પાકિસ્તાને ભારતથી કપાસ અને ખાંડની આયાત પર લગાવેલી રોક યથાવત્ રાખી - BBC Top News

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનની ઇકૉનૉમિક કૉ-ઑર્ડિનેશન કમિટીએ ભારતથી ખાંડ અને કપાસની આયાત નહીં કરવાનો નિર્ણય કર્યો છે.
આજે આ મામલે એક બેઠક થઈ હતી. તેમાં ભારત સાથેના વેપારી સંબંધો મુદ્દે ચર્ચા પણ થઈ.
જોકે પહેલાં પાકિસ્તાન સરકારે આયાતને મંજૂરી આપી હતી પણ પછી નિર્ણય બદલ્યો હોવાનું કહેવાય છે.
પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે હાલ ભારત સાથે સંબંધ સમાન્ય થાય એ શક્ય નથી.
અત્રે નોંધવું કે ભારત સરકારે 5 ઑગસ્ટ-2019થી કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો દૂર કર્યો હતો ત્યારથી વેપાર સંબંધોને માઠી અસર થઈ છે.

બંગાળ ચૂંટણી : મોદીએ કહ્યું, 'મમતા દીદીએ હારના ડરથી મદદ માટે બીજા પક્ષોને પત્ર લખ્યો'

ઇમેજ સ્રોત, NARENDRA MODI@FB
એક તરફ મમતા બેનરજીએ વડા પ્રધાન મોદી પર ચૂંટણીના દિવસે ચૂંટણી રેલી સંબંધોવા બદલ આચાર સંહિતાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. તો બીજી તરફ વડા પ્રધાન મોદીએ એક રેલીમાં મમતા બેનરજી પર શાબ્દિક પ્રહાર કર્યો હતો.
ગુરુવારે પશ્ચિમ બંગાળના જયનગરમાં એક રેલીમાં પીએમ મોદીએ સંબંધોન કર્યું હતું. આ દરમિયાન મમતા બેનરજી અને તૃણમૂલ કૉંગ્રેસ પર તેમણે શાબ્દિક પ્રહાર કર્યાં હતા.
તેમણે કહ્યું, "ચૂંટણીમાં હારના ડરથી મમતા બેનરજી અન્ય પાર્ટીના નેતાઓ પાસે મદદ અને સમર્થન માટે અપીલ કરી રહ્યાં છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી તરફ મમતા બેનરજીએ નંદીગ્રામમાં પોતાની જીત પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ અગાઉ તેમણે નંદીગ્રામમાં મતદાન કેન્દ્ર મામલે કેટલીક ફરિયાદો પણ કરી હતી.

બંગાળ ચૂંટણી : મમતા બેનરજીએ કહ્યું, 'નંદીગ્રામમાં બહારના ગુંડાઓ તોફાન કરી રહ્યાં છે'

ઇમેજ સ્રોત, P M Tiwari
પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. જેમાં નંદીગ્રામ મતદાન કેન્દ્ર પર ભાજપ-કૉંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયાના અહેવાલ છે.
આ મામલે મુખ્ય મંત્રી મમતા બેનરજીએ રાજ્યપાલ જગદીપ ઘનખડને ફોન કરી ફરિયાદ કરી હતી. તેમણે ફોન પર કહ્યું, "અહીં વિસ્તારમાં બહારથી લોકો આવવાથી કાનૂન વ્યવસ્થા એકદમ ડિસ્ટર્બ છે અને ક્યારેય પણ કંઈ પણ ઘટના બની શકે છે."
અત્રે નોંધવું કે નંદીગ્રામથી મમતા બેનરજી પોતાના નવા પ્રતિદ્વંદ્વી શુભેન્દુ અધિકારી વિરુદ્ધ ઊભા છે. અધિકારી આ વિસ્તારમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ ટીએમસીના દિગ્ગજ નેતા રહી ચૂક્યા છે અને મમતા બેનરજીની સહયોગી હતી. મમતા બેનરજીએ અહીં બૂથ કૅપ્ચરિંગનો પણ આરોપ લગાવ્યો છે.
મમતા બેનરજીએ આરોપ લગાવ્યો છે કે બીજા રાજ્યોના ગુંડાઓ અહીં આવીને હિંસા કરી રહ્યા છે.
તેમણે કહ્યું, "મેં સવારથી 63 ફરિયાદો કરી પરંતુ ચૂંટણી પંચે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરી."

નિર્મલા સીતારમણે એક જ દિવસમાં બદલ્યો નિર્ણય, નાની બચતયોજનાઓના વ્યાજદર નહીં ઘટે

ઇમેજ સ્રોત, Mohd Zakir/Hindustan Times via Getty Images
કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓનાં વ્યાજદરોમાં ઘટાડો કરવાનો પોતાનો નિર્ણય પરત લઈ લીધો છે. સરકારે જાહેરાત કરી છે કે આ યોજનાઓમાં વ્યાજદરો પહેલાંની જેમ યથાવત રહેશે.
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે જણાવ્યું કે આ 'ભૂલથી લેવામાં આવેલ નિર્ણય હતો.'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
તેમણે કહ્યું કે અગાઉના ત્રિમાસિકમાં જે વ્યાજદરો હતા તે યથાવત્ રહેશે. આ બાબતે જે ઑર્ડર આપવામાં આવ્યો હતો તે રદ કરવામાં આવે છે.
સરકારે બુધવારે જાહેરાત કરી હતી કે નાની સેવિંગ્ઝ ડિપૉઝિટ પર વાર્ષિક વ્યાજદર 4 ટકાથી ઘટાડીને 3.5 ટકા કરવાનો નિર્ણય કરાયો છે.
આ સાથે જ, પર્સનલ પ્રૉવિડન્ડ ફંડ એટલે કે પીપીએફના વ્યાજદાર પણ 7.1 ટકાથી ઘટાડી કરીને 6.4 ટકા વાર્ષિક કરી દેવાની અને એક વર્ષની અવધિ માટે જમા થાપણ પર વ્યાજદરો 5.5 ટકાથી ઘટાડી 4.4 ટકા ત્રિમાસિક કરી દેવાની જાહેરાત થઈ હતી.
આ જ ક્રમમાં સિનિયર સિટીઝન સેવિંગ્ઝ સ્કિમ હેઠળમાં વ્યાજદરો 7.4 ટકાથી ઘટાડી 6.5 ટકા ત્રિમાસિક કરી દેવાની જાહેરાત થઈ હતી.
ઑર્ડર પ્રમાણે નવા વ્યાજદરો 1 એપ્રિલ 2021થી 30 જૂન 2022 સુધી લાગુ રહેવાના હતા પરતું ઑર્ડર બહાર પાડ્યા બાદ સરકારે 24 કલાકની અંદર તેને પરત લઈ લીધું હતું.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















