ મેડલ જીતવાની તક ચૂકી ગયા છે.
માત્ર 61 વર્ગ કિલોમીટરનું ક્ષેત્રફળ ધરાવતા યુરોપિયન દેશ સૅન મેરિનોથી આવનારા માઇલ્સે ટોક્યો ઑલિમ્પિકમાં પગ માંડતા પહેલાં જ ઇતિહાસ રચી દીધો હતો.
માઇલ્સ પોતાના દેશમાંથી ઑલિમ્પિક ક્વૉલિફાઇ કરનારા પ્રથમ ખેલાડી બન્યા હતા.
આ પહેલાં માઇલસ 2019 વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં પણ સેમિફાઇનલ સુધી પહોંચ્યા હતા.
તેમણે વર્ષ 2020માં યુરોપિયન ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો અને આ વર્ષે બ્રોન્ઝ મેળવ્યો હતો.
માઇલ્સ ઍમિને પહેલવાનોના પરિવારમાંથી આવે છે. તેમના દાદાએ વર્ષ 1960માં રોમ ઑલિમ્પિકમાં લેબનોનનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના ભાઈ મલિક પણ પહેલવાન છે.
દીપક પુનિયા 22 વર્ષના છે. તેમણે આ અગાઉ નાઇજીરિયાના ખેલાડીને 12-1થી અને ચીનના ખેલાડીને 6-3થી હરાવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કોણ છે દીપક પુનિયા?

ઇમેજ સ્રોત, JACK GUEZ
હરિયાણના ઝજ્જર જિલ્લાના છારા ગામમાં એક દૂધનો વેપાર કરતા પરિવારમાં પેદા થયેલા દીપક પુનિયાએ ઑલિમ્પિક સુધી પહોંચવાની સફર સાત વર્ષમાં ખેડી હતી.
તેમના પિતા સુભાષ વર્ષ 2015થી 2020 સુધી સતત દરરોજ ઘરેથી 60 કિલોમિટર દૂર છત્રસાલ સ્ટેડિયમમાં દીપકને ઘરનું દૂધ અને માવો પહોંચાડતા રહ્યા. વરસાદ હોય, ગરમી હોય તો પણ આ સિલસિલો ચાલુ જ રહ્યો.
તેમના પરિવારવાળા ઇચ્છતા હતા કે દીપકને ડાયટના કારણે કોઈ પરેશાની ન આવે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
દીપક પુનિયાને તેમના નિકટના લોકો 'કીટલી પહેલવાન' પણ કહે છે. એની પાછળ એક રસપ્રદ કહાણી છે. દીપક જ્યારે 4 વર્ષના હતા ત્યારે તેમને આ ઉપનામ મળ્યું હતું.
બન્યું એવું હતું કે એક ગામના એક સરપંચે તેમને કીટલીમાં રાખેલું દૂધ પીવા આપ્યું. દીપક એક જ ઝાટકે તે દૂધ પી ગયા. પછી સરપંચે એક બીજી કીટલી આપી. દીપકે તેને પણ ખતમ કરી દીધી. એક પછી એક એમ પાંચ કીટલી દૂધ તેઓ પી ગયા.
તમામ લોકો જોઈને આશ્ચર્યમાં પડી ગયા કે આટલું નાનું બાળક આટલું દૂધ કેવી રીતે પી શકે. ત્યારથી તેમનું નામ કીટલી પહેલવાન પડી ગયું.
દીપક પુનિયાએ કુસ્તીની શરૂઆત એક નોકરી મેળવવા માટે કરી હતી, તેઓ માત્ર ઘરખર્ચ માટે પૈસા કમાવવા ઇચ્છતા હતા. પરંતુ તેમની મહેનત રંગ લાવી અને એક-એક કરીને વેકૅડેટ (2016) અને જુનિયર વર્ગમાં (2019)માં વર્લ્ડ ચૅમ્પિયન બન્યા.
વર્ષ 2019માં જ નૂર-સુલતાન, કઝાકિસ્તાનમાં થયેલી સિનિયર વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં રજતચંદ્રક જીતીને તેમણે ઑલિમ્પિક માટે ક્વૉલિફાય કર્યું.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો





















